હાસ્યકાવ્ય:ઘવાયેલી છાશ...

ઘવાયેલ છાશ...

દહીં અને દુધનો સંગમ 
થઈ જે ફળ મળે છે છાશ
પરંતુ પાણીના મેળાપે કાઢી નાંખ્યુ જેનું નિકંદન.

આજે ઘવાયેલી છાશ  વિધાતા ને કરતી હશે 
સવાલ હૈ વિધાતા શા હતા મારા દોષ!

અરેરે...રે...જેને કાનુડાએ 
હોશે હોશે પીધી એના થયા બુરા બેહાલ,ઢળતી સંધ્યાએ નિરાશાના વાદળ,
આ છાશ હતી કે સફેદ પાણી મન રડતાં રડતાં 
ચોટદાર સવાલો હૈયા ને કરે...

ખિલતા ફુલ સમા ચહેરા પર ઉદાસીની લકીર
આતે કેવી તકદીર...

ચહેરાનો ઉત્સાહ કડભૂસ થયો,છાશ તારા વિશે આનાથી વધુ શું કહી શકાય?


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts