નવલકથા:ઉડાન પ્રકરણ:8.ઉર્વીના શબ્દોની સ્મૃતિના માનસપટ ઉપર અસર....
પ્રકરણ:8,ઉર્વીના શબ્દોની સ્મૃતિના માનસપટ ઉપર અસર...
સ્મૃતિની એક મિત્ર હતી ઉર્વી.જે મુંબઈમાં તેની મદદગાર બની હતી,સ્મૃતિ એની આભારી હતી,પણ એના નિર્ણયમાં કોઈ તાકઝોળી કરે તે એને પસંદ તો નહતું.પણ મિત્ર બહુ કામની હતી.વિચારોમાં ખોવાઈ ગયેલી સ્મૃતિને ઉર્વી હળવેકથી હલાવતાં કહે"એ....ક્યાં ખોવાઈ બકુડી સ્મૃતિ.કંઈક જવાબ તો આપ હા અથવા ના નો."અરે...સ્મૃતિ હું તને કહી રહી છું એ કંઈક તો બોલ...
તું આમ ચુપ ન બેસ...
"કંઈ નહીં એમ જ"આટલું કહીને વાત ટાળી દે છે. ઉર્વી કહે"તને ખોટું તો નથી લાગ્યું ને અરે સ્મૃતિ મને તારી ચિંતા થાય છે,એટલે મેં કહ્યું.તને દુઃખી કરવાનો મારો કોઈ આશ્રય નોહતો."તને દુઃખ લાગ્યું તો સ્મૃતિ હું તારી માફી માંગું છું.આટલું કહીને ઉર્વી અપરાધી નજરે જોઈ જ રહી.
અરે...ગાંડી હું જાણુ છું કે તને મારી ચિંતા થાય છે,
એટલે કહ્યું,પણ મને આમપણ ગૃહસ્થજીવન કરતાં લોક કલ્યાણના કામમાં વધુ રસ છે.રિલેક્સ ઉર્વી તારી વાતનુ મને જરાય ખરાબ નથી લાગ્યું.તું એ વાત જવા દે...બીજી વાત કર.બંન્ને મિત્રો પોતાની મતભેદોને બાજુ ઉપર મૂકી વાતોમાં ખોવાઈ ગઈ.
બંન્ને મિત્રો પોતાના કામમાં તે એવી વ્યસ્ત થઈ ગઈ કે પાસે રહેવા છતાં પણ એકબીજા ને મળવા માટે ટાઈમ ન કાઢી શકતી નોહતી.
ઉર્વીએ હવે સ્મૃતિ ને કોઈ બાબતે દબાણ કરવાનું છોડી દીધું.બંન્નેની મિત્રતા પહેલાં જેવી યથાવત થઈ ગઈ.
સ્મૃતિ પોતાના જીવનની એક એક અનમોલ પળો દિન-દુઃખીયાની સેવા કરી વિતાવી રહી હતી.પણ ઉર્વીને એક અફસોસ રહી ગયો કે એને પોતાનું અનમોલ જીવન આમ જ વેડફી નાંખ્યું.ઉર્વીના બાળકો માટે તો સ્મૃતિમાસી તેમના આદર્શ બની ગયા.ઉર્વીને તેની ખાસ ફ્રેન્ડ સ્મૃતિની ઈર્ષા આવતી પણ બેસ્ટ ફ્રેન્ડમાં બધું માફ,સ્મૃતિને તો ઉર્વીના બાળકો જોડે માં સંતાન જેવો નાતો થઈ ગયેલો.ઉર્વીના બાળકો સ્મૃતિને છોટી માં કહીને જ બોલાવતાં.
સ્મૃતિ પોતાની જાતને વધુને વધુને ગ્રુમ કરતી રહી.એ જોઈ ઉર્વીને મન એમ થયું કે હું તો હજુ ત્યાં ને ત્યાં જ છું,પણ બાળકોને સ્મૃતિ આગળ મોકલીને હું સારું જ કરી રહી છું તે સ્મૃતિ જોડે રહેશે તો ટકોરાબંધ ઘડાશે..એટલે ઉર્વી પોતાના બાળકોને સ્મૃતિ જોડે મોકલવાનો વધુ આગ્રહ રાખતી.
હવે આમને આમ સમય વિતતો ગયો.સ્મૃતિ એક દિવસ નાહી ધોઈ પૂજાપાઠ પતાવી ઓફિસ જઈ રહી હતી,ત્યાં તેને એક તેને એક માસુમ બાળકીના રૂદને તેને વિચારમાં પાડી દીધી.
એ બાળકી કોણ હોય છે,સ્મૃતિના એની જોડે ભવિષ્યમાં કેવા સંબંધો રહે છે...
વધુમાં હવે આગળ....
Comments
Post a Comment