આર્ટિકલ:ગીતારાની ફિલ્મ રિવ્યૂ
ફિલ્મ રિવ્યૂ:2
મેડમ ગીતા રાણી...રિલીઝ ડેટ:5-7-2019
-----------------------------
કથાવસ્તુ:(એક પ્રભાવશાળી મહિલા પ્રિન્સિપાલના વ્યક્તિત્વને આવરી આ ફિલ્મ બનાવવામાં આવી છે.)
આ બોલિવૂડ ફિલ્મ તમિલ ફિલ્મ રાતચાસીમાંથી ડેબ્યુ કરી છે.રાતચાસી એ તમીલ ફિલ્મ છે,જે ખૂબ જ મશહૂર છે.બોક્સ ઓફિસમાં તેમને 3કરોડનું રોકાણ કર્યું છે.આ ફિલ્મ સૂપર હીટ ગઇ છે.ગીતા રાનીની આ સુંદર છબી દરેકને ફેન્સના દિલમાં આદર્શ તરીકે વસી ગઈ.
કામ કરનાર એક્ટર એક્ટ્રેસ:મેઈન કેરેક્ટર મેડમ ગીતા રાનીની ભૂમિકા ભજવનાર,જ્યોતિકા આચાર્ય સનાના,અરુણ દાસ(પોલીટીશીયન),
માસ્ટર કમલ,માથેવ ર્વયેસખ,કવિતા ભારથી(હેડમાસ્ટર),
નિતિષ વીરા(રામાલીન્ગલના ભાણિયા)
પૂર્ણિમા જયરામ(સુશીલા),સત્યમ(પી.ટી.ટીચર)મેથેડ વર્ધીસ(કલેક્ટર),નાગેન્દયુ ગીતા રાનીના પિતા
પ્રોડ્યુસર:s.r.prabhu&s.r.prakash,BABU,, aravend raj baskaran(executive producer)
મ્યુઝિક:લિરિસિસ્ટ(ગૌતમરાજ),R.A.thankodi,brindashiv kumar ,rahul nambiar,seanrolden ,Srinidhi's,bama bakya,Sean roldan,
કેમેરા અને ઈલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટ ગોકુલ બેન્જોય,
સાઉન્ડ ડિઝાઈનર:T.vdayakumar.
એડિટર:ફિલોમીન રાજ
કોસ્ચ્યુમ ડિઝાઈનર:પુર્ણીમા રામાસ્વામય,
કોરિયોગ્રાફર:સેન્ડી
માર્કેટિંગ પબ્લીસીટી,
જોહન્સન(પબ્લિક રિલેશન ઓફિસર)
સ્ટુડિયો:S.M.sirajudeen
ફિલ્મ સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડ્યુસર:ગૌતમરાજ.
મ્યુઝિક:Sean rolden
ભાષા:તમીલ
ફિલ્મકોનસેપ્ટ:રાતચાસી
એડીટીંગ by:ફિલોમીન રાજ,
પ્રોડક્શન કંપની:ડ્રીમ વોરીયર્સ પિક્ચર,
દેશ:ભારત
ફિલ્મનો રનીગ ટાઈમ:136મિનિટ
ફિલ્મ રેસિયો:સુપર હીટ ફિલ્મ
કોઈપણ ફિલ્મ સૂપર હિટ જાય છે ત્યારે એના પાછળ આટલા લોકોની સરખી ભૂમિકા રહેલી છે,પણ શ્રેય એક્ટર એક્ટ્રેસને આપવામાં આવે છે.આ કેટલે અંશે યોગ્ય છે?
