વાર્તા:અનામ સંબંધો
અનામસંબંધો....
પ્રેક્ષા બહુ સમજદાર અને મલ્ટીટેલેન્ટેડ છોકરી હતી,નાનપણમાં માતા પિતા ગુમાવ્યા હતાં,કાકા કાકીએ એની ઉપર કોઈ જ ધ્યાન નોહતુ આપ્યું,કાકી
અર્પણાબહેન તેમની ભત્રીજી પ્રેક્ષાને આખાય ઘરનું કામ કરાવતાં તેને પુરતું ખાવા પણ આપતાં નહીં.પ્રેક્ષા બધું મુંગા મોઢે સહન કરતી,અંકિતભાઈ તેમની પત્ની સામે લાચાર હતાં.પ્રેક્ષા માં બાપના પ્રેમ માટે તરસતી રહી.
અર્પણાબહેન સ્વભાવે ખુબ કડક અને કર્કશ બોલા હતા,તેમના આડોશ પાડોશના જોડે સંબંધો નહીંવત હતાં,સૌ કોઈ બિચારી અનાથ પ્રેક્ષા ઉપર દયા ખાતા,પણ ચાહકર પણ કોઇ આ પ્રેક્ષાની મદદ ન કરી શકતા.
રોજ રોજના કંકાશથી કંટાળી અંકિતભાઈએ તેમની લાડકીને ભત્રીજી અનાથ આશ્રમ છોડી આવવાનું નક્કી કર્યું.
પ્રેક્ષા તેના કાકાને આશ્વાસન આપતાં કહે
"અરે...કાકા તમે તો મારી નાહકની ચિંતા કરો છો હું ઠીક છું.આમ પણ કાકા મને કાકીની વાતનુ જરાય ખોટું નહીં લાગતું,કાકી તો મારાં માં તૂલ્ય છે.એમનો હક છે મને વઢવાનો,પણ કાકી કેમેય પ્રેક્ષાને ઘરમાંથી કાઢવા માંગતી હતી.
પ્રેક્ષા ઉપર દયા આવતી પણ કાકા કરે તો કરે પણ શું કાશ...અર્પણા આ દિકરીને માનો પ્રેમ આપે એટલી ભગવાન એને સમજ આપે."
આ સાંભળી અર્પણાબહેન બરાડ્યા"એ...શું બોલ્યા તમે?આ અભાગણી માટે થઈ મને ઓછી બુદ્ધિની ઠેરાવો છો તમને લાજ નથી આવતી?જે પોતાના માં બાપને ખાઈ શકતી હોય એ આપણને પણ શું બક્ષવાની!
તમને પણ એકવાર અહેસાસ થઈ જશે કે હું આની સાથે જે કરી રહી છું, તે યોગ્ય જ કરી રહી છું.આ બધું પ્રેક્ષાનો
પિતરાઈ ભાઈ અંગત જોઈ રહ્યો હતો.એ નાનકડો હતો પણ બધું સમજતો.
અંગત તેની બહેન પ્રેક્ષાને ખુબ પ્રેમ કરતો હતો,તે પોતાની બહેનની હાલત જોઈ મનોમન બળી જતો.
મમ્મી સામેએ પણ લાચાર હતો.
પ્રેક્ષા ઉપર ગુસ્સો ઠાલવતા કહે"એ તું અહીં શું ઊભી ઊભી શું સાંભળે છે,નિકળી જા અહીંથી તારી ચિકણી ચોપડી વાતોમાં હું નથી આવવાની,કેમકે આ બધા જ ઝગડાનુ મૂળ તુ છે,તું નીકળ અહીંથી...કહું છું નિકળી જા...
અંકિતભાઈએ વર્ષોથી સેવી રાખેલું મૌન તોડ્યું,"બસ...અર્પણા...ભગવાન...માટે શાંત થઈ જા.તને પ્રેક્ષા નથી ગમતી તો એને દિકરી તરીકે ન અપનાવ કે
ન અપનાવ એ તારી મરજી છે,પણ એને આમ તિરસ્કૃત તો ન કર."જો તુ શાંતિ રાખે તો એ પણ ફેંસલો લાવી દઈશ હું.
અર્પણાબહેનથી કુતૂહલવશ પુછાઈ જાય છે કે"શું ફેસલો લાવશો તમે!એ...તમે...આ ખાલી મારું મન રાખવા તો નથી કહી રહ્યા ને!બોલો શું કરવાનું છે આ છોકરીનું!એ ગમે ત્યાં જાય એ મારે નથી જોવાનું.
અંકિતભાઈ વિચારી રહ્યા હતા કે"આજે જો રડવાનો મોકો મળે તો મનભરી પોતાના ભાગ્ય ઉપર રડવું,પણ અર્પણાબહેન સામે જ ઊભા રહ્યા હોવાથી એ શક્ય જ નોહતુ અર્પણા જોડે કરેલાં લગ્ન તેમને પીડા આપી રહ્યા હતા.સમજાઈ નોહતુ રહ્યું કે હું ભુલો પડ્યો કે વિધાતાએ મારી સાથે હળવી તિખળ કરી કરી તો ભલે કરી આમાં બિચારી નિર્દોષ પારેવડા જેવી પ્રેક્ષા અકારણ પિડાય છે.દિલથી એક નિ:શાસો તેમની પત્ની અર્પણા માટે નિકળે છે,કે અર્પણા ન તો સારી પત્ની બની શકી ન તો સારી માતા,ખબર નહીં અર્પણા હજી કેટલી ઉતરશે પોતાની નજરો માં.અંકિતભાઈ તેમની લાડકી ભત્રીજીના માથે પ્રેમથી હાથ ફેરવતાં કહે,"બિચારી પ્રેક્ષા સાથે કયાં જન્મનો બદલો લઈ રહી છે."
વિચારોના ગરકાવમાં ખરી ગયેલા અંકિત ભાઈને હળવેકથી ઢંઢોળતા અર્પણાબહેન કહે"એ...ક્યાં ખોવાઈ ગયા કહું છું સાંભળો છો...આ છોકરીનું શું કરવું છે
અંકિતભાઈ કહે,હું આને અનાથાશ્રમમાં મૂકી આવવા માંગુ છું,અર્પણાબહેનની ખુશીનું કોઈ ઠેકાણું જ ન રહ્યું.
અર્પણાબહેન હવે હાશકારો અનુભવતાં હતાં.
આજે અંગત પણ પોતાની માતાનું આવું સ્વરૂપ જોઈ એકદમ ડઘાઈ ગયો.અર્પણાબહેનમાં તેને હવે પોતાની માં નોહતી દેખાતી.
અંકિતભાઈ ગુસ્સામાં પ્રેક્ષા ઉપર બરાડ્યા"ચાલ પ્રેક્ષા તને કહું છું સમાન પેક કર...આપણે મોડું થાય છે...એકવાર કહે તને સમજમાં નથી આવતું ચાલ સામાન પેક કર કહું છું.
પણ મનમાં પ્રેક્ષા માટે ખુબ સહાનુભુતિ હતી.
અંકિતભાઈ તેમની લાડલી ભત્રીજીને વિનંતી કરતાં કહે"દિકરા પ્રેક્ષા હું તને આમ અપમાનિત થતી નથી જોઈ શકતો,એટલે આજે હું તને આશ્રમમાં મૂકવા જાવ છું.શક્ય હોય તો તારા આ લાચાર કાકાને ક્ષમા કરજે."
અંકિતકાકા દિલ ઉપર પથ્થર રાખી પ્રેક્ષાને આશ્રમમાં મૂકી આવે છે.પણ તેમનો આત્મા સદાય ગિન્નાતો રહેતો.આ વાતને પાંચ વર્ષ વીતી ગયા,
"મસીહા અનાથ આશ્રમ"નિ:સહાય છોકરી માટે કામ કરતો હતો,અને જો પ્રતિભાશાળી છોકરીઓ હોય તો તેમની પ્રતિભા લોકો સમક્ષ આવે અને તેમને એક પ્લેટફોર્મ મળે તે પ્રયત્નો "મસીહા અનાથઆશ્રમ"ના રહેતાં છોકરીઓનો ભણવાનો ખર્ચ અને તે આત્મનિર્ભર બની શકે
તે માટે સતત પ્રયત્નશીલ રહેતો.પ્રેક્ષા નાનપણથી જ ક્રીએટીવ એક્ટીવીટીમાં માહેર હતી.અંકિતભાઈ તેમની પત્નીથી છૂપાઈ તેમની વ્હાલસોયી ભત્રીજીને મળવા આવતાં રહેતા.
