વાર્તા:મોત સાથે ઈશ્ક
મોત સાથે ઈશ્ક(સત્યઘટના ઉપર આધારિત
(આયેશાએ ઉઠાવેલા તનાવવશ કદમ આત્મહત્યા ઉપર...)
(આયેશાને મારી શાબ્દિક શ્રદ્ધાજંલી)
એક છોકરી દેખાવમાં ગૌરવર્ણી બદામી, સપ્રમાણસર શરીરનો બાંધો અને સપ્રમાણસર હાઈટ જે તેની સુંદરતાનુ પ્રમાણ આપી રહ્યા હતાં.આ સુંદર દિકરીનું માતા પિતાએ નામ આયેશા આપેલું.મુસ્લિમ પરંપરા મુજબ આયેશાએ પહેરેલો કાળો હિજાબ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.તે સરળ સ્વભાવની તેને જોતાં જ દિલમાં વસી જાય.એની માસુમિત નખરાળુ સ્મિત લોકો દરેક લોકોને આકર્ષિત કરતું.તેના આયેશા નામનો અર્થ નસીબદાર ,સક્ષમ થાય છે.પરંતુ ખબર નહીં કેમ આ દિકરી હાલતો સામે ઝુકી પોતાનું જીવન ટુંકાવ્યુ હશે તેના આ પગલાં માટે જવાબદાર કારણોના મૂળ ભુતકાળમાં છુપાયેલા છે.
ઈસ્લામ સમાજમાં યુવતી સોળ વર્ષની થાય એટલે એની નિકાહની વાતો શરૂ થઈ જાય.પણ હવે ઈસ્લામ સમાજમાં પણ શિક્ષણની સાથે નિકાહ સંસ્થામાં પણ પરિવર્તન આવી રહ્યું છે.આયેશાએ ઈસ્લામિક સ્કુલ મદરેસામાં કુરાનેશરીફનુ શિક્ષણ મેળવ્યાની સાથે સાથે તેને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પુરુ કરી દીધું.તેને આઈ.એ.એસ.બનવાની ઈચ્છા ધરાવતી છોકરી આજે જીવનની તકલીફો સામે લડતાં લડતાં થાકી
ગઈ.આ જોઈ એ સમજ આવે છે કે આયેશાની ખુશી જોઈ તકદીરને પણ અદેખાઈ આવી ગઈ હોય તેવો આભાસ થાતો હતો.
આયેશાની યુવાની સાથે તેનું રૂપ પણ સોળેકલાએ ખીલી રહ્યું હતું.લિયાકત મકરાણી સાહેબ તો આખરે દિકરીના પિતા હતા.તેઓ પોતાની દિકરીને લઈ ખુબ ગંભીર હતાં.તેમને તેમની દિકરીને લાડકોડથી ઉછેરી હતી,આયેશાની દરેક માંગણી પુરી કરી હતી.પોતાની લાડલી દિકરીને પોતાની આંખોથી દુર કરવાની પણ ઈચ્છા નોહતી થતી.સમાજના નિયમો સામે કોઈપણ પિતા લાચાર હોય છે. આ લાચાર પિતામાંના એક પિતા લિયાકત મકરાણી સાહેબ પણ હતાં.
આયેશાએ પોતાના મનનીવાત અબ્બુ સામે રાખતાં કહે,"અબ્બુ મેરા એક ખ્વાબ હૈ,મુઝે યુ.પી.એસ.સી.કા પરીક્ષા દેકર મુઝે,આઈ.એ.એસ.બનના હૈ."
આ સાંભળી મકરાણી સાહેબ મૌન થઇ જાય છે,આયેશા પોતાના અબ્બુના મૌન રહેવાનું કારણ સમજી જાય છે.પણ તે અબ્બુ ના મનની વાત જાણવી પણ જરૂરી સમજે છે.
આયેશાથી કુતુહલવશ અબ્બુને કુતૂહલવશ પુછાઈ જાય છે."અબ્બુ કહા ખો ગયે આપ બતાઈએ ન..."
