દિવાળી તહેવાર...
દિવાળી તહેવારનો મહિમા...
દિવાળીએ આનંદ અને ખુશીનું પર્વ છે.નાના નાનાથી લઈને મોટાઓ આ તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે.નાના બાળકોમાં નવરાત્રી પુરી થાય એવી જોરશોરથી દિવાળી તહેવારની આતુરતા હોય છે.ધનતેરસે લક્ષ્મી પુજન કરી સોના ચાંદી પુજાય છે.જેથી ધનની દેવી લક્ષ્મી સદા પરિવાર પર મીઠી નજર રાખે છે,માંની અસીમ કૃપા બની રહે છે.કાળી ચૌદસે માં મહાકાળી, કાળભૈરવને હનુમાનજીની પૂજા કરવાથી મનમાં રહેલા શત્રુઓનો વિનાશ થાય છે,સકારાત્મક શક્તિનો સંચાર થાય છે.તાંત્રિક કાળી ચૌદશના દિવસે મહાકાળી અને મહાકાલ ભૈરવની ઉપાસના કરી તેમને પ્રસન્ન કરે છે.
આસો વદ અમાસનો દિવસને દિવાળી કહે છે" આ તહેવારનું ઐતિહાસિક મહત્વ રહેલુ છે.રાવણનો વધ કરી ભગવાન રામ અવધમાં આવ્યા હતા તે દિવસે અસંખ્ય દિપપ્રગટાવી તેમનું સ્વાગત કરી ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.તે દિવસને દિવાળી તરીકે ઓળખવામાં આવ્યો અને આજ પણ આ પર્વની હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે."આ દિવસે અમાસની રાત પણ અંઘકાર મુક્ત બની જાય છે અને દિવાના અજવાળે આખી પૃથ્વી ઝગમગી ઉઠે છે.દિપ અંધકારનો નાશ કરી પ્રકાશ પાથરે છે.તે દિવસેમાં સરસ્વતીનું પૂજા કરવાથી વિદ્યા અને બુદ્ધિમાં વધારો થાય છે અને વેપારીઓ ચોપડાપુજન કરે છે.આ તહેવારમાં નાના બાળકોથી લઈ વડીલો આ પર્વની ઉજવણી કરે છે પણ આ વખતે કોવિડ 19એ લોકોનો આ ઉત્સાહ વેરવિખેર કરી નાંખ્યો છે.
શરદ પુર્ણીમાનો તહેવાર પૂરો થાય અને નવરાત્રીનો થાક પણ ન ઉતર્યો હોયને સ્ત્રીઓ દિવાળી પર્વ ના સ્વાગત માટે ઘરની સાફસફાઈમાં લાગી જાય છે,ઘર સજાવટની તો જાણે કે સ્પર્ધા ન લાગી હોય તેવો ભાસ થાય છે.બજારમાં પણ માનવ મહેરામણ ઉભરાવી આવે છે.ભાતભાતની મીણબત્તીઓ,સિરિઝ,અલગ અલગ શેપના દિવડાઓ,અને લાઈટીંગની રોશનીથી અમાસ પણ અંધકારમુક્ત બની જાય છે.અને દિવાળીના વધામણાં મીઠાઈ અને ફરસાણની સુંગધથી આખો મહોલ્લો મહેંકી ઉઠે છે.આ તહેવાર સૌના આનંદ અને હર્ષોલ્લાસ લાવે એવા શુભ આશિષ.
