કાવ્ય:રંગમંચ દિવસ....

રંગમંચ દિવસ...

જીવન એક રંગમંચ ભુમિ
છે,આપણે સૌ આવ્યા મજાથી પોતપોતાની ભૂમિકા અદા કરી ઈશ્વર ની શરણે જાશું,

કોઈ નિભાવે વકીલ નુ પાત્ર, કોઈ નિભાવે સાચા સજ્જન નુ પાત્ર,કોઈ કપટી પ્રપંચી બને,એમાં નથી દોશ એનો,આ નાટક છે મજાનું પુર્વ જન્મને આધીન તૈયાર થાય છે,

ચહેરા પાછળનો ચહેરો
અનેક રહસ્યો ખોલે કોઈ
આત્મિયતાનો પ્રપંચ રચી 
સંબંધોની મજાક કરી જાય
આ રંગમંચ મા જેને પોતાના માનો એ તમને ધૂળના કરી ચાલ્યા જાય છે.

આ રંગમંચ ને સક્રીપ્ટ નિર્માણ કરનાર ઈશ્વર છે,
તો પછી નિર્ભય થઈ જગમાં વિસરો,પણ કરી શું શકીએ વિધાતા સામે છીએ લાચાર પાત્ર તો આનંદે નિભાવો કે શોકે 
બે બાબતો એક જ છે...
સૌ મિત્રો સાથે હળીમળી રહીએ,

રંગભુમિ છોડી આપણે એક દિવસ ડાયરેક્ટર એવા પરમેશ્વર પાસે જાવાનુ છે,એકલા આયા ને એકલા જ જવાનું છે.
રંગભુમિ મંચની શુભેચ્છા ઓ....


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts