આર્ટિકલ:તારા તસતસતા ચુંબનનો જાદુ

"તેરી બાતો કા સમંદર બડા અજીબ થા,અચાનક તેરા ચૂમકર ચલે જાના બડા સયાના લગતા હૈ,તેરી મસ્તીયા,અંજાની રાહો પર તેરા સાથ,તેરા વહ શરારતી ચુમ્મા મેરે દિલ મેં યુહી છપ ગયા હૈ,ઝેરોક્ષ કી તરહ...તેરે સંગ જીને કી તમન્ના હે હમ નવા તેરા મેરા સાથ અમર કર દો....

         શૈમી ઓઝા "લફ્ઝ"
      
   જે પ્રેમની આનંદ દાયક અનુભુતિ છે,જેને શબ્દોમાં વર્ણવવી શકાય નહીં...જે પ્રેમ વ્યક્ત કરવાનું એવું માધ્યમ છે જે જીવનભર યાદ રહી જાય છે.પ્રેમનુ આ ચરણ સબંધોને મજબૂત બનાવે છે,સંબંધો લોક થઈ ગયેલા સંબંધોને ખોલવાની ચાવી છે"કિસ",
શરીર પર યાદગાર છાપ છોડી જાય છે,જેને યાદ કરતાં ઉનાળામાં ઠંડીનો અનૂભવ થાય છે,રિસાયેલા પ્રિયપાત્રને મનાવવાની સરળ માધ્યમ છે.વૈજ્ઞાનિક ફાયદા પણ ઘણાં છે,બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.હ્રદયરોગ સામે રક્ષણ મળે છે,હોર્મોન્સમાં પણ પરિવર્તન આવે છે,ચહેરામાં નિખાર આવે છે.માનસિક તનાવ દૂર થાય છે,બેચેન મનને રાહત મળે છે.શરીરની થકાવટ દૂર થાય છે,રિલેશનશિપમાં અને સેક્સ લાઈફ સારી રહે છે.પ્રેમમાં વધારો કરે છે.બેજાન રિલેશનશિપમા પ્રેમના રંગ ભરવાનુ કામ કરે છે.બ્લડ સર્ક્યુલેશન વધે છે.દમના દર્દી અને હાર્ટપેશન્ટ માટે ફાયદાકારક રહે છે.
        ભાગદોડના સમયમાં ફિલ્મો અને વેબસિરિઝ થકી જે બતાવવામાં આવે અને વાસ્તવિક જીવનમા આવુ અનુસરણ ખુબ મુશ્કેલ છે.

     "કિસ ડે"જેની પર બહુ સાહિત્ય લખાય છે.વાર્તા ઓ,ફિલ્મોમાં આવા સીન બતાવવામાં આવે છે,શિલ્પકલાથી સજ્જ મંદિરમાં પણ આવી કોતરણી જોવા મળે છે, જેને જોઈ ટેરવું ચડી જાય, કાતો સૂગ ચડે,કાતો શરમ અનુભવાય.પણ કિસ એ કંઈ ખરાબ કે સૂગ ચડે એવી બાબત નથી પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ છે.પ્રેમની આનંદમય અનુભુતિ છે.કિસ ડે ને બસ સ્ત્રી પુરુષના પ્રેમ પૂરતો જ સિમિત કરવામાં આવ્યો છે.ને આજકાલ ઈન્ટરનેટ પર મળી રહેતું મટીરીયલ,પોર્ન સિરિઝ,અમૂક તો એવી વેબસિરિઝ આવે કે તોબા તોબા.જેને પરિવાર સાથે પણ ન જોઈ શકાય. કિસ ડે જેવા માસૂમ અને નિર્મળ દિવસને ગંદો અને અશ્લીલ ચિતરવાનુ કામ પોર્ન સાઈડ,હોલિવૂડની ફિલ્મો,બોલિવૂડની સૂગ ચડે તેવી ફિલ્મો કે જે ઘી હોમવાની ભૂમિકા ભજવે છે.
     રોમેન્ટિક જેવા લાગણીસભર શબ્દને બદનામ કરી રાખ્યો છે.
આ કિસ ડેને અશ્લીલ રીતે જોવામાં આવે છે,તે માનસિકતા બદલવાની જરૂર છે.
     કિસ ડે કોઈ પણ સેલીબ્રેશન કરી શકે છે, એમાં કોઈ સ્ત્રી પુરુષના રિલેશનશિપના સ્ટેજની જરૂર નથી હોતી.

પરંતુ ખોટું જ્ઞાન અને અધૂરી માન્યતાઓ બાળકો યુવાનોને ગોટે ચડાવે છે.પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.આજકાલ કોલેજના યુવક યુવતીઓમાં તો ડે સેલીબ્રેશનનુ વલણ જોવા મળે છે પરંતુ સ્કૂલમાંના કિશોર કિશોરીઓ પણ આ ડે સેલીબ્રેશનમાં પાછળ નથી હોતા.ગર્લફ્રેંડ બોયફ્રેન્ડ હોવા જોઈએ તેવી દ્રઢમાન્યતા ઘર કરી જાય છે.જો કોઈ ને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોય તો એની પાછળ સરતાથી ભાઈજી અથવા બહેનજીનુ સ્ટેટ્સ લગાડી દેવામાં આવે છે.જેને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોય તેઓ માનસિક બિમારીના ભોગ બને છે.પોતે કંઈ જ નથી તેવી લઘુતાગ્રંથિથી પિડાયા કરે છે.પરંતુ બાળકોને તમારા પ્રેમ હૂંફ અને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે.

સમય સમય સાથે ચાલવુ જોઈએ,બાળકોના સાચા મિત્રો એમના પેરેન્ટ્સ હોય છે.બાળકો સાથે મિત્ર બની બધા ડેની અહેમિત સમજાવવી જોઈએ,બાળકને સાચી સમજ આપવી જોઈએ.
આ ડે ને ખાલી વિજાતીય આકર્ષણ અથવા તો સ્ત્રી પૂરુષના પ્રેમસાથે જોડી જાણે અજાણે બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છીએ.
પોતાના યુવાનીના અનુભવો સંતાન આગળ શેર કરવા જોઈએ.બાળકો
ના મિત્ર બની તેમની સાથે ચર્ચા કરવી જ રહી.ઈન્ટરનેટ પરથી જે બાળકો જોશે એવું જ શીખશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જ.

       કિસ ડે અને પ્રેમના તો કોઈ દિવસ હોતા હશે.
આતો જીવનની પરમ અનુભૂતિ છે.જ્યારે બાળક નાનુ હોય તો મા તેને વાત્સલ્યભરી નજરથી તેને પ્રેમથી ચુમી આપે,તો પણ એ કિસ ડે જ કહેવાય.કોઈના નાના બાળકને ખોળે લઈ પ્રેમથી એને ચૂમીએ એ પણ કિસ ડે જ કહેવાય.એના માટે 13 ફેબ્રુઆરી જ શુ કામ.

    પરંતુ ફિલ્મોમાં જેમ દેખાડવામાં આવે છે,તે સાચું અને યોગ્ય છે.
તેનું આંધળુ અનુકરણ આપણે જાણે અજાણે કરતાં થયા છીએ.જે આજીવન એકબીજાને વેચવાની અને અનુભવવાની જરૂર છે.
એના માટે વર્ષેના બે દિવસ પુરતું શું કામ આ બાબત સમજ નથી આવતી.

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts