આર્ટિકલ; બે પેઢીઓને જોડતો સમજસેતુ
બે પેઢીઓને જોડતો સમજસેતુ
મસ્તી અને રમત ગમતથી વીતી જતી અવસ્થા એટલે બાળપણ.અસંખ્ય સપનાંઓ આંખે હોય,વડીલોની ઠપકા અથવા મારનો ડર હોય તે બાળપણ.માસૂમિયત ચહેરા પર છલકાતી હોય છે.તારું અને મારું,નાની નાની વાતમાં ઝગડા,મારામારી,રમતમાં અંચાય કરવી,
વાતવાતમાં રીસાઈ જવું,કીટ્ટા બુચ્ચામાં જ આ સમય વીતી જાય છે.ખબર જ નથી પડતી.વડીલો એજ તેમને સારા નરસાનો ખ્યાલ આપવાનો હોય છે. છોડ જ્યારે કુમણો હોય ત્યારે વાળીએ તેમ વળે છે,તેમ નાના બાળકો પણ કુમણા છોડ જેવાં જ હોય છે.જેમ વાળો તેમ વળે,પણ સમય જ્યારે હાથમાંથી નિકળે છે,ત્યારે બહુ મોડુ થઈ જાય છે,ત્યારે પસ્તાવવાનો વારો આવે છે.
વડીલો કડકાઈ પુર્વક અને બાળક યુવાનીમાં પ્રવેશે ત્યારે મિત્ર બનીને શીખવવાનું હોય છે.પછી થાય એવુ કે પાકા માટલે કાઠા ન ચડે!
નાનું બાળક કોરી સ્લેટ હોય છે,તેમાં સંસ્કારો મુલ્યો,સારા નરસાની સમજ તેનું ઘડતર તેનાં માતા પિતા અને વડીલો દ્વારા થતું હોય છે.જે વડીલ બાળકોની ગંભીર ભુલો જેવી કે ચોરી કરવી, કોઈને ઘાતક ઈજા પહોંચે એવું મારવું,બાળકની દરેક ભુલ પર જુઠ્ઠાંણાનો પડદો પાડી બાળકનો અપરાધ પર પડદો પાડે છે તે માતા પિતાને જીવનભર પછતાવવાનાં દિવસ આવે છે.ત્યારે સમય હાથેથી નિકળી જાય છે.બાળકને પ્રેમ કરવો એની ના નથી પણ બાળકની કુટેવો ભુલાવવા સોટી લેવી પડે તો પણ પાછી પાની કરશો નહીં.તમારી લીધેલી સોટી બાળકને જીવનમાં ઘણું બધું શીખવી જશે.
નાના હોઈએ ત્યાં સુધી નાની વાતમાં ઝગડા,
મારામારી ચાલી જાય છે.પણ આ આદત જો સુધારવામાં ન આવે તો તે ગંભીર સ્વરુપ ધારણ કરે છે,આ વાતની સાક્ષી આપણો પ્રાચીનત્તમ ગ્રંથ મહાભારત પૂરે છે.
દુર્યોધનએ જીવતુ જાગતુ દ્રષ્ટાંત છે,ધૃતરાષ્ટ્ર ચાહતા તો દુર્યોધનને અનીતિનાં માર્ગ પરથી પાછો વાળી શકતા હતાં,પણ ઉંચી મહત્વકાંક્ષા અને તેમની સાથે થયેલો અન્યાયનાં પ્રતિશોધનો કીડો તેમના મગજમાં સડવડતો હતો.શકુનીએ ભડકાવેલી આગએ બળતા માં ઘી હોમવાનુ કામ કરી રહી હતી.રાજયહીતની રાજનીતી છોડીને પૂત્ર મોહની જંજીરે બંધાયેલી કુટીલનીતી અને અંગત સ્વાર્થને વધુ મહત્વ આપવામાં આવ્યું,ને પરિણામએ આવ્યું કે કૌરવકૂળનો વિનાશ ધૃતરાષ્ટ્રે પોતાનાં ઘડપણની લાઠીને કાયમ માટે ગુમાવી,અને તેની દિકરીને વિધવાનું લિબાઝ આપ્યું એક પિતાની ઉચ્ચ મહત્વ કાંક્ષા અને મામાની શકુનીની કૂટિલનીતિએ.મહાકાવ્ય અને ભારતનો ઇતિહાસએ ભુલોમાંથી શીખવાની અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તેની પ્રેરણા આપે છે.
