વાર્તા:એક મજબૂત ડોર

એક મજબુત ડોર.....

      કિરણ અને કમલ બંને બાળપણમાં સાથે રમેલાં,પ્રાથમિક શિક્ષણ સાથે લીધેલું,પણ માધ્યમિક શિક્ષણ અર્થે બંન્ને એ બહાર જવું પડ્યું.બેઉ મિત્રો અલગ પડી ગયેલાં,બંને દસમાની બોર્ડની પરીક્ષા પુર્ણ કરીને પોતાના ગામડે આવેલાં પરીક્ષા પુર્ણ થયાનો આનંદ ચહેરા પર છલકાતો હતો.અને બીજી ખુશી તેમની જીંદગી રુપી દરવાજો ખટખટાવી ને બેસી હતી.
    
        ગામ માં કિરણ પહેલી એક છોકરી હતી જે શહેર માં અભ્યાસ અર્થે બહાર ગઈ હતી,ગામ માં બધી જ દિકરીઓ આઠ થી ઉપર નહતી ભણી.કેટલાંય ના લગ્ન થઈ ગયેલા તો કેટલીક ને બાળક પણ આવી ગયેલા.
બધાંય કિરણ ના લગ્ન ની ઉત્સુકતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા.

      કિરણ એની માતા ને ઘર કામ માં મદદ કરી રહી હતી, તેના ઘર માં તેના પાડોશી એક બા બેસવા આવ્યા. અને કિરણ ની માતાને કહેવા લાગ્યાં,

" અલી સવલી તારી છોડી તો માથે પાણી રેડતી થઈ ગઈ અમને ગોળધાણા ક્યારે ખવડાવીશ, જવાન છોડીને સાચવવી એતો બહુ અઘરુ છે હોં,છોકરીઓ ભણવાના બહાને છી મને તો બોલતાંય લાજ આવે છે,પણ આપણી કિરણ તો બહુ ડાહી ને સમજુ છે,એતો મેં જોઈ લીધું હોં, "

      કિરણ ની માતા કિરણ ના વાળ સહેલાવતાં કહે છે કે મારી દિકરી પર મને પુરો ભરોસો છે,અને એને કોઈ પણ ગમશે તો પણ પહેલાં મને આવીને કહેશે,મારી કિરણ ભણવા સિવાય બીજા કશાય માં ધ્યાન નહીં આપે મને એટલી તો ખબર જ છે, હું ભલે નથી ભણી પણ મારી દિકરી અમારા કુંટુંબ નું નામ ઉજાળશે."

      "સવલી જોજે તોય ધ્યાન રાખજે,
કિરણ ની માતા છંછેડાય છે ને કહે છે બા મારી દિકરી ને જે કરવું હશે તે કરશે,મેં એને સંપુર્ણ આઝાદી આપી છે, પણ તમે ભગવાન ના ભજન કરો.તમને આ ઉંમરે કોઈના ઘર માં આવી રીતે દખલ કરવી શોભા નથી દેતું.
રામ રામ જપો જે તમારા પાપ કપાય તે. આમ ભગવાન ના ભજન કરોને બીજા ના ઘર માં ઝગડા કરાવો તમને લાજ નથી આવતી આ ઉંમરે બા જોવો મારી પારેવડાં જેવી કિરણ રડે છે,તમે જાવ બા અહીંયા થી.

     ભલે વહુ ભલાઈ નો આજકાલ તો જમાનો જ નથી રહ્યો.બા આ વાક્ય બોલી ને ત્યાંથી રવાના થાય છે."

   કિરણનું દસમા ધોરણનું રિઝલ્ટ આવે છે, તે 90℅સાથે પાસ થાય છે.તે આખા ગામમાં પહેલી આવે છે.તેના ઘરમાં આનંદ ઉલ્લાસ હોય છે,આ વાત કમલના પરિવાર ને ખબર પડતા ખુશી નો પાર રહેતો નથી.કમલનું કુટુંબ આખા ગામમાં પૈસાદાર કુટુંબ ગણાય છે.આખા ગામમાં તેના પરિવાર ની યશ અને કિર્તિ હોય છે,કમલ પણ સારા ટકા એ પાસ થાય છે.કમલનો પરિવાર કમલ માટે કિરણ નો હાથ માગવા જાય છે,કમલ ને કિરણ પહેલેથી જ પસંદ હોય છે,અને તેનો પરિવાર તેના માટે કિરણ નો હાથ માગવાં જાય છે,તેને તો મન ભાવતું હતું ને વૈદે કીધું.તેનો પરિવાર કિરણ ને જોવા ગયો,કિરણે બધાંયની આગતા સ્વાગતા કરી,બધાંયને કિરણ ગમી,

    તેની માતા એ પુછ્યું કિરણ તને આ ઘર ગમ્યું દિકરા નહીં તો દિકરા તારા માટે અમે રાહ જોવા તૈયાર છીએ,
કિરણ કહે માતાના ચરણ સ્પર્શ કરતાં કહે છે કે માં તમને જે યોગ્ય લાગે તે કરો,તમે જે કરશો તે સારું જ કરશો,એતો મને ખબર જ છે.

    કિરણના ચહેરા પર યુવાની છલકાતી હતી,તેનું નાક અણિયારું બની ગયું હતું.તેના ચહેરા પર એજ શરમ છલકાતી હતી.કે જે તેની યુવાની તરફ સંકેત કરી રહી હતી.

     કમલ ના ચહેરા પર મુછો નો એક દોરો,આછી કુંણી ઉગેલી દાઢી અને અવાજ માં ઘેરાપણું તે યુવાન હોવાના સંકેત આપતું હતું.

     આજે લાભપાંચમ નો દિવસ હતો,ગોળઘાણા વેચાતા હતાં.પહેરામણીઓ પેરાતી હતી.બંને વેવાઈ ને વેવાણ બંન્ને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.શું એ દિવસો હતા નાનપણ માંજ માતા પિતા એ ભેગાં કરેલાં હવે બંન્ને અભ્યાસ ના કારણે અલગ થયેલા.એક ઉત્તર તો એક દક્ષિણ માં બંન્ને પ્રેમીઓનો મેળાપ હવે ઓછો થઈ ગયો.બંને રજાઓમાં જ એકબીજાને મળી શકતાં.નાનપણ માંજ એકબીજામાં પરોવાઈ ગયેલાં નાનપણમાં થયેલા સગપણથી તો તેમના પ્રેમની શરુઆત થયેલી.

       

     એમ કરતાં કરતાં બંન્નેનું બારમું ધોરણ પુરુ થયું કરીને કિરણ મેડીકલ કોલેજ માં એડમીશન  મેળવ્યો અને કમલ એ એન્જીનિયરીંગ કોલેજ માં.

      એ જમાના માં ઇન્ટર નેટ અને ફોન ન હતા.એટલે એકબીજા સાથે મળવાનું પણ કોઈ પ્રસંગોપાત જ મળવાનું થતું.બંન્ને પત્રો દ્વારા વાત કરતાં.પોતાના પ્રેમ ની રજુઆત કરતાં,પત્રો પણ બહુ મોડા મળતાં અને આ બંન્નેની બેચેની માં વધારો કરતાં,તેમની આ વ્યથા ના કહેવાતી ના સહેવાતી,કિરણ ની આ હાલત જોઇ તેની માતા થી ન જોવાતી,દિકરીને માતા બંન્ને વચ્ચે સખીપણા ના સંબંધ હતાં,માતાના સહકારથી તો કિરણ સારી એવી ડોક્ટર બની હતી.

