એક જ આશ...

શોપિઝેન ટુંકીવાર્તા સ્પર્ધા માટે 2021

                   
એક જ આશ....સામાજિક વાર્તા


                     આજે રવિવાર હોવાથી ઓફિસમાં રજા હતી તો રાહી પોતાના રૂમમાં આવતીકાલના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બનાવી રહ્યો હતો.રાહી પોતાના કામમાં જ મસ્ત રહેતો,એટલે જ તો આજુબાજુવાળા પોતાના છોકરાવને રાહીની જેમ ડાહ્યા થવા વારંવાર ટોકતા હતાં.તે ઘરમાં સૌ વડીલોનો પણ લાડકો હતો.અગ્રવાલ પરિવાર સમાજમાં ખૂબ મોભાદાર કુટુંબ કહેવાતુ.આ પરિવારનો સંપ ઉદારતાના આખાય સમાજમાં જાણીતું હતું.દિકરો રાહી ખૂબ આજ્ઞાકારી દિકરો હતો.બે બહેનો તેમના સાસરે સુખી હતી.લગભગ ભાવનાબહેન અને નિરજભાઈ  જવાબદારીમાંથી નિવૃત્ત થવા જ આવ્યા હતા.બંન્ને પતિ પત્ની વચ્ચે પણ સારો એવો વિચારમેળ હતો.આ જોઈ કોઈને પણ ઇર્ષા આવે એ સ્વાભાવિક છે.

                        રાહી બહુ સમજદાર અને ડાહ્યો છોકરો હતો.તે બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી સૌનો લાડકો હતો,બહેનો પણ તેના ભાઈ રાહીને અનહદ પ્રેમ કરતી.બંન્ને બહેનો મોટી હોવાથી તેમને સારા ઠેકાણે પરણાવી દીધી.તે બેઉ પોતાના લગ્ન જીવનમાં ખુબ ખુશ હતી.તેઓ તેમના સંતાનો સાથે ઉનાળુ વેકેશન મહાલવા આવી હતી.

                 રાહીને પણ તેના ભાણીયાંઓ માટે અપાર પ્રેમ અને લાગણી હતી.ભાણીયાંઓનું રાહી મામા રાહીમામા કરતાં મોઢું ન સુકાતુ.ભાણિયાંઓ આજે રાહીમામાના હાથે જમવાની જીદ્દ લઈ બેઠા હતાં.રાહી પણ તેમની જીદ્દને વશ થઈ ભાણીયાંઓને જમાડ્યા.

                        પરિવારના સૌ સભ્યો સાથે જમવા બેઠાં હતાં,હસી મજાક થાય તે સ્વાભાવિક હતું,"રાહી બેટા આવ ચાલ ત્યારે જમવા બેસી જા કામ તો થયે રાખશે...તુ જલ્દી આવ દિકરા..."ભાવનાબહેન આટલુ કહી દિકરાને બોલાવવા ગયાં.સૌ સભ્યો જમતાં જમતાં એવા તે કાય એવા વાતે વળગ્યા સમયનું કંઈ ભાન રહ્યું નહીં.આમને આમ દિવસ પસાર થઈ ગયો."અરે...ઓહ...
માય...ગોડ...મમ્મી...તારે મને મારા રૂમમાં જમવાનું આપી દેવુ..."આટલું કહી રાહી થોડો અકળાયો.

                "પણ...દિકરા...રાહી...શું...વાત છે...?આમ અન્ન નો તિરસ્કાર ન કરાય દિકરા ચાલ જમી લે તો...રાહી...જમવાનું તો પુરુ કર આમ અધૂરું છોડી ન ઊભો થા દિકરા"આટલું કહી ભાવનાબહેન તો  ગભરાઈ જ ગયાં.    

