યોગ દિવસ નિમિત્તે મારા વિચારો....

યોગ દિવસ નિમિત્તે મારા વિચારો

          યોગ શબ્દએ યુજ ધાતુમાંથી ઉપસી આવ્યો છે.
આત્માનુ પરમાત્મા સાથે જોડાણ બીજો એવો પણ મતલબ થાય છે.યોગ સાથેનો નાતો આપણો અનેરો છે.21મી સદીના હરિફાઇ યુક્ત માહોલમાં માનવી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતા ભુલાઈ ગઈ છે.શ્રમભર્યા કામોની જગ્યા મશીને લઈ લીધી,જેથી નવા નવા રોગોના આગમન થયા છે.રોગોના રક્ષણ માટે આયુર્વેદ અને યોગ લાભદાયક છે.આયુર્વેદ ધીમે ધીમે અસર કરે છે.પરંતુ રોગનો જડમૂળથી નાશ કરે છે.એમ યોગ પણ શરીરને તંદુરસ્ત રાખતી એકચાવી છે.યોગથી આપણું શરીર તંદુરસ્ત લચીલુ રહે છે,સુંદરતા પણ નિખરે છે.તમારું આયુષ્ય પણ વધે છે.આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી દાદાએ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી સૌને યોગનો મહીમા સમજાવી સૌને પોતાની હેલ્થ પ્રત્યે સજાગ કર્યા.વિદેશીઓ પણ ભારતીય સંસ્કૃતિ સાથે યોગથી પ્રેરાયા.તેઓ પણ પોતાની હેલ્થ માટે યોગ કરવા લાગ્યા છે.

યોગના સ્થાપક મહર્ષિ પતંજલીએ યોગના આઠ અંગો જણાવ્યા છે.યમ,નિયમ,પ્રાણાયામ,આસન,સમાધિ,
ધારણા,ધ્યાન,પ્રત્યાહાર.

યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

નિયમ એટલે શૌચ, સંતોષ, તપ ,સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.પ્રત્યાહાર બાહ્ય લોભ મોહ,ભોગ વિલાસ છોડી અંતર્મુખી બની રહે છે.આસન એટલે શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાતની શરીરની સ્થિતિને આસન કહેવાય.

યોગનો ઉલ્લેખ ધાર્મિકગ્રંથો,આયુર્વેદમાં પણ કરેલો છે.યોગને ધાર્મિકતાની સાથે સાથે સ્વાસ્થ્ય સાથે પણ જોડવામાં આવે છે.પહેલાંના જમાનામાં ઋષીમુનીઓ યોગ 

    ધ્યાન એટલે પોતાની જાતને કોઈ વિષય પર લગાવીને રાખવી.પહેલાંના સમયમાં ઋષિ મુનીઓ તપસ્યા ધ્યાન કરીને ઈશ્વર સાથે પોતાનો વાર્તાલાભ કરી  શકતા,એવો ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે.ધ્યાન એટલે તન મનથી પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવી,જેનાથી ખોવાઈ ગયેલી માનસિક શાંતિ મળે છે.


             યોગ થકી મન ઇન્દ્રીયો ઉપર કાબૂ મેળવાય છે.એકાગ્રતા વધે છે.ખોવાયેલો આત્મવિશ્વાસમાં પણ પાછો છે.મન મક્કમતા અને એકાગ્રતા આવે છે.
પ્રાણાયામ એટલે પ્રાણવાયુ અને ઈન્દ્રિયો અને ભાવનાઓ ઉપર કાબુ મેળવો.આ પંચમહાભૂતથી બનેલા શરીરને ઉપર કંટ્રોલ રાખવો ખુબ સરળ છે પણ આત્મા ઉપર કાબૂ આ બહુ કઠીન છે.યોગીસિધ્ધ પુરુષો જ પોતાની આત્મા ઉપર યોગ થકી કાબૂ મેળવી શકે છે.

            આસનથી શરીર તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે.આસનથી શરીર લચીલુ તંદુરસ્ત અને રોગમુક્ત બને છે.મેદસ્વીતા અને આળસમાં ઘટાડો થાય છે.શરીર સ્ફુર્તિલુ બને છે.ધારણા એટલે શુદ્ધચિત્તે પોતાની જાતને ઈશ્વરની ભક્તિમાં લગાવવી.

સમાધીએ છેલ્લી અવસ્થા છે.ઈશ્વર સુધી પહોંચવાની આ છેલ્લી અવસ્થા છે.સમાધી અવસ્થાનો ઉલ્લેખ રામાયણ માં પણ આનો ઉલ્લેખ છે લક્ષ્મણજીએ સરયુ નદીમાં પોતાના શ્વાસ રોક્યા હતાં.માતા સતીએ પોતાના પોતાના યોગબળથી પોતાની જાતને અગ્નિમાં સમાવી દીધી હતી.
જેનાથી આ દેહ છોડી આત્મા પરમાત્મા તરફ પ્રયાણ કરે છે.

          યોગ મનની ચંચળતા દૂર કરે છે.માનસિક શાંતિ આપે છે.તનાવમુક્ત જીવન જીવવાનો સરળ રસ્તો છે.
હાલના જીવલેણ રોગ કોરોના અને બ્લેક ફંગસ અને માઈક્રોમાઈસીસ જેવા જીવનલેણ રોગ સામે રક્ષણ મેળવવાનો એક જ ઉપાય છે, પૌષ્ટિક આહાર અને યોગ,આસન,ધ્યાન,પ્રાણાયામ.

યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ....

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments