દિકરીનો પિતાને પત્ર... ્
નામ:શૈમી ઓઝા "લફ્ઝ"
નિવાસ સ્થાન:અંતરિક્ષ હિમાલય અને કણકણ
પરમ પૂજ્ય પિતાશ્રી ભગવાન શિવ શંકર...
આપના અને મૈયા પાર્વતીજીનાં ચરણોમાં કોટીકોટી વંદન,ભ્રાતા કાર્તિકેય અને ગણેશજીને ભાવભર્યું નમન,અશોકસુંદરી દીદીને ખુબ ખુબ વ્હાલ...
પિતા દિવસ ઉપર પત્ર લખતાં હૈયે હરખ સમાતો નથી.તમારા આશીર્વાદ ને સાથ મને મળતો રહે છે તો મારે
આજીવન પિતાદિવસ.હું જે પણ કંઈ છું એ આપના અને મૈયાના આશીર્વાદથી છું,જેને પોતાના તરછોડી દે,આખુંય જગત જેના સુકન પણ લેવા તૈયાર ન હોય એની ઉપર આપના અસીમ આશીર્વાદનો મમતાભર્યો હાથ એ ભક્ત ઉપર રાખી તમે એનો શું નું બનાવી દો એ આપની મહાનતા છે.પાપા માટે તો તમારુ એક આ નામ પણ જગતમાં પ્રચલિત છે,"ભોળાનાથ."
તમને ભક્તોની કરૂણ પુકાર વ્યાકુળ કરી નાંખે છે.એવા મહાકાલ આપના ચરણોમાં કોટી કોટી વંદન...
પાપા તમારા આશીર્વાદ થકી તો હું સાહિત્યની દુનિયામાં નામ પામી શકી છું,અને દરેક ક્ષેત્રે હું આગળ વધતી રહીશ.
હું પહેલા શું હતી?અત્યારે શું છું?અને આગળ શું હોઈશ એની તો શાયદ મેં કલ્પના પણ નથી કરી.ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ આપ સિવાય વધુ કોણ જાણી શકે?તમે તો છો ભાગ્યવિધાતા.તમારા આશીર્વાદ વગરની આ જીંદગી વેરાન વનસમી છે.મારા જીવનમાં આપના અને મૈયાના રૂબરૂ દર્શનનો યોગ ક્યારે છે એ આપ સિવાય કોણ જાણી શકે?મૃત્યુંજયમંત્ર,શિવતાંડવસ્તોત્રમ્ અને સોમવાર આપનો પ્રિય દિવસ છે પિતામહ તાંડવનૃત્ય થકી આપ દુનિયાનો પળમાં સંહારક કરવા સમર્થ છો,પરંતુ કોઈ ભક્ત આપને દિલથી પૂકારે ત્યારે આપ દોડ્યા દોડ્યા જાવ છો.એ આપની મહાનતા છે.
મને વિશ્વાસ છે કે તમારો આશિષભર્યો હાથ જો મારી ઉપર હશે તો તકલીફ પણ મને આશીર્વાદ લાગશે.તમારું તો શુ કહેવું પાપુ પહેલાં મારી પરિક્ષા કરવી અને પછી તકલીફ જોઈ મદદે પણ આવવું આ સમજ ન આવ્યું.તમારી લીલા પાપા તમે જ જાણો.તમારા દેવ સમાજના રહસ્યો અમારા જેવા અજ્ઞાનીના સમજ ન આવે.મારી ઇચ્છા છે કે પાપા શિવ શંકર તમે મારા ગુરૂ બનો,મારા પિતા બની સદા આપના ચરણોમાં રાખી લો,જ્યાં જ્યાં અટવાવુ ત્યાં હું તમને અને માતા પાર્વતીને પોતાની નજર સમક્ષ જોવું,પાપા હું સંસારી જીવડો છું,તમે તો મોહમાયાથી પર છો.
તમે દેવત્વની મર્યાદામાં બંધાયેલા છતાંય હું જ્યાં જ્યાં અટવાઈ ત્યાં ત્યાં તમે અદ્રશ્ય સ્વરૂપે મારી મદદે આવ્યા.તમારો અને માતા પાર્વતીનો આભાર માનવા મારા માટે કોઈ શબ્દો નથી સિવાય શ્રદ્ધા અને વિશ્વાસ.તમે તો છો ત્રણેય લોકોના સંચાલક,પાલનહાર, સંહારક તમને જે સ્વરૂપે યાદ કરીએ સ્વરૂપે તમે ભક્તોની આરે આવો છો.આપની દ્વાર ખાલી ઝોળી લઈ આવેલો ભક્તો આપના આશીર્વાદરૂપી અખૂટ ખજાનો ભરી જાય છે.હું તપસ્યામાં જ સાચું સુખ,ધિરજ,લોકોને મદદરૂપ થવું,આપની પાસે શીખી છું, કદી પોતાની આવડતની બડાઈ ન હાકવી એતો આપની આપેલી શિક્ષા છે,દિનદુખિયાની મદદ કરવાની પ્રબળ ઈચ્છાને પુરી કરવા માંગુ છું,ક્યારેય અનિતિ,ઇર્ષા,લોભ,મોહ,છળ,કપટ,લાલચ,
અભિમાન,મારી અંદર પ્રવેશ ન કરે.પિતાશ્રી આપ સદા મારી સાથે રહેજો,પાપના રસ્તેથી મને સદા પાછી વાળજો
તમે તો રાક્ષસોને પણ વરદાન આપી કૃતાર્થ કર્યા હતા.તો મારા જેવી અબોધ કન્યા આપના દર્શનથી વંચિત કેમ પાપુ આતો યોગ્ય ન કહેવાય?
આપ તો એકપળમા હળાહળ પી લીધું હતું,પણ માનવોને તો પળપળ હળાહળ પીવા પડે છે.સંસારમાં કોઈ જીવ રોગીષ્ઠ અને પિડિત ન રહે,કોઈ જીવ ભૂખે ન સુવે,હાથીને મણ અને કીડીને કણ મળી રહે.કોઈનું અકાળે અવસાન ન થાય, આખું જગત આપનો દરબાર છે.આપ સૌ ઉપર આપના આશીર્વાદ બનાવી રાખજો.જય શંકર, જય મહાકાલ.
તમારા આશીર્વાદ મને સદા મળતા રહે,પાપા તમે રહ્યા દેવ હું રહી માનવ અમે શું જાણીએ આપની ચરણવંદના અમને ન ફાવે શ્લોકો લખતાં, દિલમાં રહેલી શ્રદ્ધા એજ અમારુ આભૂષણ.મારું એવું સૌભાગ્ય નથી કે આપના પ્રત્યક્ષ ચરણની વંદના રૂબરૂ કરી શકું.આ દેહ ત્યજ્યા પછી આપના ચરણોની વંદના શક્ય બનશે.તમારી અને માતા પાર્વતીજીની મહાનતા છે જેને આ તુચ્છ છોકરી ને આપની સેવાના લાયક સમજી.મારા અવગુણો ન જોતા મારી ભક્તિને મહત્વતા આપી,આપ બહુ મહાન છો પિતાશ્રી...મારી એક ઈચ્છા આપના ચરણોમાં રાખી રહી છું,પિતાશ્રી મારા જેટલા પણ જન્મ થાય એટલા જન્મે આપ અને માતા મારા માતા પિતા બનો,ભૂલથી પણ આપની લાગણી દુભાઈ હોય અથવા શબ્દો થકી પણ મર્યાદાભંગ થઈ હોય તો પાપુ હું ક્ષમા ચાહું છું.
મારા પ્રણામ તમે અને માતા પાર્વતી જી સ્વીકારજો,અશોકસુંદરી દિદિને ખુબ વ્હાલ,ભ્રાતા ગણેશજી અને કાર્તિકેયજીને પણ ખુબ ખુબ પ્રણામ....
પૂત્રી બનાવાનું મારું સૌભાગ્ય હશે કે કેમ પાપુ એ હું નથી જાણતી.પાપુ એટલું જાણું છું કે તમને હું મારા પુજ્ય પિતા અને માતા પાર્વતીને માનું છું,આપની પ્રત્યક્ષ ચરણ વંદના અને દર્શન ઝંખતી આપની(ભક્ત).
શૈમી ઓઝા "લફ્ઝ"
મારો પત્ર સ્વરચિત છે.
Comments
Post a Comment