કાવ્ય:ધરણી માં...
વંદે જગતજનની ધરણી
અમે તમારા બાળકો તમે અમારી માં, બીજા દેવી દેવતાઓનો તમારામાં છે વાસ,જીવતી જાગતી તુ માત છે,ન જોઈએ પ્રમાણ...
સજ્જન,દુર્જનના ભેદ
ન કરતી સંભાળ સોની રાખતી,ભાર સૌનો ઝીલી માડી માતા સૌને તુ સવારતી,
સંતાન કુસંતાન થાય
માતા કુમાતા થાય ના આ ઉક્તિ માં તારા પર લાગુ પડે,પાપી અમે જીવ ક્ષમાવાન માડી તુજસા નહીં,જય ધરણી માં,નિષ્કલંકને જ્યારે પવિત્રતાનું પ્રમાણ આપવા સ્મરણ તમારું કર્યું,ત્યારે માડી સીતાજીની પૂકાર પર
માડી હાજર થઈ, સીતાને આપ્યું સ્થાન...
કરુણામયી માં જય ધરણી માં...આપવું હોય તો માડી એક વર આપજે,
સહનશીલતા તારા જેવી આપજે,ખમ્મા ખમ્મા ધરણી માં તમારા ઉપકાર અમ જીવ પર છે ઘણાં આપને આજીવન વંદના એક દિવસ શું કામ હોઈ શકે તમારી ભક્તિ માટે...
આ જય ધરણી માં જય ધરણી માં...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment