ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ....

મુક્ત મને થયેલી વાતો 
જીવન વળાંક ભાગ;13

     હાય મારી પ્રિય સહેલી ભાવિશા....કેમ છો તું કુશળ હોઈશ એવી આશા રાખું છું,આપણે મેઈન મુદ્દા પર આવીએ બકુડા...

        ઘરે આવીને કામ પણ પતાવ્યું,હોસ્ટેલમાં જવા થેલો પેક કર્યો.હોસ્ટેલમાં પણ પહોંચી ગયા,નવી સરપ્રાઈઝ મળી પણ શાંતિ પુર્વક ઉઠાયેલા કદમથી મામલો ઠારે પડેલો.સંબંધ કેટલો સરસ શબ્દ છે જોતા જ હૈયું ભરાવી આવે...અને આ એવી બાબત છે કે કોઈ પણ આ તળાવના ગરકાવમા આવી જ જાય.પણ અમુક વ્યક્તિત્વ જીવનમાં એવા આવે છે જે સંબંધોને પારખતા શીખવી જાય છે.
સંબંધની માયાજાળથી બચીને રહેવું,દરેક સંબંધો વિશ્વાસપાત્ર નથી હોતા.આપણે જેટલા અંદર ઉતરીએ એટલી પીડાને દુ:ખ જ મળે છે.માટે આ લોભામણી જાહેરાતથી સાવધાન.
         
     લોકો જેટલા બનાવટી જાહેરાતથી નથી છેતરાતા એટલા સંબંધોમાં છેતરાય છે.કહેવાનું કંઈક નિકળે કંઈક.હોય મનમાં કંઈક દેખાડવાનુ કંઈક.આ મોહપાશમા જેટલા તમે ઉતરો એટલો તમને નવો નવો અનુભવ થાય છે.કોઈવાર અતિશય આઘાતમાં પણ સરી જવાય છે, કે માણસ ડિપ્રેશન જેવી માનસિક બિમારીનો ભોગ બને છે.

માણસ જેટલો પરિસ્થિતિથી નથી હારતો એટલો સંબંધોમા મળતી નિષ્ફળતાથી હારે છે.માનસિક બિમારી ને હતાશાની સફર અહીં થી જ શરૂ થાય છે.

      આવા બનાવટી સંબંધોની કોઈ બુનિયાદ નથી હોતી.દિલમાં કડવી યાદ છોડી જાય છે.
બનાવટી સંબંધોને તો કોઈ હયા શરમ હોય છે.પણ આવા બનાવટી સંબંધનો ભોગ લાગણીશીલ અને પ્રમાણિક લોકો બને છે.પણ કહેવાય છે કે સમયની લાઠીમાં ઘણી તાકાત હોય છે,દરેક 
માણસનો પ્રથમ શિક્ષક જ સમયથી બળવાન બીજું કોઈ નથી,માણસને બધું શીખવી જાય છે.
એક વસ્તુ ચોક્કસ કહીશ કે પરિસ્થિતિઓ તમને નાદાનમાંથી ચેતન બનાવે છે.પણ જોજે ડિયર આ માયાજાળથી ચેતીને રહેજે.જેટલા અંદર ઉતરશુ,એટલાં ઉતરતા જ જાશું,છતાંય કંઈ હાથ નહીં લાગે સિવાય અફસોસ...તું બહુ લકી છે મારી સખી,કે તુ આ બધી પળોજણથી પર છે,કાશ...આ હું પણ કરી શકતી....પણ શું કરું ડિયર માણસ છું.તુ છે ને મારી અંગત સખી જેની જોડે વાત શેર કરતાં મને આનંદ આવે,સાથે સાથે હૈયું ભરાઈ પણ આવે છે...

       જીવનનું ગણિત અનુભવોની સાથે સાથે સંબંધોમા આવેલા ચડાવ ઉતરાવથી શીખ્યું છે,
         દરેક સંબંધોની ચોક્કસ વજહ હોય છે,આ સમયમાં કહેવાય છે કે, સ્પર્ધાત્મક સમય છે.પણ આમાં લાગણીશીલ લોકો જાણે અજાણે હવનના નાળિયેરની જેમ હોમાય છે,છતાંય તેમની પર સરળતાથી એક લેબલ ડાહ્યાલોકો દ્વારા આપવામાં આવે છે, પાગલ...ત્યારે લાગણીશીલ લોકો પોતાના જાતને સતત અસુરક્ષિત ફિલ કરતાં હોય છે.
        આજકાલ સંબંધો પણ આ મૃગજળને હકીકત સમજી બેસે..પણ કંઈ હાથમાં નથી આવતું.

ચાલ મળીએ નવા અનુભવ સાથે...

Comments