બાળકોને સારા સંસ્કારનું સિંચન કરો.બાળકોની દરેક વાતને હામાં હા મિલાવી કેટલા અંશે તે યોગ્ય છે? વડીલો દ્વારા બાળકની જીંદગીમાં થતો વધુ પડતો ચંચુપાત બાળકોને ગેરકાર્યો માટે પ્રેરે છે.
બાળકોને અપાતી વધુ પડતી સગવડ પણ બાળક માટે મીઠા ઝેર સમાન બની જાય છે.જ્યારે કપરી પરિસ્થિતિમાં આવે છે ત્યારે બાળક હિંમત હારી જાય છે.બાળક ખરાબ પરિસ્થિતિ સામે ઝઝુમી શકે તે માટે તેની હિંમત બનો.
સ્કુલમાં પ્રવેશે છે ત્યારે બાકીની ભુમિકા શિક્ષકો ભજવે છે,અને બાકીનું તે તેના મિત્રો પાસે શીખે છે.બાળકનો ઉછેરએ એક કળા છે,બાળકની માવજત પણ ફૂલની જેમ કરવાની હોય છે.એટલે જ તો કહેવાય છે કે બાળકએ ખીલતું ફૂલ છે.
ઘણીવાર એવું બનતુ હોય વડીલોની સતત ટકોર કરવાની આદત બાળક માટે કંટાળાજનક બની જાય,નવી પેઢી અને જુની પેઢી વચ્ચે તો આ શાબ્દિક યુદ્ધ થકી તો કલીયુગ નો પ્રારંભ થયો હતો.નવી પેઢીના બાળકોમાં સતત ભૂલો શોધવાને બદલે સારા ગુણો પણ શોધવા પ્રયત્ન કરો નવી પેઢી પર નકામીનું લેબલ લગાડીને ટાર્ગેટ લગાડવાને બદલે એકવાર અનુભવ અને ટેકનોલોજીનો ઉપયોગ એકસાથે કરીને જીવી તો જુઓ જીંદગી કેવી મજાની લાગે છે.તેમને ગમતી વસ્તુ અપાવવી પણ તેનો ઉપયોગ શામાં કરવો ,કેટલો કરવો અને ક્યાં કરવો તે પણ બાળકોને સમજાવવુ જ રહ્યું.જીવનમાં સુખ જ સર્ચસ્વ નથી હોતું,કોઇવાર દુ:ખનો પણ સામનો કરવો પડે છે, આ પરિસ્થિતિ માટે પણ બાળકોને સજાગ કરવા જોઇએ.
સ્કુલો કોલેજોમાંથી બાળક ઔપચારિક શિક્ષણ મેળવે છે અને બાકીનું શિક્ષણ જીંદગીમાં થતાં સારા નરસાં અનુભવોમાંથી શીખે છે.બાળકોને સાચવવા તેમને એટલો પ્રેમ આપવો જેથી બીજા કોઇ પ્રેમની જરુર ન પડે.અમુક માતા પિતાની એવી આદત હોય કે બાળક સાથે રમત રમતાં જાણી જોઇને હારીને બાળકને જીતાડે,કેમ બાળકને હારનો પણ અનુભવ કરાવો જીવનમાં દરેક વખત જીત જ મળે તે પણ જરુરી નથી હોતું,તમારી આ પહેલ બાળકોને અહંકારી અને વધુ પડતા અહમવાળા બનાવશે.બાળકોને એટલી સ્વતંત્રતા આપવી તેમને પોતાની જીંદગીનાં નિર્ણયો તે જાતે લઈ શકે.ક્યારેય બાળકો પર પોતાનો મત ઠોકી ન બેસાડવો તેનાં કુમળા માનસ પર ગહેરી અસર પડે છે બાળક વિદ્રોહી આચરણ વાળા થઇ જાય છે.જે મોટેથી બોલે અને ધાક ધમકી આપી પોતાનું ધાર્યું કરાવે તે વડીલ.કોઇ આપણી વાત ન માને તો બળથી મનાવવુ અથવા તો મારથી આ વાત તેના મગજમાંથી નિકાળવી બહુ મુશ્કેલ થઈ જાય છે.
