ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ
મુક્ત મનની વાતો...
જીવન વળાંક ભાગ 3...
જીવનની ભાગદોડમાં કેટલું કેટલુય મેળવો છો ને કેટલું પાછળ રહી જાય છે.
ક્યારે કોણ કોને મળે છે,તમે કેટલું ગૂમાવો છો એના કરતાં કેટલું મેળવો છો એનો આનંદ અવિસ્મરણીય છે,સંઘર્ષ પછી મળતી સફળતા તમને ખુબ આનંદની અનુભુતિ કરાવે છે.
જેને રજુઆત કરવાના કોઈ શબ્દો જ નથી.નિસ્વાર્થ કર્મ કરો ફળ ઇશ્વર આપશે,આવું પવિત્રગ્રંથ શ્રીમદ્ ભગવત ગીતામાં પણ કહ્યું છે.
જીવનના યાદગાર ક્ષણો શરૂઆત.2016 ઘરેથી દૂર રહેવાનો સમય શરૂ થયેલો.
ઘણું બધું શીખવા મળ્યું.
બધા મિત્રો સાથે ખુબ મસ્તી કરી આજ પણ એ સમય યાદ આવે છે ને ખુશીઓ આંસુરૂપી છલકાઈ રહે છે.કેમકે હોસ્ટેલની જીંદગી સહકાર,સમધાન,લેટ ગો કરવું,પોતાના અંગત મતભેદોને પોતાના કામમાં સાથે ન આવવા દેતા કેવી રીતે પોતાના શોખમાં પરોવી રાખવી તે શીખવે છે.સૌને સાથે લઈ ચાલવાનું,ન ગમે તો પણ સમાધાન કરવું.પોતાની જાતની કાળજી જાતે લેવી,પોતાના જીવનના તમામ નિર્ણય જાતે લેવા.પોતાના ગોલ માટે સખ્ત મહેનત કરવી.અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખવું.
પોતાની જાત સાથે સતત સ્પર્ધા કરવી.આ ઈચ્છાનું તો શું છે?ક્યારેક અંત આવતો જ નથી.એક પછી એક ઈચ્છા જન્મે જ છે.પરંતુ દરેક ઈચ્છાને પુરી કરવા માટે સક્ષમતા કેવી રીતે કેળવવી.એ મને અમદાવાદે શીખવ્યું છે.
હવે મળીશું નવા અનુભવ સાથે....
Comments
Post a Comment