હિન્દુ પંચાગ અને ગુજરાતી મહિના અનુસાર દિવાળીની સાથે વર્ષની પુર્ણાહુતી થાય છે,અને બીજા દિવસને નવું વર્ષ તરીકે ઓળખાય છે લોકો વહેલા ઉઠી નાહી-ધોઈ,ઘરના કામ પરવારી નવા કપડાં પહેરી સજીધજી ભગવાનના આશીર્વાદ લઈ લોકો એકબીજાને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.નવાવર્ષમાં લોકો વેરઝેર નીજી ઝગડા ભુલી એકબીજાને નવા વર્ષેની શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષનું સ્વાગત કરે છે.મીઠાઈ,સાકર, ગોળ ,ખીર અને ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવી નવા વર્ષની ખુશી વ્યક્ત કરે છે.નવા વર્ષનું સ્વાગત નવી નવી ડિઝાઈનની રંગોળીથી કરવામાં આવે છે.આ નવું વર્ષ સૌ માટે ખુશીઓ લાવે ધન, ધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય તેવી મંગલકામનાઓ સાથે નુતન વર્ષાભિનંદન🙏
કારતક સુદ બીજને ભાઈબીજ તરીકે ઓળખવામાં આવે છે,આ તહેવારનું ઐતિહાસિક મહત્વ રહેવું છે."યમરાજ તેમની બહેન યમુનાજીને ત્યાં ગયાં હતાં તેમની બહેન યમુનાજી એ યમરાજને જમાડી તેમની યથાશક્તિ પ્રમાણે સેવા કરી,યમરાજ તેમની બહેનની સેવાથી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું સેવા કરી વરદાન માંગુ તો સેવાનું મૂલ્ય શું રહે માટે યમુનાજીને સંકોચ થયો પણ યમરાજે પ્રસન્ન થઈને કહ્યું બહેન કારતક સુદ બીજના દિવસને ભાઈબીજ ના પર્વ તરીકે ઓળખવામાં આવશે આજના પવિત્ર દિવસે ભાઈ બહેનને મળવા આવેલા ભાઈ ને જમાડી બહેન તેની પૂજા કરશે તે ભાઈનું અકાળે અવસાન થશે નહીં એ મારું તને વચન છે બહેન."તે દિવસથી આ તહેવારને ભાઈબીજ તરીકે ઓળખાય છે.
આ તહેવારમાં ભાઈ બહેનને મળવા આવે છે,બહેન ભાઈ ભાભીને જમાડી તેમની પૂજા કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ અથવા રોકડો વ્યવહાર કરે છે.
લાભ પાંચમના દિવસે ખાદ મુહુર્ત કરવામાં આવે છે,.દિવાળી વેકેશનમાં આવતા દરેક તહેવારો જીવનમાં કાઈને કાઇ શિક્ષા આપતાં હોય છે.ધનતેરસ લક્ષ્મીજીનું પુજનની સાથે સાથે જીવતી જાગતી હરતી ફરતી ગૃહિણી શક્તિ સ્વરૂપા કન્યાઓનુ સન્માન કરતા શીખવે છેકાળીચૌદશ શત્રુઓનો દ્રઢતા પુર્વક સામનો,મનમાં રહેલા કામ ,ક્રોધ, લોભ, મોહ,અદેખાઈ અને આતરિક તુચ્છ ઈચ્છા રુપી અસુર પર વિજય મેળવવાની શિક્ષા આપે છે.દિવાળી દિપક અંધકારનો નાશ કરી તેની જ્યોતિથી પ્રકાશ પાથરે છે તેમ આ દિપાવલી તહેવાર અજ્ઞાન રુપી અંધકાર નો ત્યાગ કરી જ્ઞાન રુપી પ્રકાશ પાથરવાનો મેસેજ આપે છે,કારતક સુદ એકમ એટલે નવું વર્ષ વેર ઝેર દુશ્મન વટ છળ કપટ છોડી મનની કડવાશ એકબાજુ મુકી સંબંધોમાં મીઠાશ લાવવાનું શીખવે છે. અને જીવનમાં કડવાશ ભુલી એકસુત્રમાં બંધાઈ જવાની શિક્ષા આપે છે,દિવાળી ના આનંદમય દિવસો ચુટકી માં કેવી રીતે પસાર થઈ જાય છે એની ખબર જ નથી રહેતી
સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યૂ યર
શૈમી ઓઝા" લફ્ઝ"
Comments
Post a Comment