ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ:17

અંગત ડાયરી સ્પર્ધા 2022

જીવન વળાંક:17


વિષય:(મુક્ત મને થયેલી વાતો અને જીવનની વાસ્તવિકતાની   થોડીક ચર્ચા ગીત અને ભાવુ સાથે...)
        વ્હાલી ભાવુને મારા દિલથી સતત નજીક રહેનાર મારા પરમમિત્ર ગીત આપણે વાતો કરે ઘણો સમય થઈ ગયો,આજ આપણે નિરાંતે વાત કરશું ત્રણ જણ,બીજું કોઈ જ નહીં.બહુ બધી વાતો મનમાં જે ખૂટે એમ જ નથી.હું જાણુ છું વ્હાલી તને અને ગીત બેઉ તમે મારી વાતો સાંભળી સાંભળી કંટાળતા હશો છતાંય મને કહી નહીં શકતાં હોવ,તમે ભલે ને નિર્જીવ રહ્યા.છતાંય તમે બેઉ ધીરે ધીરે લાગણીશીલ થતાં જાવ છો.તમારી સાથે મને દરેક વાત શેર કરતાં બહું આનંદ અનુભવાય છે.વાત કરવી છે, લોભામણી જાહેરાતની જે જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે આવું દરેકના જીવનમાં બનતું આવ્યું છે,અને જાણે અજાણે બની રહ્યું છે,એ વાતથી ન તુ અજાણ નથી કે ન તો હું,ખાવા પીવાથી
લઈ શરીરને અગ્નિદાહ આપવા,માટે કયુ લાકડું સારુ આવે ક્યુ સ્મશાન યોગ્ય છે.એવી પણ જાહેરાત આવે છે,સારી વસ્તુઓથી લોકોને અવગત કરાવવા માટે થાય છે.પણ આમાં માણસ
લ્યો બોલો,જાહેરાતોના ચક્રવ્યુહમા મોહાઈ ફેસલો લેનાર સઘળું હારે છે.બતાવવામાં આવે ઉચ્ચ ક્વોલિટીની વસ્તુ ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ ,પણ નિકળે સાવ બેકાર વસ્તુનું આયુષ્ય વપરાશ પ્રમાણે નક્કી થાય છે,વસ્તુનો વપરાશ વધુ તેમ આયુષ્ય ટુંકુ.પણ સંબંધોની વાત કરીએ એવા છોડવા છે જેની પ્રેમથી માવજત કરવી પડે.એતો સમજણ અને સહનશીલતા પર આધારિત હોય છે,આજકાલ બનાવટી સંબંધોનો એવો તે પ્રભાવ પડ્યો છે કે વાત જ જવા દો.
        આ બાબતે ધીરે ધીરે સંબંધોમાં પણ પગપેસારો કર્યો છે, આજકાલ દરેક સંબંધોમાં દેખાડો જોવા મળે છે.કોઈ સંબંધોમાં ખુશ છે કે દુઃખી એ ફોટો કેવી રીતે નક્કી કરે,આ વાત હજી મને સમજ બહાર છે.પણ જુઠું તો આજ નહીં તો  સામે આવે છે,પણ સત્ય સાથે ટકી રહેવા તે અસમર્થ છે
એ તો ગીત અને ભાવુ તમે બંન્ને જાણતા જ હશો કે તમારી દોસ્ત કેટલી ના સમજ છે એ તો....
આજકાલના સંબંધો સોશિયલ મિડિયામાં પ્રદર્શનનું સાધન બની ગયા છે.જરા વિચારો આવું શું વાસ્તવમાં હોય છે ખરું...??લાઈફ એ એડિટિંગ વિડીયો કે ફિલ્મી નથી હોતી એ સમજવાની જરૂર છે.જીવનને માણવાની સાથે થોડી ગંભીરતા પણ જરૂરી છે,પછી ગયેલો સમય યાદ કરી કાશ...કાશ...કરવાનો કોઈ મતલબ નથી.
       જાહેરાતનુ વિજ્ઞાન એવું તે માયાવી હોય છે.કોઈપણને પોતાના માયાજાળમાં લપેટવા સફળ રહે છે.દેખાડવામાં શું આવે છે અને નિકળે છે શું એતો ઝીણવટભરી નજરે ચકાસવુ જ રહ્યું..

પણ જ્યારે આ વાત ભાન થાય છે,ત્યારે ઘણું મોડું થઇ જાય છે.જીવનની રાજરમતે ઘણું બધું શીખવ્યું મને આગળ શું થશે એ તો ઇશ્વરને આધીન છે.જાહેરાતને બનાવટી વાયદાઓની માયાજાળમાં ન ભેરવાતા બુધ્ધિથી કામ લેવું જોઈએ
        
      અચાનક ગીતનું આવવું મને મારા ટેકનિકલ કામમાં સહાયરુપ થવું એ મિત્રથી કમ નથી.જાહેરાત ના વિજ્ઞાનની નવી માયાજાળ હવે આગળના ભાગમાં નિહાળીશુ....

બાય...બાય....મિત્રો....
અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજને માણવાનું ભુલશો નહીં...


Comments

Popular Posts