પ્રસ્તાવના:નાનકડી છોકરી ની સાથે ગીતા રાની
(જ્યોતિકા આચાર્ય) પ્રિન્સિપાલ ઓફિસમાં પ્રવેશે છે.તે સ્કૂલમાં ચાલી રહેલી લાપરવાહી,શિક્ષક ક્લાર્કોનુ ઓરમાયુ વર્તન જુએ છે,પ્રિન્સિપાલ જોડે છોકરીને એડમિશન આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે.ત્યાંથી ફિલ્મની શરૂઆત થાય છે.મેડમ ગીતા રાનીની જોરદાર એન્ટ્રી આ દિલ પર ઊંડી છાપ છોડી જાય છે.સ્કૂલમાં ચાલી રહેલી અવ્યસ્થા,ટીચરોની આળસુવૃતિ,તેમની અજ્ઞાનતા,
અધૂરપ,છલકાઈ રહી હતી.આ મેડમે સૌ ટીચરને પોતાની જવાબદારી પ્રત્યે સભાન કરવ્યા.પરિવર્તનને આવતાં સમય લાગે છે.પણ જ્યારે આવે છે ત્યારે જડમૂળથી આવે છે.
આ ફિલ્મ શૈક્ષણિક ફિલ્મ તરીકે જાણીતી છે, આ ફિલ્મ સહપરિવાર સાથે જોઈ શકો છો,એ એની લાક્ષણિકતા છે.આ ફિલ્મ એક પ્રભાવશાળી પ્રિન્સિપાલ કેવા હોવા જોઈએ,કેવી રીતે સ્કૂલનું સંચાલન કરી શકાય, કેવી રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ પાસે કામ લઈ શકાય એ મેડમ ગીતા રાની પાસે શીખવા જેવું છે.
ગીતા રાનીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી જ્યોતિકા આચાર્ય સનાના વિશે થોડી માહિતી મેળવીએ.
ભૂમિકા જ્યોતિકા આચાર્યે નિભાવી હતી.તેઓ તમીલ રાજ્યના છે,તેમનું નિકનેમ જ્યોત અને સોના છે.તેમનો જન્મ 18-10-1977 મુંબઈમાં થયો હતો.તેમના પિતાનું નામ જંદેર સદાનંદ તેઓ પોપ્યુલર ફિલ્મ પ્રોડ્યૂસર છે.માતાનું નામ સીમા સદાનંદ છે તેમની સિસ્ટરનુ નામ રોહિણી સદાનંદ તેમના પતિનું નામ સૂર્યા સાઉથ ફિલ્મના પોપ્યુલર એક્ટર છે.
તેમને એક દિકરી દિયા અને એક દિકરો દેવ છે.તેઓ હિન્દુ છે.તેમનું વેઈટ 68 કિલોને હાઈટ171સેમી છે.પોતાના પરિવાર સાથે ચેન્નાઈ તમીલનાડુમાં રહે છે.
તેમને શિક્ષણ મુંબઈ કર્નલ યુનિવર્સિટી અને મીઠીબાઇ કોલેજમાંથી લીધું છે.તેમના અભ્યાસની વાત કરીએ તો બેચલર ઓફ સાઈકોલોજી કર્યું છે.
તેમની ઉંમર હાલમાં 43 વર્ષ છે.તેમનો પોતાના કરિયરની શરૂઆત 1998માં બોલિવૂડ ફિલ્મ "ડોલી સજાકે રખના"થી કરી હતી.
તેઓ સાઉથ ઈન્ડિયન ફિલ્મના મશહૂર એક્ટ્રેસ છે.તમીલ ઉપરાંત તેલુગુ,અને બોલિવૂડમાં પણ કામ કર્યું છે પણ તેમને 'સૂર્યા'અને'માસ'ફિલ્મથી તેમને બહોળી પ્રસિદ્ધિ મળી.તેઓ પોતાના પરિવાર સાથે ચેન્નાઈ તમીલનાડુમાં રહે છે.
કથાવસ્તુ:ગીતારાની ફિલ્મ ની વાત કરીએ તો આ શૈક્ષણિક સંસ્થામાં ચાલી રહી લાપરવાહી પર ઠોકવામાં આવતો તમાચો છે.સ્કુલમાં ચાલી રહેલી લાપરવાહી,શિક્ષકની અધૂરી કેળવણી,શિક્ષકોની અધૂરપ અહીં છતી થઈ રહી છે.મેડમ ગીતા રાની બે મહિના થઈ ગયા તેઓ બે મહિનામાંજ વિદ્યાર્થીઓ ના ચાહિતા બની ગયા,પણ તે પોતાના કડક.વર્તનથી સ્ટાફના મિત્રોના અણમાનીતા બની જાય છે.તેમને નિકાળવાના કાવાદાવા કરે છે.પણ બધું વ્યર્થ બની જાય છે.
તેઓ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી નહીં પણ મિત્ર હોય તેમ વર્તન કરતા હતાં.એ તેમનો ગુણ ખુબ પ્રશંસનીય છે.
એક નાનકડો છોકરો ડરી ગયેલો ગીતા મેડમે તેને પ્રેમભર્યું આલિંગન આપ્યું,ત્યારેથી ગીતા રાની એની ડ્રીમ ગર્લ બની ગઈ.તે મેડમ ગીતા રાનીને ઈમ્પ્રેસ કરવાની તક શોધતો હોય છે.નાના બાળકને વાત્સલ્યની.ગંગામાં નવરાવી ગીતા રાની બાળક ને માતા જેવો પ્રેમ આપે છે.વિદ્યાર્થીનીઓને તે ગીતા મેડમ નહીં પણ ગીતા જ કહેવાનું સુચન કરે છે,આ ગુણ બહુ તેમનો નોંધનીય છે,બહુ કપરાં સંજોગોમાં પણ એકલા લડવાનું સામર્થ્ય ધરાવે છે.
આ મેડમ સ્ટાફમાં કોઈને નથી ગમતાં કેમકે તે કડકાઈ થી કામ લે છે.એ.મેડમ સાચા છે,અમૂક શિક્ષકોની બેદરકારી ના કારણે જ સરકારી સ્કુલ ચર્ચાનો વિષય બની રહે છે.
એક છોકરો બહુ રોફ જાળતો હતો તો મેડમે એને બળથી નહીં પણ કડથી લાઈન પર લાવ્યા.મસ્તીખોર છોકરો દાદાગીરી છોડી ભણવા તરફ સજાગ બન્યો, વિદ્યાર્થીઓને કળથી પણ લાઈન પર લાવી શકાય છે.એવું આ ફિલ્મ શીખવે છે.
જ્ઞાતીવાદ,જેવી ગંભીર સમસ્યા જોઈને ચૂપ રહેવું એ શિક્ષક શબ્દ ને શરમજનક પરિસ્થિતિમાં મૂકે છે, તમે જાણે અજાણે આવી બાબતને સમર્થન આપો છો તો તમારા જેવા પાપી ન કહેવાય કે જે જુલ્મને પણ જોતા જ નજર અંદાજ કરે.
મેડમ ગીતા રાની અજાણ હતાં કે આ જ સ્કૂલમાં
સદાયને માટે ચાલી જનાર તેમના દિલમાં જીવંત રહેલો પ્રેમ છે,એના મમ્મી પણ આ સ્કૂલમાં છે,મેડમના દિલમાં એ સ્ત્રી હજી પણ જીવંત છે,કે જે કોઈની ચાહતમા આતુર બની હતી.પણ આ સમયને હાલતના ખેલ છે.મેડમ સૌને પહોંચી વળવાની શક્તિ ધરાવે છે.મેડમ ગીતારાની વૂમન એમ્પાયરનો જીવંત દાખલો ગણી શકાય...મેડમની સચ્ચાઈ,પ્રમાણિકતા,શિક્ષણ તંત્ર મા ચાલી રહેલી લાપરવાહી દૂર કરવાની ભાવના જ તેમને નિર્દોષ સાબિત કરે છે અને પ્રતિસ્પર્ધી ઓની બોલતી બંધ કરવા કાફી છે.
તેમને નિર્દોષ સાબિત કરે છે, તેમના બાળકો પણ મેડમને જેલમાંથી છોડાવવા પ્રયાસ કરે છે આ સફળ શિક્ષકની નિશાની છે....બાળકના મનને જીતવા મિત્ર બનવું પડે તો ને જ તોજ બાળકો સામે પોતાનો મુદ્દો રજુ કરી શકો.
એ ગીતા મેડમ પાસે શીખવું જ રહ્યું
શૈમી ઓઝા લફ્ઝ.....
Comments
Post a Comment