               "મમ્મી મારે કાલે નવા પ્રોજેકટ માટે પ્રેઝન્ટેશન આપવાનું હોવાથી હું એની હળાહળમા છું.મમ્મી કાલે શાંતિથી વાત કરશું...કંઈ ચિંતા જેવું નથી તું શાંતિથી જમી લેજે,હો...ને..."આટલું કહીને રાહી પોતાના રૂમ બંધ કરી કામમાં પરોવાઈ ગયો.

                ભાવનાબહેનને રાહી ખુબ જ બાધા માનતાઓથી થયો હોવાથી ખુબ વ્હાલો દિકરો હતો.રાહીને પરેશાન કે બેચેન જુએ તો ભાવનાબહેન આખુય ઘર ઊચું કરી દેતાં,પણ આજે એમની બગડતી તબિયતે સૌ સભ્યોને વિચારતા કરી નાખ્યાં.

                  ભાવનાબહેન દિકરાની ચિંતામાં જમ્યા જ નહીં.તેમને બદનસીબે ચક્કર આવી ગયા.ભાવનાબહેનની આમ અચાનક બગડતી જોઈ સૌ પરિવારના સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો.ચાલી રહેલી કોરોનાની ચાલતી મહામારીએ આ પરિવારની ધિરજ અને સહનશીલતા કઠોર પરીક્ષા કરી.

                ઘરમાં ચાલી રહેલો શોરબકોર જોઈ રાહી પોતાના રૂમની બહાર આવ્યો.મમ્મીની આવી હાલત જોઇ રાહી તો હેબતાઈ જ ગયો."એ...મમ્મી ઉઠી જા તારી આ હાલતનો જવાબદાર હું છું, તુ મને કંઈ સજા કર પણ આમ તું મૌન ન રહે,જો તને તારા આ દિકરાના કસમ છે,તું એકવાર વાત તો કર મારી સાથે,એ...મમ્મી એકવાર ઉઠ તો..."

               રાહીને આમ રડતો જોઈ આખાય પરિવારની હિંમત તૂટી ગઈ.
    
                    ભાવનાબહેનને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા આઈ.સી.યુમાં પેશન્ટ સિવાય કોઈ બીજું  પણ અંદર ન આવે તેની મનાઈ ફરમાવવામાં આવી.સૌ કોઈ "એક જ આશ" લગાડી બેઠાં હતાં.
આઈ.સી.યુ.નો દરવાજો  ખુલેને કંઈ સમાચાર મળે.

                 ડોક્ટરે પેશન્ટ ભાવનાબહેનનું ઓક્સિજન લેવલ માપ્યુ સ્ટેથોસ્કોપથી ધબકારા માપ્યા બાદ ચિંતા જેવું લાગ્યું.સ્ટાર્ફને આમ દોડાદોડી કરતા જોઈ,અગ્રવાલ પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો.

                   ડોક્ટરને ચિંતામાં આમ બહાર આવતા જોઈ પરિવારના સભ્યોની ધિરજ ખૂટી.ઘરનાં મોભી અને રાહીના મોટાબાપાએ ડો.આયૂષને પુછ્યા વગર ન રહેવાયું"કેમ છે મારી નાની બહેન ભાવનાને ઠીક તો થઈ જશે ને..."

             નર્સ વ્યાકૂળ પરિવારને ટાળતા કહે"અમે સમજી શકીએ છીએ,તમારા મનની હાલત...પણ ધિરજ રાખ્યા સિવાય કોઈ રસ્તો જ નથી.ધિરજ રાખો પેશન્ટની હાલત ખૂબ જ સિરિયસ છે,જો ઓક્સિજનનુ સિલિન્ડર જો ન મળ્યું તો પેશન્ટને બચાવવો બહુ મુશ્કેલ પડશે.ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક પણ આ હોસ્પિટલમાં નથી તો અમે વ્યસ્થા કરી રહ્યા છીએ ને...તો મહેબાની કરીને...અમને અમારું કામ કરવા દ્યો..."આટલી વિનંતી કરી નર્સ ડોક્ટરની મદદે પહોંચી ગઈ.

