નવલકથા:યુવાનીનાં રંગીન સપનાં
પ્રકરણ: 1 રુહાની નું વર્ણન....
એક સોળ વર્ષ ની કિશોરી જે રંગે ઉજળી,ભીનેવાન,પાતળી કમર,ગોરો,ભરાવદાર ચહેરો,દાડમ નાં દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,કાળા ચમકતાં લાંબા વાંકડીયા વાળ,ગુલાબીની પાંદડી જેવા હોઠ,તેની ભુરી ગોળ ચમકદાર સોનેરી આંખો તેની આ સુંદરતા આંખ ને ગમે તેવી રમણીય હતી.આ પરી નું નામ હતું રુહાની,તેનું આ નકશીક સુંદર સોહામણા રુપને જોઈ લોકો ને ભાસ એવો થાતો કે આ સૌંદર્ય ની મુર્તિ બનાવવા માટે ભગવાને ચોકકસ સમય ફાળવ્યો હશે.તેનાં મધૂર સ્મિત થી જાણે પૂનમ નો ચંદ્રમા સોળેકલા એ ખિલ્યો હોય !આ ચંદ્રમાને નિહારવા માટે તો યુવાનો તરસતા હતાં.તેનું આ વ્યક્તિત્વ એક મોડેલ ને પણ ફિક્કી દર્શાવે તેવું મોહક અને નયનરમ્ય હતું.રુહાની આમ કાંઈ યુવાન ના હાથ માં થોડી આવે તેને પોતાની જાત ને આ બધાંય ચક્કર થી દૂર રાખી હતી.તે કોઈ યુવાન ને મચક ન આપતી,એ ભલી ને એનું કામ.પોતાની જાત ને કેવી રીતે લોકો સામે સફળ બતાવવી એ તેનું લક્ષ્ય હતું.તે માટે તે યથાર્થ પ્રયત્ન કરતી હતી.
તે સ્વભાવે, ચંચળ, તેની આંખ માં આકાશ આંબવાના સપનાં ઓ તેની આંખો માં દેખાતાં હતાં.કાંઈ કરી બતાવવા નો ઝુનુન હતો.
તે ભણવા માં તો તે પહેલે થી જ હોંશીયાર હતી,પણ તેના સમાજ માં એવો રિવાજ હતો કે દિકરી અઢાર વર્ષ ની એટલે લગ્ન માટે માંગા આવવા લાગે.રુહાની આમ કાંઈ હાથ પર હાથ ધરીને બેસી રહે તેવી યુવતી ન હતી.
Comments
Post a Comment