'મસિહા અનાથાશ્રમ'ના વોર્ડન બહુ કડક અને અનુશાસન પ્રિય મહિલા હતાં,પણ દિલના કોમળ અને છોકરીઓને મદદરૂપ થાય તેવા હોવાથી સૌ છોકરીઓ તેમને વોર્ડન માં તરીકે ઓળખતી.
આશ્રમના વોર્ડન પણ પ્રેક્ષાનું કામ જોઈ તેનાથી પ્રભાવિત થઈ ગયા.વોર્ડનને પ્રેક્ષા માટે ખુબ ગર્વ થવા લાગ્યો."પ્રેક્ષા આટલી નાની ઉંમરે તારી મહેનત ગજબ છે,તને એક પ્લેટફોર્મ પુરુ પાડવાની જવાબદારી અમારી.
તું હિંમત ન હારીશ દિકરી અમે સૌ તારી સાથે છીએ,અને તું પોતાની જાતને ક્યારેય એકલી કે નિ:સહાય ન સમજીશ,વોર્ડન પ્રેક્ષાને આશ્વાસન આપતાં કહે અહીં જે આવે છે.એ ક્યારેય પોતાના પરિવારને યાદ કરતું નથી,આ આશ્રમ ને જ પોતાનો પરિવાર સમજે છે.તું ચિંતા ન કરીશ દિકરી સૌ સારા વાના થઈ જશે."પ્રેક્ષાની આંખે આંસુ વહેવા લાગ્યા.બેટા રડીશ નહીં,કેમ રડે છે દિકરા??"
પ્રેક્ષા કહે મેડમ આતો ખુશીના આંસુ છે,ખબર નહીં કેમ તમને જોઈ મને મારી માં ની યાદ આવી ગઈ.
વોર્ડન મેડમે પ્રેક્ષાને પ્રેમથી માથે હાથ ફેરવી કહ્યું" તુ ચાહે તો આજથી તું મને માં કહી શકે છે."પ્રેક્ષાને આ વોર્ડન મેડમમાં પાલક માતા યશોદા દેખાયા.તેને વોર્ડન મેડમને ગદગદીત થઈ કહ્યું કે"મેડમ હું નથી જાણતી કે આપણા પૂર્વજન્મમાં કંઈ એવી સારી લેણદેણ હશે કે કેમ!પણ આ જન્મમાં તમને જોઈ એવું લાગે છે કે તમને મારા સ્વર્ગસ્થ મમ્મી પપ્પાએ મારા માટે ન મોકલ્યા હોય,હું જે માં ના પ્રેમ માટે અત્યાર સુધી તરસતી રહીએ પ્રેમ મને આજે ન મળી ગયો હોય...!તમારુ ઋણ કેવી રીતે
ચુકવે મેડમ...
વોર્ડનમેડમ પ્રેક્ષાને મીઠો ઠપકો આપતાં કહ્યું"એ...છોકરી માં... માં... કહી માંને આમ રડાવતા તું લાજતી નથી."
