ડાયરી :અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ: 16
અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ....
મુક્ત મને થયેલી વાતો
ડાયરી
વિષય:એપ્રિલફૂલ બન્યાનો અનુભવ પોતાની કલમે...
હાય...
મારી વ્હાલી ભાવુ...
બહુ દિવસ પછી પણ આજે તારીને મારી વાત થઈ રહી છે.કામની વ્યસ્તતાના કારણે માટે માફી ચાહું છું.ડિયર આપણી મિત્રતા એવી ગહેરી છે,કે એમાં માંફીને તો કોઈ સ્થાન જ નથી.તેમ છતાંય તારી માંફી માગવી મારી ફરજ છે.બસ...હવે બહુ થયો માંફી માંગવાનો કાર્યક્રમ.ચાલ વ્હાલી મેઈન વાત પર આવીએ.તે સાંભળ્યુ જ હશે.એપ્રિલનો પહેલો દિવસ એટલે કે એ દિવસને એપ્રિલફૂલ ડે કહેવાય છે.જે તું પણ સારી રીતે જાણતી જ હશે ને હું પણ સારી રીતે જાણતી હતી.પણ છતાંય મુર્ખ બની
બનેલી,મિત્રો સામે પણ મુર્ખ બનવાનો આનંદ પણ અનેરો હોય છે,મિત્રથી જ મુર્ખ બન્યા છીએ ને....મનમાં શું દુઃખ હોય.પહેલી એપ્રિલે આવી મજાક થાય એમાં કંઈ દુઃખ ન લગાડી બેસાય.
પહેલી એપ્રિલનો દિવસ હતો,રિઝલ્ટ તો એવી વસ્તુ છે કે કોઈપણ ખોટી વસ્તુને પણ સાચી માની બેસે કોઈકે રિઝલ્ટ મૂક્યું સાંભળીને તો આંખો પહોળી થઇ ગઇ.મનમાં ચિંતા થઈ, મનની તસલ્લી ખાતર ફોટો માંગ્યો તો એ લોકોએ બ્લર મૂકેલો સાંભળીને વધુ ચિંતા થઈ.સાંભળીને સાચો ફોટો માંગ્યો તોય એજ ફોટો મૂકેલો એમ કહી ને કે અમારા ફોનમાં આ ફોટો ક્લીન દેખાય છે, તમારા ફોનમાં પ્રોબ્લેમ્સ છે,હવે ચિંતામાં વધારો થયેલો,બહુ રિઝલ્ટ આવી ગયુ ભલે જે આવ્યું એ હરીઇચ્છા પણ દેખાવુ તો જોઈએ એજ ચિંતા, એક મિત્ર કહે આ પહેલી એપ્રિલનો દિવસ છે કોઈ એપ્રિલફૂલ બનાવે,પણ રિઝલ્ટની બાબતમાં કોઈ આવી મજાક કરે એ માન્યામાં પણ ન આવે તેવું તથ્ય છે.બહુ પ્રયત્ન બાદ પણ સાઈટ્સ ઓપન થાય ચિંતા અને હ્રદયના ધબકારા તેજ થઈ ગયેલા.કે હવે શું કરવું પણ એજ મિત્ર એ સાજે કહ્યું અરે... રિલેક્સ થાવ એપ્રિલ ફુલ બનાવતા હતા અમે તો....મનમાં તો બહુ ગુસ્સો આવ્યો કે આવી ભદ્દી મજાક ન હોય પણ માર્કેટિંગ ઓનલાઇન એક્ઝામના રિઝલ્ટનું હતું, તો કોઈ પણ આ મુદ્દો લે એ સ્વાભાવિક હતું.મેં તો પાછું બીજામિત્રોને પણ કહેલું કે તમારા ફોનમાં ખોલજો મારું રિઝલ્ટ મારામા પ્રોબ્લેમ આવે છે તો,કોઈક મિત્ર કહે તમારા જ ફોનમાં ખોલવું પડશે બીજાના ફોનમાં નહીં ખુલે પણ હવે શું કરવું આમને આમ સાંજ પડી ગઈ...
મનમાં તો એટલો ગુસ્સો આવ્યો કે રિઝલ્ટ હજી ખુલતુ કેમ નથી ફોન નંબર તો બરાબર છે,પાસવર્ડ ભુલાઈ ગયેલો એતો ફોરગેટમા પણ જઈ શકાય,એમાંય ફોનં નોટમેચ બતાવે એટલે એક નવો ચિંતાનો હૂમલો...
સાંજે એજ મિત્રના પર્સનલમાં મેસેજ આવેલા કે સોરી અમે મજાક કરતાં હતા
રિલેક્સ...રિલેક્સ....પહેલી એપ્રિલ છે,મજાક તો બનતા હૈ
આવો જોક કરતાં તમને મનમાં ખુબ ગુસ્સો આવેલો કે "આવો જોક કરતાં તમે એકવાર પણ ન વિચાર્યું કે શું વિતશે એ,તમને જરાય શરમ ન આવી,આવી મજાક કરતાં એક તો ઓનલાઈન એક્ઝામ બહુ પડકારરુપ રહેલી અને આ મજાક કોઈપણને ચિંતામા મૂકી દે એ સ્વાભાવિક હતી,
મનને થોડી હાશ થઈ....પણ રિઝલ્ટવાળી મજાક હજીય યાદ આવે તો ટેન્શનના વાદળો છવાઈ જાય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
Khub Saras
ReplyDelete🤣🤣🤣🤣🤦🤦🤦
ReplyDelete