                   રાહી અને એની બંન્ને બહેનોના રોઈ રોઈ બૂરા હાલ થઈ ગયા.મોટા બાપા અને પપ્પા તેમના બાળકોને હિંમત પાઠવી રહ્યા હતાં પણ મનમાં એ પોતે પણ તૂટી ચુક્યા હતાં.સૌ કોઈને એક જ આશ...હતી...એ...ઇશ્વર હતી હવે તુ જ અમારા પરિવારને વેરવિખેર થતો બચાવી શકે છે."

                   સૌ કોઈ સભ્યો પ્રાર્થના કરવા લાગી ગયાં.હૈ ઈશ્વર તુ જ અમારા પરિવારને બિખરતા બચાવી શકે છે,તારા દરબારમાં જો અમારા માટે જરાય ન્યાય હોય તો અમારા પરિવારના આ સભ્યને બચાવજે."પણ ઇશ્વરને પણ મનમાં પ્રશ્ન થયો હશે કે કયાં પરિવારને આશીર્વાદ આપે અને કોને નિરાશાના આંસુએ રડાવે એ તો નિર્ણય એના વશમાં પણ નોહતો રહ્યો,પણ વિધાતા સામે એ ઈશ્વર પણ લાચાર હતાં.પણ ભક્તોની ભક્તિ પૂકાર સાંભળીને જો મદદે ન આવે તો ઇશ્વરનુંય ઈશ્વરત્વ લાજે બાપ...! 


                  ડોક્ટર આયૂષને સમાચાર મળ્યા કે"ઓક્સિજન સિલિન્ડર બહુ મુશ્કેલીથી મળ્યા.એટલે ડોક્ટરે જરાય સમય બગાડ્યા વગર ભાવનાબહેન અને બીજા કેટલાય દર્દીઓનો પરિવાર તેમના સભ્યો બચી જાય એવી આશ લગાડી બેઠા હતાં.

                   અગ્રવાલ પરિવાર ચાલતી પ્રાર્થનામાં સૌ બીજા દર્દીઓનો પરિવાર પણ જોડાઈ ગયો.સૌની પ્રાર્થના રંગ લાવી.ભાવનાબહેન અને તેમની સાથે એડમિટ થયેલા સૌ દર્દીઓને હવે રિક્વરી આવવા લાગી પણ ડો.આયૂષ દવે કહે"આતો અમારા માટે ચમત્કારથી ઓછું નથી.આજે તમારા સૌ પાસેથી અમને નવી શિક્ષા મળી કે ઇશ્વરથી મોટું કોઈ જ નથી આ જગતમાં અમે સૌ અભિમાનમાં ઘૂમતા રહ્યા અત્યારે સુધી,લોકોએ અમારા માટે સારા શબ્દ એવા શું ?વાપર્યા અમે તો પોતાને ઇશ્વર સમજી બેઠાં.પણ આજે અમારો વહેમ આજે ચુર થઈ ગયો,અમારી હોસ્પિટલને એક યશ અને કિર્તી આપી છે,ઇશ્વરથી મોટો કોઈ દાની નથી આ જગતમાં.ઈશ્વરનો ચમત્કાર જોઈ ડો આયુષના પણ હાથ શ્રદ્ધાથી જોડાઈ ગયા."

            પરિવારના સભ્યોના પ્રેમ અને હુંફથી ભાવનાબહેનની તબિયતમાં જલ્દી રિક્વરી આવી ગઈ.ગંભીર  બિમારીને હાર આપી તેઓ પરત આવ્યાં.કદાચ...અગ્રવાલ પરિવાર માટે આનાથી મોટો આનંદનો દિવસ તેમની દિકરીઓના લગ્નનો પણ નો હોઈ શકે!

                   શૈમી ઓઝા "લફ્ઝ"







Comments

Popular Posts