        કિરણને ઉદાસ પહેલી વાર જોઈ હતી,માતા એ પુછ્યું કે બેટા કિરણ તને શું ઓછું આવ્યું દિકરા,કમલ કુમારે કહીં કહ્યું? તો મારો દિકરો કેમ રડે છે,પતિ પત્ની વચ્ચે તો થોડી ખટપટ થાય બેટા આમ ઉદાસ ન થવાય આવા ખટરાગો જ પ્રેમમાં વધારો કરે છે.કિરણે કહ્યું મમ્મી એમ વાત નથી પણ તુ સમજ ને મમ્મીએ દિકરીનો કાન ખેંચીને મીઠો ઠપકો આપતાં કહ્યું
      ઓહો દિકરી તમે કહોતો સમજ પડેને અમને તમારા જેવા જુવાનીયાંઓની થોડી ભાષા સમજ આવે.મારી દિકરીતો યુવાન થઈ ગઈ અને સાસરીમાં જવાતો થનગની રહી છે,બેટા બધુ સારાં વાના થઈ જાશે તુ અમારા અને ઠાકોરજી પર વિશ્વાસ રાખ.સવિતા મજાકિયા અંદાજમાં કહે છે એ દિકરી...કિરણ હવે તારા રાહ જોવાના દિવસો ખતમ થયા,હા કિરણ તુ અમને સાસરીમાં જઈને ભુલી ન જાતી.કિરણના ચહેરે  શરમની લાલીમા છલકાઈ છે.તે મમ્મી ને પ્રેમથી ભેટતા કહે છે. મમ્મી શું તુ પણ મને રડાવીશ કે શું?હવે બંન્નેના પરિવારે હવે ગોરબાપાને બોલાવી લગ્ન માટે મુહુર્ત જોવડાવ્યું ને ઘડીયા લગ્ન લેવાયાં,વસમી વિદાય પછી બંન્ને પ્રેમીપંખીડાઓ હવે સદાયને માટે એક બની ગયાં,ચંદ્ર ઢળતાં ની સાથે બંન્ને યુગલ એકબીજા ને પ્રેમભર્યું આલિંગન આપીને એકમેક માં સમાઈ ગયાં, જીવન ની શરુઆત થઈ લગ્નનાં બે વર્ષ વીતી ગયાં.એમનું લગ્ન જીવન ખુબ સુખી હતું,અને તેમને બે બાળકો પણ છે,છતાં પણ તેમના પ્રેમમાં  કંઈ ફેરફાર નથી,એમને એમ એજ નટખટ નાદાન માસુમ પ્રેમ કે જે કૌમાર્ય અવસ્થામાં હતો,તેવો જ પ્રેમ તેમને વૃદ્ધાવસ્થા માં પણ અકબંધ રાખ્યો હતો.બંન્ને બાળકો પોતાની જીંદગી માં સેટલ થઈ ગયાં છે.

       બાળકો ના ઘરે પણ બાળકો છે, બંન્ને વહુઓ પણ તેમની સેવા કરે છે, દિકરી થઈને રહે છે, ઘર ની જવાબદારીઓ વહુ દિકરા ને સોંપી તે ઘરબાર ની ચિંતા માંથી મુક્ત થયાં છે, તે ભજન સત્સંગ માં જાય છે, ને પ્રભુના ભજન કિર્તન કરીને વૃદ્ધાવસ્થા વિતાવે છે,એક દિવસ વૃદ્ધ યુગલ હાથમાં હાથ પરોવી બંને બગીચા માં બેઠાં હતાં,બંને પોતાના ભુતકાળ માં ખોવાઈ ગયાં હતાં,પોતાની જીવન ની આ રંગીન અવસ્થા ને યાદ કરીને એકમેક ને આલિંગન આપીને સંતાનો અને પૌત્ર પૌત્રી ના આદર્શ દાદા દાદી બની ગયાં છે તેમના સંતાનો માટે સુખી લગ્નજીવન ના જીવંત દાખલો છે.

 
      

શૈમી ઓઝા "લફ્જ"


Comments

Popular Posts