હોશિયાર અને બુદ્ધિમાન જ બને તેવું હોતું નથી.દરેક બાળકમાં અલગ અલગ ખુબી હોય છે.જેવાં છે એવાં આપણા બાળકો છે,તેમ સમજી બાળકો સાથે વર્તવુ જોઇએ. અમુક માતા પિતાની આદત હોય કે બાળકો પર પોલીસની માફક જાસુસી કરવાની પણ સાવધાન વડીલ વર્ગ તમારી આ વૃતિ બાળકોને ખોટુ બોલવા માટે પ્રેરે છે.
જીવનમાં બાળક દરેક પરિસ્થિતિમાં અડગ રહે તેવી રીતે તેને ટ્રેનીંગ આપો,એક જવાબદારી કે બોજરુપે નહીં.બાળકોને મહાપુરુષોનાં જીવનચરિત્ર અને પુસ્તકોનાં વાંચન માટે પ્રેરો જેનાથી બાળકમાં સારા સંસ્કારનું ઘડતર થાય છે.બાળકોને સખ્ત પરિશ્રમ કરતાં શીખવો,બાળકને ઉદ્યમવાદી બનાવો નસીબવાદી નહીં,જે માણસ નસીબનાં ભરોસે બેસી રહે છે,તે જીવનમાં સઘળુ હારી જાય છે. આ વાત બાળકોને શીખવવાની જરૂર છે.બાળકને સાહસિક અને મજબૂત બનાવવું. જે સાહસ કરે છે તેજ આ દુનિયામાં ટકે છે,પછી જે પરિણામ આવે તે કુદરત પર છોડી દેવું.જે સાહસ કરતાં ડરે તેનું જીવન દયનીય બની જાય છે. વડીલ તરીકે આ હકિકત બાળકને સમજાવવી રહી.
ખલીલ જિબ્રાઇલે "બહુ સુંદર વાક્ય કહ્યું કે માતા પિતા બાળકોનાં ટ્રષ્ટિ છે માલિક નથી,સંસ્થામાં જયારે ટ્રષ્ટિ માલીક બની જાય ત્યારે સંસ્થાની વ્યવસ્થા ખોરવાય છે,જયારે માં બાપ બાળકોના માલિક બની જાય છે,કુટુંબનું વ્યવસ્થાતંત્ર ખોરવાય છે.સંતાનો અને માતા પિતા વચ્ચે અહમની દિવાલ ચણાઇ જાય છે.જેને તુટતા વર્ષોના વર્ષ બાળકોનાં ઉછેરમાં આ ઉક્તિ એટલો જ અગત્ય ભાગ ભજવે છે ." શૈમી ઓઝા "લફજ "
સિંચન......