વોર્ડન મેડમે બધી જ આશ્રમની છોકરીઓને વિનંતીપૂર્વક કહ્યું કે "તમે બધાં જ પ્રેક્ષાની બનતી મદદ કરજો."તેની બધી જ મિત્રો વોર્ડન મેડમની વિનંતીને ધ્યાનમાં રાખી પ્રેક્ષા બનતી મદદ કરવા લાગી.આમને આમ સત્તર વર્ષ વિતી ગયાં.પ્રેક્ષાને હવે ધીરે ધીરે પ્રગતિ કરી રહી હતી,પ્રેક્ષા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં જોડાઈ ગઈ,સારા એવા પર્સન્ટેજ આવતાં પ્રેક્ષાને ફોટોશોપમાં સારા એવા પગારની નોકરી મળી.તેની મહેનત, ઈમાનદારી,
એડવાન્સ વિચારો જોઈ તેને બોસે તેને સિનિયર ઓપરેટર તરીકે રાખી દીધી.તેને કમ્પ્યુટરની સાથે સાથે સંગીત અને ઈન્સટુમેન્ટ વગાડવાનો શોખ પણ હતો.કોઈવાર પ્રકૃતિના ખોળે બેસતી તો કોઈવાર ખુલ્લા આકાશ સાથે વાતચીત કરતી.તે નવરાશની પળોમાં પોતાના શોખને જીંવત રાખતી.આ જોઈ વોર્ડન મેડમની ખુશીનું કોઈ જ ઠેકાણું ન રહ્યું,તેમને પ્રેક્ષાને આશીર્વાદ આપતાં કહ્યું
"દિકરા મને તારા ઉપર ગર્વ છે.તુ સદાય આમ આગળ વધતી રહે એવા આશીર્વાદ તને,તારામાં હું મારી મૃત દિકરીને શોધી રહી છું,કે જે પોતાની માં થી વિખૂટી પડી આ દુનિયાથી ચાલી ગઈ છે.એ મને તારામાં મળી એટલે આજથી તુ મારી એજ દિકરી."
પ્રેક્ષા કહે,"હા...માં...હું એ જ તમારી દિકરી જેને તમે શોધવા માટે આટલાં ગાંડાતુર થઈ ગયા હતાં,હું આવી ગઈ ને હવે તો રડશો નહીં.આ દ્રશ્ય જોઈ સૌ કોઈ વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ.પ્રેક્ષાની બીજી મિત્રો કહે,"વોર્ડન મેડમ આતો અન્યાય કહેવાય,અમે શું તમારી દિકરીઓ નથી?"
વોર્ડન મેડમે કહ્યું તમે પણ મારી જ દિકરીઓ છો આ આશ્રમની તમામ છોકરીઓ મારી દિકરીઓ છે.કેમકે પ્રેક્ષાને તમે જે મદદ કરી એ આ હરિફાઇનાં યુગમાં
માં કોઈ ન કરી શકે.પ્રેક્ષાએ પણ હામી ભરતાં કહ્યું"હા...માં તમે સાચું કહ્યું કે આ જમાનામાં આવા મિત્રો મળવા ખુબ મુશ્કેલ છે,કે જેને મને આટલી મદદ કરી.જ્યારે પરિવારે ત્યજી ત્યારે તમે તો હતાં કે જેને મારી મદદ કરી હતી,તમારા સૌના સાથ સહકારથી હું આગળ આવી છું,તમે મારી બહેનો જ છો."મસીહા અનાથાશ્રમ"ની બીજી હકીકત એ પણ હતી "અહીં કોઈ કોઈનું દુશ્મન નો હતુ,સૌ છોકરીઓ હળીમળીને રહેતી,પ્રેક્ષા આ પરિવારમાં હળીમળી ગઈ હતી.
એક દિવસ અંકિત કાકા અને અર્પણાકાકી તેને ઘરે લેવા આવ્યાં,પ્રેક્ષા અનાથાશ્રમમાં ગઈ અર્પણાકાકી એક દિવસ પણ સાજા રહ્યા હોય તેમને કંઈ ને કંઈ બિમારી તેમને ઘેરે રાખતી.તેમને પોતાની ભૂલનો ખુબ અહેસાસ હતો,પણ હવે શું વળે!
પ્રેક્ષા તેની કાકીને વિનંતી કરતાં કહે"જે થઈ ગયું એ થઈ ગયું આપણે ભૂલી જઈએ,પણ મારે અહીં જ રહેવું છે,આજ મારો પરિવાર છે.એટલે હું નહીં આવી શકું,શક્ય હોય તો મને માફ કરજો".અંગત પ્રેક્ષા પાછી આવવા માટે વિનવવા લાગ્યો પણ બધું વ્યર્થ."
