નવલકથા:યુવાનીનાં રંગીન સપનાં
પ્રકરણ: 2 રુહાનીનો કડવો ભુતકાળ.......
રુહાની નું સાચું નામ ભુલાઇ ને આ ઉપનામ થી તે ઓળખાવવા લાગી 'હાથમાંથી નિકળી ગયેલી દિકરી'.બે દિકરાઓ પર એક દિકરી તેમને કેટલીય બાધાઓથી મળી હતી,એટલે મમ્મી પપ્પા એ તેનો ઉછેર રાજકુમારીની જેમ કર્યો હતો.તેના મમ્મી પપ્પા પોતાની દિકરી ને બેસ્ટ જીવન આપવા માંગતા હતા. માતા પિતા દિકરીના જીદ્દીપણા ને લઈ બહુ ચિંતીત હતા.પિતા પોતાની દિકરી વિરુદ્ધ કોઈને બોલવા જ ન દેતા, રુહાની ના ઉછેર ની સાથે માતા પિતા એ સંસ્કાર નું પણ સિંચન કર્યું હતું,પણ સંસ્કાર ના નામે દિકરી ના નામે દિકરી પર ઘણાં બંધનો લાદ્યાં હતાં.રુહાની અઢાર વર્ષ ની થઈ ગઈ. માસુમ નટખટ પરી નો વિકાસ રુંધાઈ ગયો,પણ તેના ઘર ની પરિસ્થિતિ એ રુહાની ને જકડી રાખી હતી.
રુહાની કોલેજ જોત જોતા માં આવી ગઈ,તેને પણ તેના મિત્રોની માફક બિંદાસ્ત અને આઝાદ જીવવું હતું.પણ તે રુહાની સામાન્ય પરિવાર માંથી આવતી હતી.તેને પણ તેના અમીર મિત્રો ની જેમ તેના પણ શોખ અને સપનાંઓ ઉંચા હતા શોખ પણ મોંઘા હતા, પણ તેના કુંટુંબ માં કમાનાર તેના પિતા જ હતાં,એટલે પોતાના શોખ માં તેને કાપ મુકવો પડતો,કરકસર થી જીવન પુરુ કરવું તેને આ વાત ન પચી નહીં.પોતાના શોખ કેવી રીતે પુરા કરવા તેના અમીર મિત્રો સમક્ષ પોતાની જાત ને કેવી રીતે પબ્લિસ કરી શકાય,તેણે પોતાનો વિકાસ કેવી રીતે કરાય તે માટે નું મિશન શરુ કર્યું.
એમાંય તેના પાડોશીઓ આવી આવીને તેના માતા પિતાને કાનભંભેરણી કરતાં કે જુવાન દિકરી પર મમ્મી પપ્પા નો કાબુ તો હોવો જ જોઇએ",તેને બહુ છૂટછાટ ન અપાય નહીં સમાજ માં લોકો વાતો કરે.આ વાત તેમના મગજ માં આકાશવાણી ની જેમ વસી ગઈ હતી.
તેને પોતાની માટે નોકરી શોધી લીધી,માટે તે પોતાના મોજ શોખ પુરા કરી શકે તેના માતા પિતા ની લાખો ના હોવા છતાં તે પોતે મક્કમ મન રાખી ઇન્ટર્યુ આપવા ગઈ.
રુહાની તેની પ્રમાણિકતા ને હોશિયારી થી તે સિલેક્ટ પણ થઈ ગઈ.એ પગાર પોતાનો ઘર ખર્ચ અને કોલેજ ની ફી માં જ પુરો થઈ જાય છે.તેમાં તેને પરિવાર નો કોઈ સાથ સહકાર ન હતો.
રુહાની તે સંસ્કારી ની સાથે બહુ જીદ્દી મનોવલણ વાળી હતી.તે કોઇ પણ હાલતમાં પોતાનું ધાર્યું કરીને જ રહેતી.રુહાની ને પોતાનું ધાર્યું કેમ કરાવવું તે આવડત તેના માં સારી હતી.આ દિકરી પર ભારણ એટલું હતું કે પોતે પૈસા કમાતી છતાંય તેને પોતાના શોખ પુરાં કરવા માટે હાથ ફેલાવવો પડતો. તેને માતા પિતા તરફ થી કોઈ સાથ સહકાર ન હતો,પણ સમાજ તરફ થી મળતાં બંધનો જરુર હતાં.
રુહાની નિર્દોષ હતી પણ તેને તેની આ પરિસ્થિતિ એ લાચાર કરી નાંખી હતી. મરજી મુજબ જીંદગી જીવે છે,તેમાં ખોટું શું છે,રુહાની પોતાની મરજી થી જીવે એ વાત એમને કોઈ કારણે મંજુર ન હતી, ડાહી દિકરી ની વ્યાખ્યા એ "કે જે માતા પિતા ના પડ્યા બોલ ઝીલે તે તેમની મરજી વગર એક પગલું પણ ન ભરે. તે માટે તેને માતા પિતા તરફ થી સતત આગ્રહ રહેતો.તે રુહાની ને મંજુર ન હતું.એક ડાહી સમજદાર દિકરી જુના જમાના ની રુઢીઓનો ભોગ બની હતી.આ જુનવાણી સમાજ અને પરિવાર થી થતાં સતત દબાણ નું દિકરીના સપનાં પુરાં કરવા માટે રોકતો હતો,પણ રુહાની બહુ મહત્વ કાંક્ષી યુવતી હતી.તેનાં માટે સમાજ પરિવાર એક બાજુમાં પહેલાં તેનું કરિયર હતું, તે બધાંયની હકિકત જાણી ચૂકી હતી,કે સમાજ કે માત્ર પૈસા અને નામના નો પૂજારી છે.પણ ખરાબ સમયે કોઈ આપણું નથી હોતું.
જે હકીકત તેને જીવન ના સંઘર્ષ થકી મળી હતી. પણ તેને સમજવા વાળું કોઈ જ હતું. સૌ પોતપોતાની વાત પર અડગ હતાં.એમાં ભોગ રુહાની નો લેવાતો હતો.દિકરી મોર્ડન કપડાં ન પહેરી શકે,દિકરી પોતાની મરજી મુજબ ન જીવી શકે,રુહાની ને પુરુષો જોડે દોસ્તી નહીં કરવાની આ બધી ટોકાટોક તેને ખુબ જ ખૂંચતી.
Comments
Post a Comment