"બાળક એ બગીચા નું ખીલતું ફુલ છે "અને બીજી ઉક્તિ આ બાળક એ ભગવાન નું રુપ છે.મોટે ભાગે આવા સુવિચારો માં બહુ સાંભળવા મળે છે.પણ પ્રશ્ન એ છેકે હકીકત માં આવું થાય છે ખરા? બાળક પોતાની વાત માને તો ભગવાન ના માને તો સેતાન મોટે ભાગે આજ રાજકારણ ચાલે છે,
ચોસઠ કળાઓ માંની એક કળા છે બાળક નો ઉછેર.જે પર થી બાળકો નું ભાવી નક્કી થાય છે.બાળકો ની માવજત પણ બગીચા માં રહેલા ફુલો ની જેમ કરવી જોઇએ.જીવન સારી પરિસ્થિતિ એ હરખાઈ ન જવું,ખરાબ પરિસ્થિતિ એ નિરાશ ન થવું, દરેક પરિસ્થિતિ માં ખુશ રહેવું આ બાળક ને શીખવવા ની જરુર છે.ઘણીવાર તો એવું બને છે કે માં બાપ બીજા બાળકો સાથે સરખામણી કરી કરી ને બાળકો ને માનસિક રીતે હતાશ કરી નાંખે,દરેક માં અલગ અલગ આવડત હોય છે.બાળક માં છુપાયેલી પ્રતિભા ને જાણી તેને તેમાં પ્રોત્સાહિત કરવું, હા જરુર પડે ત્યાં તેને પડી ઠપકો પણ આપવો,પણ એટલી હદે નહીં કે તેની અંદર છુપાયેલી માણસાઈ મરી જાય અને તે પોતાની જાત ને લઘુતાગ્રંથી થી પીડે. એક અભણ બાઈ પણ પોતાના સંસ્કાર અને ઉછેર થી સમાજ ને મહાન પુરુષો ની ભેટ આપે છે, જેમકે ગાંધી બાપુ,સરદાર વલ્લભભાઈ પટેલ,શિવાજી કિંમત માણસ ની છે કે તેના ઘડતર કે તેના માં રહેલી પ્રતિભા ની આ સમજવા ની જરુર છે.
દરેક માં બાપે શીખી જાય તો દરેક માં બાપ પોતાના દિકરા દિકરી ના માટે આદર્શ મુર્તિ બની જાય.
21મી સદી એ સ્પર્ધાત્મક સદી છે,તેમાં દરેક માં બાપ ને બાળકો પ્રત્યે ની અપેક્ષા ઓ વધી જાય છે, બાળકો તેમની અપેક્ષા પર ખરા ન ઉતરે તો તેમના ઉપર નકામા હોવાનું એક ટેગ લગાડવામાં આવે.એટલું જ નહીં તેને સગાં વહાલાં ના બાળકો સાથે તેને સરખાવવા માં આવે ત્યારે બાળકો અને માં બાપ વચ્ચે એક ઘૃણાની દિવાલ બની જાય, બાળક સારી પ્રગતિ કરે તો પોતાનું ન કરે એમાય માં બાપ વચ્ચે બાળક ને સ્વીકારવા માટે શાબ્દિક યુદ્ધ થાય.આમાં બાળક નહીં પણ પોતાની મુર્ખામી નું પ્રદર્શન કરે છે.એ પોતાની પરવરીશ અને ઘડતર ની ખુલ્લેઆમ લીલામી કરે છે
આ સમય ડિઝીટલ છે,આ સમય માં બધાં જ કામ સરળ અને ઝડપી બને છે,પણ વાત છે સફળતા તો તમને સખ્ખત પરિશ્રમે મળે છે,માં બાપે બાળક ને સમજાવવાની જરુર છે,અને જતાવવાની જરુર છે"બેટા દરેક પરિસ્થિતિ માં અમે તારી સાથે છીએ,તું મહેનત કર પછી તને જે પરિણામ મળે આપણે મળી ને કાંઈ રસ્તો નિકાળશું,તુ મહેનત કર ભગવાન તને ફળ જરુર થી આપશે,આ સમજાવવા ની જરુર છે.નહીં કે બાળક ને હતાશ કરી તેના હોંશલા ને તોડવાની.
રુઢીવાદી માં બાપ બાળકો પર પોતાની રુઢી ને જબરજસ્તી ઠોકી બેસાડે,બાળકો મુક્ત મને હવા માં ઉડાન ભરવા દેવાની બદલે બાળક ની પાંખો કાપે,તેમના મન માં એમ કે બાળકો નું અમે ઘડતર કરીએ છીએ,પણ તે ખરા અર્થ માં બાળકો ની કલાઈ કરે છે,ત્યાં બાળકો પર જબરજસ્તી પોતાના વિચારો થોપવા માં આવે,ત્યાં બાળકો નો વિકાસ રુંધાય છે,ત્યાં બાળકો પોતાને અસુરક્ષિત સમજે છે,બાળક આત્મહત્યા કરવા મજબુર થાય છે, કાંતો બે પેઢી વચ્ચે નફરત ની એક દિવાલ બની જાય છે.તે બાળકો ના ખરા દુશ્મન છે.
માં બાપ માં અમુક માળી પ્રકાર નાં પણ હોય છે, જે બાળકો ની ફુલ નાં છોડ ની જેમ તેની માવજત કરે,બાળકો ને સારા સંસ્કાર નું પણ સિંચન કરે છે,તેની સાથે બાળકો ને આગળ આવવા માટે સાથ સહકાર મળી રહે, બાળકો ને પ્રેમ અને પુરતી હુંફ પણ મળી રહે.બાળકો પોતાનો માનસિક વિકાસ પણ કરી શકે છે.બાળકો ને ત્યાં પોતાના વિચારો રજુ કરવાનો પુરેપુરો હક હોય છે,તે ઘર ખુશીઓથી છલકાતુ હોય છે.
બાળકો ને જીવન માં દરેક પરિસ્થિતિઓ થી વાકેફ કરવામાં આવે તો બાળકો નો માનસિક વિકાસ થાય છે અને સાથે સાથે દ્રઢ મનોબળ વાળા બને છે.
દરેક માં બાપ ના મોઢે આ વાક્ય સાંભળી મારું હૃદય રડી જાય છે,કે તુ ફલાણા ના દિકરા કે દિકરી જેવો કે જેવી નથી.તું આના જેવો કે જેવી બન આમ કરી કરીને બાળક ના મનેબળ ને શા માટે તોડે છે,એના માં રહેલ ક્ષમતા ને અવગણી પોતાનો મત બાળકને મન ઠોકી બેસાડી આનાથી બાળક પ્રગતિ નથી કરતું એનો માનસિક વિકાસ અટકે છે, તે પોતાના જ પરિવાર માં રહીને તે અસુરક્ષિત અને પોતાને નકામા હોવાનો ડર તેમને સતત કોરી ખાય છે.
પરિક્ષા ના ત્રણ કલાક એ કોઇની હોંશિયારી નથી નક્કી કરતાં, નિષ્ફળતા ના પડદા પાછળ સફળતા છુપાયેલી હોય છે આ વાત પહેલાં તો માતા પિતા એ સમજવાની જરુર કેમ કે દરેક બાળક ની ક્ષમતા હોય છે, અમુક બાળકો ને મહેનત છતાંય ઓછા ટકા આવે તો અમુક ને વગર વાંચે વધારે ટકા આવે એમાં પોતાના બાળક ને ઓછા ટકા માટે દોષી ન ઠેરવો.તમારા બાળક ની ક્ષમતા ને સમજો આ પરિક્ષા એ તમારી હોંશિયારી નથી તમે આખા વર્ષ નું ગોખેલુ તમે ત્રણ કલાક માં કેટલું
ઓકીં શકો છો એ જ નિરીક્ષણ કરવા માં આવે છે,આ હોંશીયારી નથી,બાળક ની અંદર છુપાયેલી પ્રતિભા ને બહાર લાવવા માટે તેને તમારા સાથ સહકાર ની જરુર છે.
બાળકો ને ભગવાન ને યાદ કરતા શીખવીએ સારી બાબત છે,પણ શ્રધ્ધા એવો વિષય નથી કે બાળકો ને જબરજસ્તી ધાક ધમકી થી કરાવી શકાય બાળકો ને ભગવાન નો આભાર માનતા શીખવવુ નહીં કે ભગવાન નાં મંદિર મસ્જીદે જઈને હાથ ફેલાવતા,દરેક પરિસ્થિતિ એ જે બાળક ખુશ રહે છે ત્યારે તેની પ્રગતિ ની શરુઆત થાય છે.આ બાળકો ને સમજાવવા ની જરુર છે" બેટા તારા ભીતરે જો તુ કરી શકે છે તારી અંદર એ ક્ષમતા બાળક ને હિંમત આપવી જોઈએ ,તુ જે વસ્તુ નો હકદાર છે એ તુ જન્મ ની સાથે લઈને આવ્યો છે,અને આમ નસીબ ના ભરોસે ન બેસ તું મહેનત પરિશ્રમ કર અમે
તારી દરેક પરિસ્થિતિ એ અમે તારી સાથે જ છીએ એવો અહેસાસ કરાવવો એ આપણી ફરજ છે.આપણે આમ કરીને જ બાળક ની નજરે થી ઉતરીએ છીએ.દરેક કપલ ને મારી વિનંતી છેકે તમે માં બાપ બનો એ પહેલાં પોતાનું બાળઉછેર કેવી રીતે કરાય તે માટે નું કાઉન્સિલીંગ અવશ્ય કરાવજો ,તમે તમારા બાળક માટે એક રોલ મોડૅલ બની જાશો.
ઘણી વાર આવા સુવિચારો પણ સાંભળવા મળે છે.દિકરા દિકરી એક સમાન પણ તમે હકિકત માં તમારા દિલ ને પુછો કે શું આવું હકીકત માં થાય છે. ના આ ખાલી તક્તિ માત્ર કિતાબ પુરતી સિમિત રહી જાય છે,
ને બીજું વાક્ય આ કે અમે અમારી દિકરી નો ઉછેર દિકરા ની જેમ કરીએ છીએ,એટલે દિકરા નો ઉછેર દિકરી ના ઉછેર કરતાં સારો હોય છે,પણ કોઇ માં બાપ ના મોંએ આ વાક્ય નહીં સાંભળવા મળે કે હું મારા દિકરા નો ઉછેર દિકરી ની જેમ કરું છું.મર્યાદા એ એક સંસ્કારી દિકરી ના લક્ષણ છે.પણ કોઇની મર્યાદા ની લાગણી સાથે ન ખેલાય આ સંસ્કાર આપનાર માં બાપ ઓછા છે.દિકરી ને બે તોલા સોનું ઓછું આપશો તો કોઈ નહીં કહે પણ તેને આત્મ નિર્ભર જરુર બનાવજો તો એની તક્તિ બદલાઇ જશે.તેને આપવા માં આવેલો દહેજ કામ માં નહીં આવે,પણ તેની આવડત અને તેની આત્મનિર્ભરતા તે સાસરિયા ના દિલ ને જીતી લેશે.દિકરા ને પણ શિષ્ટાચાર શીખવવા નું રાખો તેની થનારી પત્ની ને સાથ સહકાર ન આપે તો કાંઈ વાંધો નહીં પણ તેની સફળતા ની આડે ન આવે તો આવનારી વહુ ના તમે માનીતા સાસુમા બની જાવો.પોતાની પત્નીને તે મદદ કરે કે તેને તેના સપના પુરા કરાવે તો એમાં સાથ સહકાર આપે તો એની ઈજજત ઓછી ન થાય પણ આવનારી પત્ની તેને ભગવાન નો દરજ્જો આપે. આવા સંસ્કાર નું સિંચન દિકરા માં કરો તો કયાંય વૃદ્ધાશ્રમ નહીં જોવા મળે.માં બાપ બાળકો પ્રત્યે જો માલિકીપણા કરતાં મિત્રતા નો ભાવ રાખે તો બાળકો તમારા આજીવન ઋણી બની ને રહે.
શૈમી ઓઝા લફ્જ
Comments
Post a Comment