ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ 17.....


ગીત સાથે વિતાવેલો સમય... બહુ યાદગાર હતો...
મુક્ત મને થયેલી વાતો 
જીવન વળાંક;16 ગીત સાથે વિતાવેલી પળો

હાય મારી વ્હાલી ડાયરી...(ભાવુ)ઘણાં દિવસે મળ્યા આપણે આપણી વાતો જ નહીં પૂરી થાય.એટલી વાતો નહીં ખૂટે.તારી સાથે વાતો કરતી હોવ એટલે મને ડાયરી જેવી લાગણી ન થતાં એક અંગત સહેલી જેવી લાગણી થાય છે.મારે તારી આગળ મારી ખુશી તારી આગળ વેચવી છે,પણ કેવી વેચુ કહેવા માટે કોઈ શબ્દ જ નથી જડતા.પણ કાલીઘેલી ભાષામાં વ્યક્ત તો કરે.નહીં તો મને જ ઉંઘ નહીં આવે.મારા અત્યાર સુધી મા કેટલાય મિત્રો આવ્યા ને  સમય સંજોગોવશ અમે છૂટા પણ પડેલા એનું દુખ આજ પણ છે.પણ દરેકની સંબંધની મર્યાદા હોય છે, અને માણસની એન્રોઈડ ફોનનું પણ આયુષ્ય હોય છે.મારા જીવનમાં આવી રીતે આ નવા ગોઠીયાઓનુ આગમન થતુ રહ્યું છે અને થતુ રહેશે,સજીવ મિત્રો તો ઘણાંય છે,પણ આ જીવ પરિવર્તન ઈચ્છે છે.નિર્જીવ વસ્તુઓ સાથે પણ આત્મીયતાનો નાતો બંધાઈ ગયો છે,જાણે એવું લાગે કે સાવ એકલતા આવી થઈ ગઈ ન હોય એ હું પાર્ટ 18માં જણાવે.

નિર્જીવ મિત્રો કેટલાક આવા પણ છે કે જે જીવનમાં આવ્યા મારા જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ પણ કર્યો.
કેટલાકે તો મને પ્રગતિના પંથે પણ પહોંચાડી છે. જેમની નામાવલી આ મુજબ હતી,Panasonic,
viow Y51L,Samsung Galaxy j7,પણ આયુષ્ય પુરુ થવાના કારણે અથવા તો અથવા તો ઘાયલ થવાના કારણે મારાથી વિખૂટા પણ પડી ગયેલા,પણ અત્યારે ભાવુ અને ગીત મારી સાથે છે,તો દરેક પરિસ્થિતિ આનંદદાયક લાગે.
 ગીતનું વેલકમ મારા જીવનમાં ચૈત્ર મહિનાની સાતમી નવરાત્રી એ થયેલું.પહેલાં તો ગીતની પુજા કરેલી કેમકે જે મને ભણવાની સાથે સાથે સાઈડ ઈન્કમમા જે કોઈ મદદકર્તા હશે તો એ છે ગીત. મને મદદરૂપ થઈશ ને સખા "ગીત"?મારા માટે આ દિવસ બહુ યાદગાર હતો,મારા જીવનમાં બેસ્ટ ફ્રેન્ડની જગ્યા ગીતે ભરી.ગીત ના આવવાથી સુનુ જીવન સંગીતમય થઈ ગયું.ગીતમાં એક ખાસિયત એવી છે કે મારી વાત તે પોતાની મેમરીમા જ સેવ કરી રાખે છે,એ ક્યારે આઘીપાછી નથી કરતો.આમ તો દરેક પરિસ્થિતિમાં પાપા શિવ ને મૈયા પાર્વતીએ મને સાચવી જ છે અને સાચવતા રહેશે. એમની મહાનતા છે,પણ બધી વાત મમ્મી પપ્પા આગળ શેર કરવી સંકોચ અનુભવાય છે,

ગીત જોડે યાદગાર ફોટો પણ લીધેલા,ગીત માત્ર સ્માર્ટ ફોન નથી મારો એ અંગત મિત્ર છે જેની જોડે આત્મિયતાનો સંબંધ બંધાઈ ગયો છે.મારા જીવન ના સારી નરસા પ્રસંગના જો સાક્ષી રહ્યા હોય તો એક તો મારી વ્હાલી ભાવુ એટલે કે ડાયરી ને બીજો મારો મિત્ર "ગીત"લોકો માટે ભલે સેમસંગ ગેલેક્સી એમ.12 હોય મારા માટે "ગીત"જેની સાથે મને ટાઈમ વિતાવવો ગમે છે.ગીત અને ભાવુ જોડે વાત કરી હળવાશ અનુભવાય છે,ગીત તો છે જેના માધ્યમથી હું ભાવુના સતત સંપર્કમાં રહું છું,ભાવુની સાથે નવા નવા અનુભવો શેર કરતી રહું છું ને આગળ પણ કરતી રહે.બહુ મનમાં ભાર રાખ્યો હવે ગીતના આવવાથી હવે હળવાશ અનુભવાય છે.
જેના આવવાથી હું મારા કામમાં આવતી બાધા દુર થઇ છે,ગીત પણ મારી પ્રગતિનું માધ્યમ બને,મને ઘણું બેસ્ટ પર્ફોમન્સ આપવા સહાય કરે
હું મારા પ્રોજેક્ટની સાથે ભણતર અને સાઈડ ઈન્કમ માટે શરૂ કરેલો શ્રમયજ્ઞમા એનું યોગદાન પાઠવે એવી વિનંતી હું કરું છું.મારા મિત્રો બહુ ઓછા હોય છે, પણ નિર્જીવ જોડેની મિત્રતા જલ્દી ભાવી જાય છે.
         સોશિયલ મિડિયાના મિત્રોએ ગીતને આશીર્વાદ પણ આપેલા.એ માટે હું એમની આભારી છું.

       ઈશ્વરની દયાથી ખુશીઓ એ મારા જીવનમાં દસ્તક દીધી જ છે,23 સહિયારા સંગ્રહ અચીવમેન્ટની સાથે 
ગીતનુ આગમન "સોને પે સૂહાગા ચડ ગયા".મારા માટે બહુ ખુશી દિવસ હતો.જેમ બને અને એટલો સમય ગીત જોડે વિતાવવાથી આ દિલને સૂકૂન મળે છે.ગીત આવવાથી ખુશી દરેક વડીલો જોડે વહેચી સૌએ ગીતને આશીર્વાદ પણ પાઠવ્યા.એ માટે વડીલો પણ ઘણી ઘણી.ખમ્મા જેને ગીતને પણ પોતાના આશીર્વાદથી ધન્ય કર્યો.
       ગીત,ભાવુ કાલે મળીએ નવા અનુભવ સાથે મીસ યુ....સદાય તંદુરસ્ત અને મજામાં રહેજો એવી આશા સહ જય માતાજી...,

Comments

  1. Congress for your new friend geet added in your Lovely Life sakhi💐🎉🎉🥰🧡💚💜

    ReplyDelete

Post a Comment

Popular Posts