ભૈલુ તારી લાગણી સમજી શકું છું, હું પણ અહીં તમારી સાથે નહીં આવી શકું,વોર્ડન માં ને મારી જરૂર છે,જે માં એ મને પ્રેમ હુંફ આપ્યો છે,તો એમને આમ છોડી આવું તો મારા જેવી સ્વાર્થી છોકરી બીજી કોઈ ન કહેવાય.
શક્ય હોય તો તમે બધાં મને માફ કરજો."
પ્રેક્ષાના કાકા કાકી પાસે ખાલી હાથે જવા સિવાય બીજો કોઈ ઉપાય નોહતો.
ધીરે ધીરે પ્રેક્ષા હવે યુવતી બની ગઈ,વોર્ડનમાં એ
પ્રેક્ષાના લગ્ન માટે છોકરાની શોધ આદરી દીધી.બહુ
શોધખોળ બાદ નિમેષ નામના છોકરામાં તેમની આંખ ઠરી.
તે બહુ સંસ્કારી,હોશિયાર,કમાઉ,ઉચ્ચ ખાનદાની કુટુંબ
માંથી આવતો હતો.બંન્નેની સહમતીથી સગાઈ ગોઠવવામાં આવી.
ટ્રષ્ટિ અને વોર્ડનમાં પ્રેક્ષાના લગ્નનો ખર્ચ ઉપાડ્યો,જોકે વોર્ડન માં અને મસિહા આશ્રમના ટ્રસ્ટીઓ સમાજસેવાના કાર્યમાં અગ્રેસર રહેતા પણ પ્રેક્ષા તો એમની સૌથી લાડકી દિકરી હતી,એટલે વોર્ડન માં કોઈ જ કસર છોડવા માંગતા નોહતા.મુહૂર્ત જોઈ ઘડિયા લગ્ન લેવાના હોવાથી જોરશોરથી તૈયારી ચાલી રહી હતી.પ્રેક્ષા મળતાવડા સ્વભાવ,એડવાન્સ વિચારો,ભણવામાં હોશિયાર,ઈતર પ્રવૃત્તિમાં અવ્વલ હોવાથી વોર્ડન માં ની અને આશ્રમમાં રહેલી સૌ છોકરીઓની લાડલી બની ગઈ હતી.આશ્રમમાં આનંદનો માહોલ હતો તો,પણ વોર્ડન માં ને તેમની લાડલી કાલે આશ્રમ છોડી ચાલી જશે દુઃખ પણ હતું,પણ કહેવાય છે કે જગની રીત તો નિભાવવી જ પડે છે."મસિહા અનાથાશ્રમ"હલ્દી રશ્મોના સંગીતથી ગુંજતો હતો.બીજા દિવસે જાન આવવાની હતી તો વોર્ડન માં જાનની આગતાસ્વાગતા અને વરરાજાને પૂખવાની તૈયારીમાં લાગેલા હતાં.
મસિહા અનાથ આશ્રમમાં જે દિવસની રાહ આતૂરતાપૂર્વક જોવાઈ રહી હતી,એ દિવસ આવી ગયાં હતાં, એ હતાં પ્રેક્ષાના લગ્ન.સૌ કોઈ પ્રેક્ષાના વખાણ કરે ન થાકતુ.જાન પણ આંગણે આવી પહોંચી હતી.જાન વોર્ડન માં પૂખવા ગયાં હતાં.વરરાજા નિમેષ અને જાનૈયા ખરા હ્રદયથી આવકાર્યા.વોર્ડન માં એ પ્રેક્ષાની નજર ઉતારતાં કહ્યું"નજર ન લાગે મારી રાજકુમારીને,આજે તો કેટલી સુંદર લાગે છે,ને કંઈ મારી રાજકુમારી!"
પ્રેક્ષાને આશ્રમમાં રહેતી સૌ સહેલીઓ દ્વારા વાજતેગાજતે લગ્ન મંડપમાં લાવવામાં આવી.દુલ્હનના વેશમાં પ્રેક્ષા ખુબ જ સુંદર લાગી રહી હતી.સૌ કોઈની નજર એના ઉપરથી હટતી પણ નોહતી.વોર્ડન માં,એ કન્યાદાન તેના કાકા અંકિત ભાઈ અને કાકી અર્પણાબહેનના હાથે અપાવવાનું નક્કી જ કરે એ પહેલાં જ પ્રેક્ષા બોલી "કે માફ કરજો...સૌ...હું વડીલો વચ્ચે બોલવાની દ્રુષ્ટતા કરું છું,પણ મારું કન્યાદાન વોર્ડન માં કરશે તોજ મને આ લગ્ન માન્ય રહેશે,જેમ કૃષ્ણ ભગવાનની પાલકમાતા યશોદા છે.તો કૃષ્ણ ભગવાન યશોદાના પુત્ર તરીકે જગતમાં ઓળખાય છે તો,હું વોર્ડન માં ની પુત્રી છું જે સ્ત્રીએ મને માં નો પ્રેમ આપ્યો મને નોકરીએ લગાડી જેમને મારી મદદ કરી,જે સ્ત્રીએ મારામાં સંસ્કારનું સિંચન કર્યું સારા ખોટાની સમજ આપી એ માં મારું કન્યાદાન કરે એ મારી ઈચ્છા છે,નહીં તો હું આ લગ્ન નહીં માન્ય રાખું, જે માં નુ આજે ઋણ ચૂકવવાની વાત આવી ને હું આમ છકી જવું તો મારા જેવી નિમ્ન બીજી કોઈ ન કહેવાય!"
પ્રેક્ષાની વાતમાં નિમેષને પણ સચ્ચાઈ લાગી,તેને પણ પ્રેક્ષાની આ વાતનું સમર્થન કર્યું.
પ્રેક્ષાની ઈચ્છાને માન આપી તેનું કન્યાદાન વોર્ડન માં અને ટ્રષ્ટિ મહિલાઓએ કર્યું હતું.એ લગ્નની બધી જ રશ્મો સુખ સંપન્ન રીતે પતી ગઈ.હવે આવી વિદાયની રશ્મ જે સૌને ભાવવિભોર કરી નાંખ્યા,કાકા કાકી ખાલી એટલા જ આશીર્વાદ આપી શક્યા કે "જીવનની શરૂઆત કરવા જઈ રહી છે,બેટા સુખી થજે"વોર્ડન માં કહે બેટા તું ક્યારેય પોતાની જાતને અસહાય ન સમજતી આ તારું પિયર જ છે,એમ માની આવતી રહેજે,આ માં ને ભુલી ન જાતી.વોર્ડન માં એ રામણ દિવો છાયાબહેનને આપતાં કહ્યું કે અમારા ઘરનું અજવાળું તમને વેચુ છું,મારી આ દિકરી તમને સોપુ છું,તમે સદાય ખુશ રાખજો જમાઈ એને,નિમેષ અને સૌ જાનૈયા વોર્ડન માં ને હાથ જોડી ચાલી નિકળ્યા,"
જાન પ્રસ્થાન થઈ ગઈ,વોર્ડન માં આજે પોતાની જાતને એકલી અનુભવી રહ્યા હતાં, કેમકે તેમને પોતાની દિકરી વિદાય જો કરી હતી.પ્રેક્ષા માં ને મળવા આવતી જતી રહેતી.પ્રેક્ષા માટે વોર્ડન માં આદર્શ બની ગયેલાં.
એ પણ આજે એના જેવી કેટલીય અનાથ છોકરીઓને આર્થિક સહાય કરવા અને તેમને ભણાવવા ગણાવવાથી લઈ,તેમને આત્મનિર્ભર કરવાની તાલીમ આપી રહી છે.
એમાં એનો પતિ નિમેષ અને તેનો પરિવાર પૂરેપૂરો સહકાર આપી રહ્યો છે.
મિત્રો લોહીના સંબંધો કરતાં અનામ સંબંધો પણ જીવનમાં સારો એવો બોધપાઠ આપી જાય છે, તમારું આના વિશે શું કહેવું છે??તમારો પ્રતિભાવ મને જરૂર જણાવજો....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment