જીવનની ડાયરી....

જીવનની ડાયરી....

એય પ્રેમને જંગમાં બધું
પોષાય છે,મારે પ્રેમની મૌસમમાં મનમુકી ભિજાવવુ છે,જરા ધોધમાર વરસો ને,વરસાદ ની મૌસમ માંય કોરા રહેવું મને પોષાતુ નથી...

તમારે જીવનમાં આવુ જ હોય તો ઝરણાંની જેમ બેડીઓ તોડી ધસમસતા આવો વ્હાલમ,એય સમાજની મરજાદાથી બંધાયેલો બોજારુપ પ્રેમ દિલમાં ખંજર ભોકે છે,

આપ કહેતા કે લફ્ઝ સાથે જીવવું ગમશે,મને એવા ફોગટ વચનો તીરની જેમ દિલ વિધી આરપાર નિકળી જાય છે,એવા ભયંકર વચનો આપો ના તો સારુ છે,મને એક આપના દિલમાં એક રાઝ બનાવી રાખો તોય ઘણું છે,

દિલને વિરહે બાળી મૂકે,એવા મૃગજળ સમાન પ્રણયના ઝુનુનથી દુર રાખો
બહુ તડકી છાંયડી જોઈ છે,તમે ભલે ને એકપળ માટે આવો પણ મુશળધાર આવો,આમ આપનું ટીપે ટીપે આવવું લફ્ઝને પોષાતુ નથી.

જીવનરુપી અમુલ્ય ડાયરીમાં વિરહનો બળાપો લખી હું શું કરું,આવો ત્યારે એક પ્રણયનો રંગ લાવજો,એ રંગમાં રંગાઈ જવું મને ભાવશે.

બેન્ક બેલેન્સ આપની પાસે અખુટ છે,એની કોઈ શંકા નથી,તમે રાધા,રુકમણી નહીં બનાવો તો પણ ચાલશે,દિલમાં તમારી મૂરત સજાવી પ્રેમમાં ઝુરવાના કરારમાં આપના હસ્તાક્ષર જોઈએ મારે

વર્ષાઋતુ હોય કે ગ્રિષ્મની  હોય એનાથી શું ફેર પડે છે,લડી ઝગડીને પણ એકબીજાને સંભાળી શકીએ,એવો હકીકતરુપી
કોર્ટનો સ્ટે જોઈએ છે,જો તમે આવો કોઈ હક મને આપવાના હોવ તો કહો,
આ ફોગટ વચનોરુપી કાવાદાવા અમને મંજૂર નથી.

  શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts