કાવ્ય:બેજાન સપનાં

કાવ્ય:બેજાન સપનાં...

આ દિલનો મામલો છે,
બે તરફથી પહેલ છે,
તમે અમને તમારા તમારા કરી છળતા રહ્યા કસૂરવાર
અમે પણ નો'હતા,

તરસનું શું છે,ક્યાં પુરી થાય છે, જેટલા ઉડા પાણી જોવો એટલી વધે છે,સાચુ કહું છું વિરહની અગ્નિ તળવળતા જીવ આપ એક એકલા નો'હતા,

ચાંદ ખિલેલો હતો,સૂસવાટા મારી રહેલા પવનના સ્પર્શમાં આપને
માણતા રહ્યા,અકાળે વિયોગ આપણો થાય એ કુદરતનો ન્યાય માથે ચડાવનાર તમે એક નો'હતા

રાતોના ઉજાગરાને આંખોની સુઝન તારી તરફ શકની સોય બતાવે એ સ્વાભાવિક છે,કેમકે તૂટેલા દિલને સાધવાની કોઈ બેન્ડેજ નો હતી,આ દરદ ઝીરવી જીવનાર આપ એકલા નો'હતા,

જીવન સમણા સજાવેલા ઘણાં વાયદાઓની યાદીએ ઘણી હતી,બંધ આંખે નિહાળેલા સપનાં પુરા કરવા એવી તે દોટ લગાયેલી,એમાં ખુલ્લી આંખે જોવાયેલ સપનાં
વિસરાઈ ગયેલા,આમાં કસૂરવાર અમે એકલાં નોહતા,

ક્ષણીક પ્રેમરૂપી હવાના ઝોકાને,જીવન માની બેઠેલા અમે નાદાન,તારા મારા પ્રેમનું ટીપણુ જોવડાવ્યુ તો ખબર પડી,મિલનના યોગની રેખા તુટક હતી,તુ અજાણ હતો ને હુ એ અજાણ હતી,આ જાણકારી છતાંય ખતા ખાઈ લુટાઈ જનાર તમે એકલા નો'હતા....

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Post a Comment

Popular Posts