શિવાજી જયંતિ નિમિત્તે...

31-3-2021છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે

એ જ શૌર્ય, એજ વીરતા જીજાભાઈના જાયા,
માતાના દૂધનું ઋણ તમે તો ચુકવ્યુ,
ભારતીય ગણનાયક તરીકે તમે પૂજાતા,
મહારાષ્ટ્ર પવિત્રની ભૂમિ જન્મ લીધો,
એક હથ્થુ મરાઠી સત્તા સ્થાપી મૂઘલોને હંફાવ્યા,
કામ તમારા કાબિલે તારીફ,માં ભવાની તૂળજાને 
તપસ્યા થકી પ્રસન્ન કરી,માં એ વરદાનમાં તલવાર આપી
હે ભવાની તૂળજાના ભક્ત શિવાજીને કોટીકોટી વંદન,
જેના માટે કિલ્લા જીતવા રમત છે,
યુવાન અવસ્થાએ કિલ્લા જીતવાની એ રમત,
હકીકતમાં પલટાઈ ગઈ,આક્રમણકારોને ધૂળચાટતા કરી
માતૃભુમિની લાજ રાખી,પુરંદરને તોરણ જેના રહેઠાણ છે
એ વીર સપૂતને કોટીકોટી વંદન છે,ધન્ય છે માં જેને 
સાવજ સમાન પૂત્રને જન્મ આપ્યો છે,
સહબાઈના કંથ ને સંભાજીના પિતા
જેની શક્તિ સામે ઔરંગઝેબ થરથર કાપતો
જેને મન પરાઈ સ્ત્રી માં અને બહેન એવા
સિંહગઢ દુર્ગ કિલ્લો જીતવા તાનાજીને મોકલ્યો
તાનાજી શિવાજીના સેનાપતિ કરતાં મિત્ર વધુ
દુર્ગને હરાવવા તાનાજી વીરગતિ પામ્યા
ભારતમાં ગુરિલ્લા યુદ્ધ નિતી લાવનાર
શિવાજીની આ નિતી વિયતનામિયોને ભાવી
વિયતનામિયો આ નિતીથી પ્રેરાઈ અમેરિકાથી જંગ જીતે છે
તમારી ગાથા ગાતા હૈયું ગર્વ અનુભવે છે,

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts