રામવંદના

રામવંદના....

આખુય જગત રામ રાજ્ય
દશરથ ને કૌશલ્ય નંદન 
નારાયણના અંશાવતાર,
કૈકેયીના આંખોના તારા
રામ રામ રામ,

દશરથ રાજાના હ્રદયનો ધબકાર,ચૈત્રી શુક્લ પક્ષ
ની નવમી આવી અવધની પવિત્ર ધરણીપર
રામ ધરતી પર આવ્યા,મર્યાદા પાઠ ભણાવ્યા આ દિ છે રાજા રામનો,
રાજા રામ રામ રામ સિયારામ રામ રામ....

રામ સંગ ભાઈ આવ્યા,
લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન આવ્યા,જગતમાં ધર્મની સ્થાપના કરી
અધર્મને ડામ્યો,
વિશ્વામિત્રના આશ્રમની રખવાળી કરી,શિવધનુ તોડી સીતાને વર્યા,સૌ રાજાને અચંબિત કરનાર રાજા રામ રામ રામ સિયારામ રામ રામ 

માતા પિતાનો આદેશ માની વનવાસ સહર્ષ સ્વીકાર્યો,એવા મર્યાદા પુરુષોત્તમનો આ દિન છે,રાજા રામ રામ રામ સિયા રામ રામ રામ
 
કૈકેયી માતાની આજ્ઞા માની,
દશરથ રાજાના વચનની આણ ખાતર,જનકનંદીની ને લક્ષ્મણ સંગ
જોગીયાવેશ ધરી વનવાસ ગમન કર્યું,સુગ્રીવનો ઉધાર કરી,વાલીને હણ્યો,વિભિષણને શરણ આપી,રાવણરુપી આસુરી તત્વનો વિનાશ કરી ધર્મની સ્થાપના કરી અવધ પરત ફર્યા,અવધમા ઉત્સવ મનાયો,ઘેરઘેર આનંદ આવ્યો,આ કથા છે ધનુરધારી રામની રાજા રામની રામ રામ રામ સિયારામ રામ રામ રામ....

વિધાતાની એક તિખળે બે પ્રેમીયુગલને અલગ કરી નાંખ્યા,નિષ્કલંક સીતાજી પર કલંક લગાવ્યો,રાજધર્મ ખાતર પોતાની પ્રાણપ્રિયા
સીતાને ત્યાગ્યા,અંગતસુ:ખ
ત્યાગી રાજધર્મને મહત્વ આપી સરયુ નદીમાં સમાધી લઈ વૈકુંઠમાં ગયા,એવા લક્ષ્મુપતિના અંશાવતાર રાજા રામનો જયજયકાર થાય એટલો ઓછો છે,રાજા રામ રામ રામ સિયારામ રામ રામ રામ (2)

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts