કાવ્ય:23માર્ચ શહીદ દિવસ કેમ કરી ભુલાય

23માર્ચ શહીદ દિવસ...

કેમ કરી ભુલાય?
એ યુવાનો તમે તો માં ભારતની શાન છો,
તમે આ દેશ માટે આપ્યા બલિદાન,
અંગ્રેજીની ગુલામીમાંથી મુક્તિ અપાવવા પ્રાણોની 
આહુતિ આપનાર વીર શહીદો તમને કેમ કરી ભુલાય?
નાની ઉંમરે એક જોશ ને ઝુનુન એક અનમોલ પ્રણ,
દેશને ગુલામી કેરી જંજીરથી મુક્ત કરાવવો,
દેશ આઝાદીના પ્રણ ખાતર બલિદાન આપનાર
શહીદો ને કેમ કરી ભુલાય?
આ 23 માર્ચનો દિવસ કેમ ભુલાય,
ભગતસિંહ, સુખદેવ,રાજગુરુને ફાંસી અપાયેલી
ભારત ભુમિએ પોતાના લાડલા નવલોહિયા 
યુવાનો ને ખોયા હતા,જલિયાંવાલા હત્યા કાડમા બ્રિટીશરોને ગોળીઓથી હંકાવી,દેશના યુવાનોને શૌર્ય ને વીરતાની શિક્ષા આપનાર શહીદ ત્રિપુટી તમને કેમ કરી ભુલાય?
આ દેશના યુવાધનોની પ્રેરણા બનનાર શહીદો આ દેશથી તમને કેમ કરી ભુલાય?
આ દિવસે ભગતસિંહ,રાજગુરુ,સુખદેવ દેશ માટે
પોતાના બલિદાન આપી દેશને આઝાદ કરાવ્યો,
આ દિવસ ભારત માટે કેટલો કરૂણ હશે,
તેની ઝલક યાદ જો આવે ને આંખો ભીની થાય છે,
દેશને ઋણી બનાવનાર શહીદો આપને કેમ કરી ભુલાય?
લાહોર સેન્ટ્રલની ભુમિ ઉપર આપે સહાદત વોરી,
આજે આપની 87મી પુણ્યતિથિએ આખોય દેશ
શોકાતુર છે,આ દિવસ દેશથી કેમ કરી ભુલાય?

શૈમી ઓઝા "સત્યા"

શહીદો ઉપર એક કવિએ ખુબ લખ્યું છે"નથી ભગવાન થવું નથી મારે પીર થવું મારે ઘડવૈયા થઈ પુજાવુ મારે પાળિયા થઈ પુજાવુ"








Comments

Popular Posts