ગીત:અમે ગુજરાતની મોજીલી પ્રજા...

લિરિક:જબરા ફેન:મેં તેરા હાય રે જબરા ફેન હો ગયા...

ગીત:અમે ગુજરાતી મોજીલી પ્રજા.....

ઢોલ નગારાના તાલે,તો ગરબાના ગીતથી દુનિયા આખી ને ઝુમાવતા અમે ગુજરાતની મોજીલી પ્રજા...

આખીય દુનિયાને મુઠ્ઠીમાં કરીએ,પોતાના કામ ને નામથી આગવી ઓળખ બનાવીએ...

ગાંધીજી,નરેન્દ્રમોદી જેના નામથી આખી દુનિયા ઝુકે,
મુકેશ અંબાણી જે કોઈ તકલીફમાં હોય ત્યારે આવે આગળ,ગુજરાતી ગુજરાતી ની ધુન આખી ધરતી પર કેવી મજાની ગાજે,સાંભળી સાભળી અમે તો આફ્રીન થઈ ગયા
અમે ગુજરાતી મોજીલી પ્રજા....

ભીખુદાન ગઢવી મણિરાજ બારોટ જેવા કંઠીલા અવાજે દુનિયાને એક ઘેલું લગાડ્યું...તુ અમારી માતા અમે તારા છોરા,તારી ભૂમિ પર જન્મયા માડી તારા લીધે તો અમારા બજારમાં સિક્કા પડ્યા,અમે અમે ગુજરાતી મોજીલી પ્રજા...

અંબાજી પાવાગઢ ને સોમનાથ જ્યાં તમે પ્રેમથી 
ભક્તિભાવથી નમાવો માંથુ
ત્યાં સઘળાં મનોરથ થાય પુરા...પવિત્ર ભુમિ છે મજાની તારા માટે જેટલું કહીએ એટલું ઓછું છે માડી તમે છો માડી અમે છોરા અમારા આશીર્વાદથી અમે જીરોમાથી હીરો થઈ ગયા... અમે ગુજરાતી મોજીલી પ્રજા....

કહેવું પડે માડી તમારુ 
અલગ અલગ પ્રતિભાવંતી
સંતાનો તમારા,સૌ કોઈ મહત્વના છે,સૌ કોઈ જાણીતા છે,મહેનત ધગશથી શાખ પોતાની જમાવી,દાદા વછરાજ જેના મસ્તક ભોયે ને ધડ લડે જાજા,ચૌદવર્ષની 
ચારણ કન્યા,સિંહ ને કેવી ધૂળ ચટાડે,તને કોટી કોટી વંદન માડી તને ખમ્મા ખમ્મા
અમે ગુજરાતી મોજીલી પ્રજા...

ગિરનાર પર્વત,સોમનાથનો દરિયો,પાટણની રાણકીવાવ,સિધ્ધપુરનો રુદ્ર મહાલય,મોઢેરાનું સુર્યમંદિર
નો નજારો સો કોઈને પ્રભાવિત કરે...અમે આવી ધરણીના પૂજારી થઈ ગયા... આહા....અમે ગુજરાતની મોજીલી પ્રજા...

નવરાત્રીમા ઝૂમીએ ગરબા,
કરીએ માંની ભક્તિ નામ પાછળ ભાઈ બહેન સંબોધી સૌનું જાળવી માન,
દાળ શાકમાં ઉમેરી સાકર,
સંબંધોમાં ફેલાવીએ મિઠાશ... આહા...
અમારા થેપલા,ખમણ ઢોકળાનુ ઘેલું વિદેશીઓને લગાડ્યું,જે કોઈ આવે આંગણે એને દિલથી વધાવ્યુ,આ સમજાવ્યું ગુજરાતની ભૂમિએ,આપના આશીર્વાદથી અમે ગુણવાન થઈ ગયા....આહા...અમે ગુજરાતની મોજીલી પ્રજા...


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts