વાર્તા:ખુશીની એક લહેરખી
ખુશીની એક લહેરખી... (સત્ય ઘટના ઉપર આધારિત)
કાલિંદી સમજદાર અને સમજુ છોકરી હતી.ભગવાને તેને સુંદરતાની સાથે વહીવટ કરવાની આવડત પણ કુદરતે ભેટ આપી હતી,ગરીબીએ કાલિંદીને મજબૂત બનાવી હતી.નાનપણમાં કુદરતે એની સાથે ગંભીર મજાક કરી હતી,કાલિંદીનો જન્મ થતાંની સાથે એની માતાનો સ્વર્ગવાસ થઈ ગયો, કાલિંદીના પિતાને દિકરી માટે
સહેજ પણ લાગણી હતી નહીં,તેઓ કાલિંદીને પોતાની પત્નીની હત્યારણ સમજતાં હતાં.ગામમાં આ વાત આગની જેમ પ્રસરી ગઈ કે "કાલિંદીએ જન્મતાંવેંત જ એની માં ને ભરખી ગઈ,પણ દિકરીના જન્મની સાથે મોહન બેકાર
માંથી મોહન ઉચ્ચ કંપનીનો સી.ઓ.બન્યો.પરંતુ તેને પોસ્ટ અને પૈસાના અભિમાને તે આંધળો કરી નાંખ્યો હતો.
"તે માનતા હતાં કે આ દિકરીએ મારો સુખી સંસારમાં આગ લગાડી છે,આ દિકરી નહીં પણ સાંપણ છે,આ કરમફૂટીનું હું આજીવન મોઢું નહીં જોવું,"કોઈ આ માસુમ દિકરીને અભાગણી કહેતું તો કોઈ કરમફૂટી.કાલિદીના પિતા પોતાની દિકરીને અપમાનિત કરવાનો એક મોકોય ન છોડતાં.
મોહનશેઠે દિકરીનું મોંઢું જોવાનું પણ છોડી દીધું.આખુય ગામ કાલિંદીને પોતાના વાસ્વવિક નામથી નહીં પણ અભાગણી તરીકે ઓળખે,તેનું વાસ્તવિક નામ તો જાણે ક્યારનું ભુંસાઈ ગયું.સમય જાતા ક્યાં વાર લાગે છે? કાલિંદીના પિતાએ બીજા લગ્ન કર્યા,કાલિદીએ પોતાની માં ને આવકાર આપતા કહે,"આવો મમ્મી તમારું આ પરિવારમાં સ્વાગત છે,આજથી તમે જ મારી મમ્મી,કાલિંદી માતા પિતાના પ્રેમ માટે તરસતી રહેતી,પણ કાલિંદી વધુ ને વધુ તિરસ્કૃત મમ્મી પપ્પા તરફથી થતી.કાલિંદી પોતાની નવી માં ની બહુ કાળજી રાખતી,તેને ક્યારે નવી માં ને ક્યારેય ઓછું ન આવવા દીધું.પણ નવી માં ક્યારેય એને પોતાની છોકરી ન માની.તે કાલિંદીને વારંવાર મેણા મારતાં કહેતી,
"આતો મારા ઉપર બોજ છે,ભમરાળી જન્મતાવેંત એની માં ને ભરખી ગઈ,હવે મને પણ ભરખીને જ શાંતિ લઈશ કે શું!!!"એકબાજુ તારો બાપ તારી જોડે જે પણ વર્તન કરે છે તે યોગ્ય જ છે,તુ એનાજ લાયક છે,એ...ય...ભમરાળી તારામાં સહેજ પણ શરમ હોય તો કપાઈ મર,પણ તુ મારી ઉપર બોજ ના બન."કાલિંદીની નવી માં શર્મીલાના આવા વાક્યો સાંભળી કાલિંદીના પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાતો.તેઓ પત્નીના પક્ષમાં જોડાઈ દિકરીને ત્રાસ વિતાવવાનો એક મોકો ન છોડતાં,જે છોકરીનો સગો બાપ જો એનો ન થયો હોય તો એની નવી માં શું થવાની?નવી માં શર્મીલા કાલિંદીને આખાય ઘરનું કામ કરાવતી તેને વાસી અને એઠું જુઠુ ખાવા આપતી,તેના પિતાનો પણ આ બાબતમાં પૂરો સહકાર હોતો .કાલિંદી આ બધું મૂંગા મોઢે સહન કરતી.એક દિવસની વાત છે કાલિંદીથી કાચનું વાસણ ફૂટી ગયું. શર્મીલાએ ન કહેવાના વચનો કહ્યા,ત્યાં સુધી તો ઠીક હતું.
પણ એકવાર હદ થઈ ગઈ,નાનકડી કાલિંદી સુતી હતી ત્યારે એને છાનેમાને રસ્તા ઉપર છોડી આવ્યા પછી શર્મીલા અને મોહન શેઠે નિરાંતની શ્વાસ લીધી.ભાઈ ભાભીને આમ ખુશ જોઈ આશાએ પુછ્યું,"આજે ભાઈ ભાભી શુ વાત છે, આજે કેમ આટલા ખુશ છો,જરા મને તો કહો",વધુમાં કહે છે કે ક્યાં છે મારી લાડલી ભત્રીજી કાલિંદી ક્યાં છે".
આ સાંભળી મોહનશેઠ ગુસ્સે થતાં કહે છે,કોઈની ખુશીમાં વિઘ્ન નાંખવાની આદત તારી ગઈ ન,ત્યારે પતિની વાતમાં ટાપસી પુરતા શર્મીલા કહે છે.ત્યાર નહીં તો શું તમારે અમારા ઘરમાં દખલ ન કરવી લગ્ન પછી તમારો આ ઘરમાં કોઈ હક નથી."
"આશા સામે તિરસી નજરે કટાક્ષ કરતાં કહે કેમ કે ભાઈ ભાભી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે,તમે એ બિચારી અનાથ છોકરીની હાય લીધી છે,તો તમને કુદરત પણ નહીં બક્ષે મારી આ વાત યાદ રાખજો,જેના શુભ પગલાંથી તમે રાતોરાત કરોડપતિ બન્યા આશા લક્ષ્મી છે,નથી નાગણ.તમે આ ભ્રમનો પડદો બને તેટલો જલ્દી હટાવો તો સારું છે."
આશાના મોંઢે આ વચનો સાંભળી મોહનશેઠ ગુસ્સામાં પાગલ થઈ જાય છે,આશા ઉપર હાથ ઉપાડી બેસે છે,
પણ આશા પોતાની વાત ડર્યા વગર રજુ કરે છે"ભાઈ તમે મને તો થપ્પડ મારી ચુપ કરાવશો,પણ લોકોને કેવી રીતે ચુપ કરાવશો,તમે તમારી આ માસુમ દિકરીની હાય લઈ ક્યારેય સુખી નહીં થાવ મારી વાત તમે યાદ રાખજો,આશા પોતાના બોલાયેલા શબ્દો ઉપર અડગ રહેતા કહે છે,"હું પણ કોને કહી રહી છું,જે સુતુ હોય એને જગાડી શકાય પણ સુવાનો ખોટો અભિનય કરે એનું કશું જ ન કરી શકાય,ખેર હવે આ વાતનો કોઈ અર્થ નથી."
શર્મીલા ગુસ્સામાં આશાને કહે"હવે જે થવાનું હશે તે થશે,મોટી આવી કુદરતનો ડર બતાવવાવાળી,કાન ખોલી સાંભળી લે આજ પછી કાલિંદીની કોઈ ચર્ચા આ ઘરમાં નહીં થાય,નહીં તો તને પણ આ ઘરની મિલકતથી બહાર કરી નાંખીશ,ભાઈ ભાભીનું અભિમાનભર્યું વર્તન જોઈ "આશાએ આ બાબતે કહેવાનું છોડી દીધું,તેના દિલમાં એક ઉમ્મીદ હતી કે ઈશ્વરના દરબારમાં ન્યાય છે,એ વહેલા મોડા મળી રહે છે,તે પોતાની ભત્રીજીની ચિંતામાં ડૂબેલી રહેતી તે કરે તો કરે પણ શું તે લાચાર હતી."
સવારે ઉંઘમાંથી સફાળી જાગી કાલિંદીએ જોયું તો તે રસ્તા ઉપર હતી,કાલિંદી ઘરે જઈ દરવાજો ખટખટાવ્યો પણ અભિમાનથી ચૂર એવા મોહનશેઠે કહ્યું"કે ભમરાળી તારામાં શરમ જેવું છે કે નહીં બહુ મુશ્કેલથી પીછો છોડાવ્યો હતો શર્મીલા આપણે આ ફરીથી આવી
ગઈ,શર્મીલાએ શરમ લાજ ગીરવે મૂકી માસૂમ કાલિંદીને ધક્કા મારી કાઢી મુકી."આશા જોઈ ક્યારેય પિયર પગ નહીં મુકે તેવી આકરી પ્રતિજ્ઞા સાથે સાસરે ચાલી ગઈ.
મમ્મી પપ્પાએ તેને જાકારો આપ્યો.કાલિંદીની હાલત જોઈ લોકોને દયા આવતી,બધાં જ મોહન શેઠ અને શર્મીલા ઉપર ફિટકાર વર્ષાવતા રહ્યા,કાલિંદીનું નિવાસસ્થાન હવે ફૂટપાથ બની ગયું.ક્યારેય રડતી તો ક્યારેય પોતાની કિસ્મતને કોષતી પણ તેને હવે રડવાની જગ્યાએ પરિસ્થિતિથી લડવું બહેતર સમજ્યું.સૂમસામ રસ્તા ઉપર રાતે ડરામણા અવાજોએ કાલિંદીને મજબૂત બનાવી હતી.તે પોતાના પેટની ભૂખ સંતોષવા તે ભીખ માંગતી હતી,તો ક્યારેક કચરો વીણતી હતી.નિ:સંતાન દંપતિની નજર રોડના ફૂટપાથ પર ભીખ માંગી રહેલી કાલિંદી ઉપર ગઈ.
કાલિંદીને જમવાનું અને કપડાં લત્તા પુરા પાડ્યાં,છોકરીની નિર્દોષતા અને માસુમિત તેમના દિલમાં વસી ગઈ,
વકીલ સાથે કાનુની વિધિ પતાવી આ કાલિંદીને દત્તક લીધી,
કાલિંદી નવા માતા પિતાના ચરણોમાં ઢળી પડી,તેમનો આભાર વ્યક્ત કરતાં કહે,
"તમે મુજ દુખિયારી અનાથનો સહારો બન્યાં છો,હું તમારો આ અહેસાનનો બદલો કેવી રીતે ચુકવે આટલું કહી તે ભાવુક થઈ ગઈ.
આજથી કાલિંદીનો નવો જન્મ થયો.કાલિંદીના શુભ કદમ નિ:સંતાન દંપતિના ઘરમાં પડતા જ ખુશીઓ છલકાવવા લાગી,નિકિતા કંપનીમાં સામાન્ય વર્કરમાંથી ઉચ્ચ પગાર સાથે મેનેજરની પોસ્ટ મળી ગઈ,અને કરણ પણ પોતાના બિઝનેસમાં ઉતરોતર પ્રગતિ કરવા લાગ્યો.
આ છોકરી નિ:સંતાન દંપતિનો ખાલી ખોળો ખુશીઓથી ભરાઈ ગયો.આ દિકરી કાલિંદી તેમના દુઃખી જીવનમાં ખુશીઓ લાવી હોવાથી તેનું નામ ખુશી કરી દેવામાં આવ્યું.
"કરણ અને નિકિતાનું સુનુ ઘર હવે સંતાનની કિલકારીથી ભરાઈ ગયું,નિકિતા તેને મીઠો ઠપકો આપતાં કહે બેટા આજથી અમે તારા માતા પિતા છીએ માતા પિતાની ફરજમાં આવે આમ આભાર માની અમને ન લજવ દિકરા...પણ એતો કહે તારી આ હાલત કેવી રીતે થઈ?"ખુશીએ બધો જ ઘટનાક્રમ જણાવ્યો,દિકરીની આ હાલત સાંભળી માં નિકિતાનું હ્રદય દ્રવી ગયું.તે પોતાની લાગણીને રોકી ન શકી તેનાથી કહ્યા વગર ન રહેવાયું કે "લોકો કેવા થાય છે,અમારા જેવા સંતાન માટે પથ્થર એટલા દેવ કરે છેને આ લોકો સંતાનને આમ ત્યજી દે છે,બેટા આજથી તુ મારી દિકરી.કદાચ ભગવાને તને મારું વાંઝિયામેણુ ભગાડવા માટે મોકલી હશે ચાલ બેટા રડ નહીં,સૌ સારા વાના થઈ જશે."
ખુશીની નિર્દોષ હસીથી કરણ અને નિકિતાનું ગૂંજી ઉઠતું તેઓ ખુશીના ભવિષ્ય વિશે વિચારી રહ્યા હતાં કે અચાનક નિકિતાને ઉબકા શરૂ થઈ ગયાં.નિકિતાને ડોક્ટર પાસે લઈ જવામાં આવી
ડોક્ટર કહ્યું કે"નિકિતા પ્રેગ્નન્ટ છે,આ સાંભળી કરણના આશ્ચર્યનો પાર ન રહ્યો,તે ઉત્સુક હ્રદયે પુછવા લાગ્યો કે "હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને ડોક્ટર મને ડોક્ટરે એવું કહ્યું હતું કે નિકિતા ક્યારેય માં નહીં બની શકે પણ આ ચમત્કાર થયો કેવી રીતે?ડોક્ટર કહે મિસ્ટર કરણ એવું કેટલાય કિસ્સામાં બને છે કે વિજ્ઞાન જેને ફેઈલ ઘોષિત કરી ચુક્યું હોય એ ઈશ્વરના ચમત્કારથી શક્ય બને છે,
મિસિસ નિકિતા ખુબ આરામ કરજો,આ સાંભળી ખુશી દોડતી આવી મમ્મા શું થયું તું ઠીક તો છે,ને તુ આરામ કરજે
હું બધું કામ કરે"ખુશી તેની મમ્મી નિકિતા દિવસ રાત સેવા કરી.નિકિતાને ખુશી માટે આત્મિયતાની લાગણી બંધાઈ
ગઈ,તે હંમેશા ખુશીના જ વિચારોમાં રહેતી.ડિલિવરીનો દિવસ નજીક આવ્યો ખુશી તેની મમ્મીને હિંમત આપતી હતી,નિકિતાએ હેલ્ધી અને સુંદર દિકરાને જન્મ આપ્યો,ખુશીએ તેના ભાઈનું નામ આનંદ રાખ્યું તે તેના નામ મુજબ જ હસમુખો હતો.કરણ અને નિકિતાની ખુશીનો કોઈ પાર નોહતો,ઘરમાં આજે બહુ વર્ષો પછી ખુશીઓ આવી હતી,
મમ્મી પપ્પાની ખુશી જોઈ(ખુશી)કાલિંદીના આંખો ખુશીના આંસુથી ભરાઈ આવી,નિકિતા ખુશીના માથે પ્રેમથી હાથ ફેરવતા કહે છે "દિકરા ખુશી શું વાત છે,કેમ રડે બેટા તું શું સમજી કે અમે સગા બાળકના જન્મ પછી તને ભૂલી જાશું,
તો તુ આ વાતમાં ખોટી છો,પણ તુ અમારા દિકરા આનંદ જેવી જ છે,અમારા બે સગા બાળકો છે એક ખુશી અને આનંદ,આ ક્રેડિટ બેટા તને જાય છે તે મારું કેટલું ધ્યાન રાખ્યું છે,તુ તો અમારા ઘરમાં ખુશીઓ લાવી છે,અમારા જેવા દુઃખીના જીવનમાં ખુશીઓ લાવી છે,અમે તો આશા પણ છોડી દીધી હતી કે અમને બાળક થશે ન જાણે તારા પુણ્ય અને શુભ કદમે તો અમે આ દિવસ જોઈ શક્યા છીએ,તુ તારા સગા મમ્મી પપ્પા માટે ભલે જે હોય તે તું અમારા માટે સાક્ષાત લક્ષ્મી છો,તારા કદમે ઘરમાં ખુશી આવી છે,અને અમે તને...આટલું કહેવા જ નિકિતા રડી પડી,વધુ માં નિકિતા કહે,"બેટા અમે જો તને સગા બાળકના જન્મ પછી તરછોડીએ તો મમ્મી પપ્પા શબ્દ કલંકિત થાય.તુ રડ નહીં જો પપ્પા તાર માટે શું લાવ્યા છે."ખુશી આંખોમાંથી આંસુ લુછતા કહે "શું...?
તારી ફેવરેટ"બ્લેક ફોરેસ્ટ કેક"ખુશીનો ઉત્સાહ સાતમા આસમાને હતો કેક કાપી ભાઈ આનંદને આવકાર આપ્યો,"વેલકમ્ ભૈલુ "કરણ અને નિકિતા ખુશીની ચિંતા કરતાં આટલી સરસ દિકરીને આમ કોઈ રસ્તા ઉપર છોડી આવતુ હશે પણ જે હોય તે હવે જોવો કરણ એના સગા મમ્મી પપ્પા એને આવ્યા લેવા અહીં આવ્યા તો મારાથી એમનું અપમાન થશે,હું ખુશીને કોઈપણ હિસાબે નહીં આપું,મારી ઢીંગલીને"કરણ નિકિતાને હિંમત આપતાં કહે આપણને કોઈ આપણી દિકરીથી અલગ નહીં કરે તું વધુ મગજને લોડ આપીશ નહીં.દિવસો વિતતા ગયાં.
કરણ અને નિકિતા ખુશી અને આનંદનો ઉછેર એકસમાન કરતા,આનંદ પણ હવે મોટો રહ્યો હતો,ખુશી એના ભાઈ આનંદને ભણાવતી.કરણ અને નિકિતા પણ બંન્ને વચ્ચે કોઈ ભેદભાવ કરતાં નહીં.આનંદ પણ ખુશીને દીદી કહી બોલાવતો,ખુશી અને આનંદ ભાઈ બહેન કરતાં સારા મિત્રો બની ગયા.તેમને કોઈ વસ્તુની ખોટ ન સારવા દેતાં,(ખુશી)કાલિંદી આવા પ્રેમાળ માતા પિતા મેળવીને પોતાની જાતને ખુબ ભાગ્યશાળી માનતી.કરણ અને નિકિતા માટે આ ખુશી(કાલિંદી)સાક્ષાત માં લક્ષ્મી બનીને આવી હતી.નિકિતા અને કરણ આ દિકરી પામી ખુશ થઈ ગયા હતા.ખુશી (કાલિંદી) હવે ધીરે ધીરે મોટી થવા લાગી.
(ખુશી) કાલિંદી હવે નાની ઢીંગલીમાંથી યુવાન યુવતી બની ગઈ,કરણ અને નિકિતાની આંખોની રોશની બની ગઈ,નિકિતા અને કરણ તેમના દિકરી અને દિકરાની દરેક ઇચ્છાને પુરી કરતાં.સમય વિતતો ગયો.કરણ અને નિકિતાએ દિકરા અને દિકરીને ખુલ્લા આસમાને ઉડવા માટે પાંખો આપી દીધી હતી,આનંદ હજી ભણતો હતો સાથે સાથે આઇ.પી.એસ.ની તૈયારી પણ કરતો હતો.ખુશી(કાલિંદી)પોતાની આવડત અને મહેનતના દમ ઉપર ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરીએ લાગી ગઈ,ત્યાં તેનું પગાર અને પોસ્ટ પણ ઉચ્ચ હતી.નિકિતા અને કરણની ખુશીઓનો પાર ન રહ્યો.ખુશી(કાલિંદી)ના હાથ નીચે હજારો લોકો કામ કરતા હતાં.સૌ ખુશી (કાલિંદી)ના કામથી ખુશ હતા.
પણ કહેવાય છે કે કરેલું વ્યર્થ જતું નથી એ સારું હોય કે ખરાબ ફળ જરૂર મળે છે,મોહન શેઠ અને શર્મીલાના પાપ અનુસાર તમને પણ ફળ ભોગવવાનું હતું, મોહનશેઠ અને શર્મીલાની હાલત ખરાબ થઈ,કાલિંદીને રસ્તા ઉપર છોડી આવ્યાના થોડા દિવસ પછી તેમની કંપનીમાં આગ લાગી કંપની સળગી ગઈ,મોહનશેઠ કરોડપતિમાંથી રોડપતિ થયો.અને બીજીબાજુ શર્મીલાના પેરાલિસિસનો શિકાર બની.મોહનશેઠ અને શર્મીલાને પોતાના કર્યા ઉપર ભારાવાર પછતાવો હતો,પણ હવે પછ્તાવો કરવાથી શું વળે.આશા આ સાંભળી ભાઈ ભાભીના સુખ શાંતિ માટે તે દિવસ રાત પ્રાર્થના કરતી.આશાને દિલમાં ગુસ્સો પણ હતો,તે ભાઈ ભાભીને ગુસ્સામાં કહે"ક્યાં ગયાં ભાઈ તમારા રૂપિયા અને બંગલા તમે આના જ દમ ઉપર મારી લાડલી ભત્રીજી કાલિંદીને રસ્તા ઉપર છોડી આવ્યા હતાં! તમને એજ દોલતે દગો આપ્યો,વધુ તે કહે છે કે"તમે દોલતના અભિમાનમાં એટલા અંધ થઈ ગયા કે પોતાની માસુમ દિકરી પણ ન દેખાઈ,ભાઈ ભાભી પારકી હતી પણ આ માસુમ દિકરી તમારી તો સગી દિકરી હતી તમને એકસારા બાપ પણ બનતા ન આવડ્યું;
"કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં ન્યાય જરૂર હોય છે,તમને તમારા ખરાબ કર્મોની સજા મળી ગઈ છે,હજી પણ માણસાઈ બચી હોય તો કાલિંદીની માફી માંગી આવો મોહનશેઠ રડમસ અવાજે કહે કે મારી દિકરી કાલિંદી કેવી હાલત હશે,મારી દિકરી એના આ અપરાધી માં બાપને માફ કરશે કે કેમ?"આશા કહે છે કે પ્રયત્ન કરવામાં શું બગડી જાય છે."મોહન શેઠ ખુશીને શોધવા નિકળે છે,પણ ક્યાંય ભાળ ન મળતા વિચલિત થઈ જાય છે, પણ એક કાર ને તેમના નજીકથી પસાર થતાં જોઈ તેમા વૃદ્ધ દંપતિ એક યુવાન અને એક સુંદર યુવતી જે કાર ડ્રાઇવિંગ કરી રહી હતી,મોહનશેઠની નજર કાર ચલાવનાર યુવતી ઉપર પડી તેમને શંકાસ્પદ રીતે કાર ઉભી રખાઈ તે યુવતી બીજી કોઈ નહીં પણ કાલિંદી જ હતી,પોતાની દિકરીને જોઈ મોહનશેઠની આંખો પછતાવાના આંસુથી છલકાઈ ગઈ,કરણ અને નિકિતા કહે "બેટા ખુશી આ કોણ છે,તે કાર કેમ ઉભી રાખી મમ્મી હુ તમને જે વાત કરી રહી હતી જેમને પોતાની છોકરી એટલે મને સગી માંને ડસી જનાર સાંપણ સમજી નાનપણમાં રસ્તા ઉપર ભીખ માંગવા છોડી આવ્યા હતાં એ આ જ પિતા છે,નિકિતાના ગુસ્સાનો પાર ન રહ્યો,તે ગુસ્સે થઈ કહેવા લાગી "ભાઈ તમે કેવા પિતા છો? તમારુ મન હજી નથી ભરાયું,જે સંતાન વિહોણા માતા પિતા હોય એનૈ તો પુછી આવો સંતાન ન હોવાનું દુઃખ અને તમે પોતાની ફૂલ જેવી દિકરી આમ રસ્તા ઉપર છોડી આવ્યા તમારા હાથ ન કાપ્યા આ કરતાં,અરે...
તમે કેવા માતા પિતા છો,જન્મ મૃત્યુ આપણા હાથમાં નથી ઈશ્વરના હાથમાં છે,એમાં આ માસૂમ ફુલ જેવી છોકરી શું કરે પણ ખેર તમે અહીં કેમ આવ્યા છો?જો તમે પોતાના સગા સંતાન સાથે આ કરી શકતા હોવ તો....આટલુ કહી નિકિતા રડી પડી.
મોહનશેઠ કહે કે મારી દિકરી કાલિંદીની માફી માંગી લેવા આવ્યો છું,શું ...કરણ વચ્ચે ટાપશી પુરતા કહે,કેમ ભાઈ હવે દિકરી યાદ આવી,અત્યાર સુધી ક્યાં હતાં? આનંદ પણ પિતાને સમર્થન કરતાં કહે અંકલ તમારે એકલાં જાવુ પડશે દીદી તમારા સાથે નહીં આવે,મોહનશેઠ કાલિંદીની માફી માગે છે કાલિંદી આ કરતાં અટકાવતા કહે તમે મારા પિતા જેવા છો આમ માફી ન માંગો હું બધું ભુલી તમને માફ કર્યા પણ હું મારા આ મમ્મી પપ્પાને છોડી નહીં આવું,આ પરિવારે મને ઘણું આપ્યું છે,મેં તમને અને મમ્મીને ક્યાર નાય માફ કરી દીધાં,પણ આ પરિવારને છોડી તમારા પાસે આવું એ નહીં બને શક્ય હોય તો માફ કરજો,દિકરીના આ વાક્ય સાંભળી મોહનશેઠ આંસુ ભરેલી આંખ અને નિરાશા સાથે પાછા ફરે છે,તેઓ પછતાવોની અગ્નિમાં પોતાને નિરંતર બાળતા રહે છે
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment