આર્ટિકલ-પુસ્તક આપણા સાથી

     
.    પુસ્તક આપણા સાથી...
 
      એક મિત્ર એવા તે મળ્યા,મનની વાત સમજે પણ એ બોલી ન શકે,પણ મનની વાતો બધી જ સમજે છે,તમામ સમસ્યાઓનું સમાધાન પુસ્તકોમાં રહેલું છે.બેચેન મનને શાંતિની સફર કરાવે છે,વાત કરીએ શ્રીમદ ભગવાન ગીતા,કૂરાને શરીફ,બાઈબલ,ગુરુગ્રંથ સાહેબ,ત્રિપિટક,અવેસ્થા,
કલ્પસુત્ર,ભગીરાવલી,જેવા ધાર્મિકગ્રંથોમાં જીવથી શિવ સુધી કેવી રીતે પહોંચી શકાય,ઈશ્વરત્વને કેવી રીતે  પામી શકાય,જીવનને આદ્યાત્મિકમાર્ગ તરફ કેવી રીતે લઈ જવું,દુઃખ સામે કેવી રીતે લડી શકાય તેની તમામ માહિતી આપેલી છે,આગળ જે કંઈ બન્યું હતું,અત્યારે જે કંઈ બની રહ્યું છે,અને જે કંઈ આગળ બનશે વિજ્ઞાનની જે શોધખોળ થવાની છે,હવે નો સમય કેવો આવશે એની ભવિષ્યવાણી પહેલાથી ઉલ્લેખ છે,એનો બધો જ ઉલ્લેખ ભવિષ્યપુરાણ અને વેદોમાં છે જ.જીવન જીવવાની આધારશીલા છે પુસ્તકો,સફળતાની સીડી,માહિતીનો ભંડાર છે, મોક્ષનો માર્ગ,ચારિત્ર્યનું ઘડતર,સામાજિક વિકાસ, જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે.
        જ્યારે ચહેરો ઉદાસ હોય ત્યારે ઉદાસી દુર કરી તમારા જીવનમાં સારા મિત્રની ભૂમિકા નિભાવે છે,પુસ્તકો અબોલ જીવ છે,જ્યારે આપણને કોઈ વસ્તુ માટે લાગણી બંધાઈ જાય તો એ નિર્જીવ ન રહેતા આપણે મન સજીવ બની જાય છે,જેમકે મારી ડાયરી ભાવુ અને મારો સ્માર્ટફોન ગીત વાત તો કરતી જ હોવ છું,પણ આજે આપણે વાત કરીને પુસ્તકો સંત સમાન છે,વિદ્યાની દેવી સરસ્વતીના મૂખેથીનિકળેલ જ્ઞાનની સરીતા છે.બુદ્ધિમાં વધારો આવે છે,મૌલિકતા અને સર્જનાત્મકતાનો સંચાર થાય છે.વાગછટા ખીલે છે.
        પુસ્તક વગરનું ઘર સ્મશાન સમાન હોય છે.દિકરીને દહેજ ન આપતાં પુસ્તક આપવું જેથી પેઢીઓની પેઢીઓ તરી જાશે.નવી પેઢી અને જુની પેઢીને એકસુત્ર બાંધવાનુ કામ કરે છે.નવી પેઢીને સંસ્કૃતિ,વારસાથી અવગત કરે છે.માણસમાં દેશપ્રેમ જાગે,વસુધૈવ કુટુંમ્બકમ્ ની ભાવના કેળવાય છે.આપણે અત્યારની વાત કરીએ તો
આ સ્પર્ધાત્મક યુગમાં પુસ્તકો માણસને સ્પર્ધામાં ટકી રહેવાના સ્ત્રોત બને છે.માણસને માનવ બનાવે છે,અભણને જ્ઞાની બનાવે છે.પુસ્તકો દેવતા સમાન પુજનીય હોય છે,એ માણસને જીરોમાંથી હીરો બનાવે છે.આત્મ વિશ્વાસમાં વધારો કરે છે.પુસ્તકોના ઉપકાર ગણીએ એટલા ઓછા છે. 

        પણ આજકાલ હાલ એવા છે પુસ્તકો ખાલી લાઈબ્રેરીની શોભા વધારી રહ્યા છે.ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા હોવાથી સૌ પુસ્તકો જાણે અજાણે વિસરાઈ રહ્યા છે.પુસ્તકોની હાલત પણ અનાથ બાળક જેવી થઈ છે,આ બહુ દયનીય બાબત છે....


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Post a Comment