આર્ટિકલ:એક રાહ..

એક રાહ....

          સફળતા એવી વસ્તુ છે,જે દરેક માણસ ઇચ્છે છે,પણ જેવી દેખાતી હોય એટલી સરળ નથી કેટલોય સમયશક્તિ માંગી લે છે,સખ્ખત પરિશ્રમ બાદ મળતી હોય છે, ભાગ્ય નસીબ હોતું નથી એને બનાવવુ પડે છે,
મહેનતરુપી બીજ વાવવા પડે છે, ત્યારે સફળતારુપી વૃક્ષનો છાંયો મળે છે
સફળતા એ તો લાંબી મુસાફરી છે,ક્યારેય હારી પણ જવાય છે,નિરાશા પણ આવે છે, આપણો નક્કી કરેલો રસ્તો કપરો પણ હોય છે,મુશ્કેલીઓ પણ આવે છે, જે માણસ ખતરા સાથે રમે છે એજ આગળ વધે છે,"ઘણી વાર ચાદર હોય એટલા પગ લાંબા કરવા" આ ઉક્તિ ક્યારે આપણને આળસુ બનાવે છે એનુ શાનભાન પણ નથી રહેતું.
એવું જરૂરી નથી હોતું કે દરેકવખતે આપણી સાથે કોઈ હોય સમય જ્યારે મજાક કરવા ઉતરે તમારી સાથે ત્યારે પોતાના પણ સાથ છોડી દે છે,પણ આપણે એજ કામ કરવું જે આપણને ખુશી આપે.આપણા દિલને શુકુન આપે,જે માણસ પોતાની આગવી પ્રતિભામા ડૂબેલો રહે છે,આખરે જીત એની જ થાય છે,જે નિષ્ફળતાને પચાવી તેમાંથી કંઈ શીખે છે.અડગમને પોતાની મંજીલ તરફ આગળ વધે છે.તમે કોઈ પણ કલામાં પોતાની જાત રેડી દો ત્યારે તમારા જીવનમાં સફળતા જોઈ શકો છો.જ્યારે તમારા ઈરાદા મજબૂત હોય,ત્યારે તમને કાંટાળો ને જટિલ રસ્તો પણ મજાનો લાગે છે.

        આજે મારી ખુશી વહેચતા મને આનંદ થાય છે,મારો ભૈલુ ઓછો પણ બેસ્ટ મિત્ર કરણ આજે એના બાળપણથી સજાવેલા સ્વપ્નપૂર્તીના ધ્યેયની નજીક પહોંચી ગયો છે.આજની ખુશી રજુ કરવા માટે મારી પાસે શબ્દ નથી જળતા...
ખુબ ખુબ શુભેચ્છા કરણ પંડ્યા,મારા પ્યારા ભૈલુ...💐💐💐ખુબ પ્રગતિ કર ખુબ નામ કમા જીવનમાં....

Comments

Popular Posts