લિયાકતઅલી સાહેબના અવાજ પર ગજબની ગંભીરતા વંચાઈ રહી હતી.આયેશાને સમજાવતાં કહે"દેખ સોનું જીદ મત કિયા કર હમારે સમાજ મેં લડકીયાં જ્યાદા નહીં પઢતી ઈસ લિયે તુમ પઢાઈ કી જીદ્દ છોડ દો તો તુમ્હારે લિયે અચ્છા રહેગા."
આયેશાની વાત કિન્તુ પરંતુ માંજ અટવાઈ ગઈ,પણ અબ્બુના આદેશ સામે તેનું કંઈ જ ન ચાલ્યું.
લિયાકત મકરાણી સાહેબ આયેશા પોતાના મુસ્લિમ સમાજની રીત રિવાજ અને મર્યાદાને આધીન થઈ દિકરીને પોતાની વાત સમજાવતાં કહે" તુ જ્યાદા જીદ્દ મત કર તુજે કુરાન કા વાસ્તા..."
વધુમાં તેઓ કહે છે કે "આયેશા કલ તૈયાર રહના ઝાલોર ગાંવ સે આરિફ ઔર ઉસકા પરિવાર આયેગા તુમે દેખને આવેગા, તુમ ઉન લોગો કે જરા અચ્છે સે પેશ આના.બેટા મેં જો કર રહા હું તેરે ભલે કે લિયે હી કર રહા હું "
આયેશાએ પોતાના પિતાનો આ નિર્ણય ખુશીથી વધાવી લીધો.
શુક્રવારે સંધ્યાકાળે મગરિબનો સમય હતો.આયેશાના પિતા સમય નિકાળી પોતાની નમાજ અદા કરવા આવી રહ્યા હતા.પોતાની નમાજ પુરી કરી ઘરે આવ્યા,દિકરી આયેશાને જોવા માટે મહેમાન આવવાના હોવાથી લિયાકત સાહેબ તૈયારીમાં લાગી ગયાં.
બીજા દિવસે મહેમાન આવ્યા આયેશાની સુંદરતા,હોશિયારી અને સંસ્કાર જોઈ આયેશા આરિફના પરિવારને ગમી ગઈ.આયેશાને પણ આરિફ પહેલી નજરે ગમી ગયો.પણ આયેશાના અબ્બુ એ આરિફ અને એના પરિવારની તપાસ કરાવવાની જરૂરિયાત ન સમજીને "ઝટ મંગની પટબ્યાહ"ની કહેવત મુજબ જોરશોરથી નિકાહની તૈયારી આરંભી દીધી.
લિયાકત મકરાણી સાહેબે જે સપનું જોયું હતું એ નિકાહનો દિવસ આવી જ ગયો.મસ્જિદમાં મૌલવી સાહેબે નિકાહ પઢ્યા બંન્ને મિયાં બીબીની મંજુરી લઈ નિકાહની વિધિ સંપન્ન કરી.લિયાકત મકરાણી સાહેબે આયેશાને ભારે હૈયે સાસરે વળાવી.
અલ્લાહ તાલ્લાના આશીર્વાદ લઈ જાન જાલૌર ગામે વિદાય થઈ.આયેશાના શરૂઆતના દિવસો બહુ સારા રહ્યા.આમને આમ એક વર્ષ વિતી ગયું.પછી ધીરે ધીરે સાસરીવાળાના અસલી ચહેરા સામે આવવા લાગ્યા. આયેશાના સાસુ સસરા,ને નણંદ તેને દહેજ ઓછું લાવવા બાબતે અવારનવાર ત્રાસ ગુજારતા.આયેશા ધીરે ધીરે બધું સરખું થઈ જશે તેવી ઉમ્મીદથી બધું મુુુંગા મોંઢે સહન કરતી,પણ પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હતી.અમ્મી અબ્બુ અને બહેનનો ચડાવેલો આરિફ પણ આયેશાને ત્રાસ આપવામાં પાછું વળી જોતો નહીં.
આયેશાની સહનશક્તિનો અંત આવી ગયો.આયેશાએ પોતાના અબ્બુને બધી માંડીને વાત કરી,
આયેશા કરૂણ સ્વરે પોતાના પિતાને કહે" પ્લીઝ અબ્બુ આપ મુઝે યહાઁ સે લે ચલો, મુઝે યહાઁ નહીં રહના હૈ,મેરા યહાઁ દમ ઘુટતા હૈ."
લિયાકત સાહેબ દિકરીને હિંમત આપતાં કહે" બેટા સોનું તું હિંમત રખ તુ અલ્લાહ તાલ્લા પે ભરોસા રખ સબ કુછ ઠીક હો જાવેગા મેં આ ઝાલોર આકર બાત કરુગા સંમ્ધીજી સૈ તું એસે અપના જી મત છોટા કર."
લિયાકત મકરાણી સાહેબે આયેશાના વાત ધ્યાનથી સાંભળી પણ તેમને દિકરીને સહાય કરવાની જગ્યાએ ફોસલાવી સમજાવી સાસરે મોકલવાનો રસ્તો વધુ પસંદ કર્યો.તેઓ સમાજ શું કહેશે તે ડરથી દિકરીના આંસુ સારતી દિકરીની હિંમત બનવાની પણ આ પિતાએ તસ્તી ન લીધી.
લિયાકત મકરાણી સાહેબને લાગ્યું કે સમજાવટથી મામલો ઠારે પડશે પણ નહીં મામલો વધું ગરમાયો.
આયેશાની સામે આરિફખાનનો એક નવો ચહેરો સામે આવ્યો.આરિફખાન લગ્ન પછી નાજાયજ સંબંધોમાં સપડાયેલો હતો.આ પરિસ્થિતિ જોઈ આયેશાની સહનશક્તિનો અંત આવ્યો તેને આરિફને સમજાવવા બહુ પ્રયત્ન કર્યો ,પણ આરિફ પોતાની સફાઇમા કહે "આયેશા મૈં અબ (નીઝરીન) સે પ્યાર કરતાં હું મુઝે લગતાં હૈ કી અબ તુમે મુઝે આઝાદ કર દેના ચાહિયે."આ સાંભળી આયેશા તુટી ગઈ,તેના તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ.પણ આયેશાએ હિંમત કરી આરિફ ને પોતાના મનની વાત કહી"આરિફ તુમ્હારી અબ યહી આખરી ઇચ્છા હૈ,તુમને મૈરે બારે મેં ન સોચા કી મેરા ક્યાં હોગા તુમ્હારે ઈસ ફેસલે સે.તુમ એસા ન બોલો...મેં મર જાઉંગી."
આરિફખાન પોતાની હલકી બુદ્ધિનું પ્રદર્શન કરતાં કહે"તુ મરતી હો મરો ઈસસે મુઝે ક્યાં પર હા અપના વિડીયો બનાકર મુઝે જરૂર ભેજના તાકી પુલિસ કા લફડા ન હો..."
આરિફ આ સંબંધોમાંથી બહાર નિકળવાની જગ્યાએ વધું અંદર ઉતરતો હતો.આયેશા વિચારી રહી હતી કે આ એજ આરિફ છે જેને કુરાનેશરીફ પર હાથ રાખી મારો આજીવન સાથ નિભાવશે મારી સાથે કોઈ પણ જાતની બેવફાઈ કર્યા વગર કોઈ માણસ આટલું બધું કેમ બદલાઈ શકે,હું ક્યાં ખોટી હતી?હું જેની માટે રાતદિવસ દુવા માંગતી હતી!
તે આવો હોઈ શકે હવે આ વિચારવાનો કોઈ મતલબ નથી.પરિસ્થિતિ હવે આયેશાની હાથની બહાર જઈ રહી હતી.જેથી આયેશાએ પોતાની જીંદગી ખત્મ કરવી જ વધુ બહેતર સમજી.આયેશા ઝાલોરથી અમદાવાદ આવી રિવરફ્રન્ટ ઉપર આવી તેને પોતાના અબ્બુ જોડે છેલ્લી ઘડીએ વાત કરી તેના છેલ્લા વાક્યો આ હતાં."
પપ્પા મુઝે અબ નહીં જીના હે મેં ઈસ હાલત સે લડતૈ લડતૈ થક ગઈ હું.આરિફ કો આઝાદી ચાહિયે તો મેં દે રહી હું.પર મેં ઈસી કુચલી હુઈ જીદંગી નહીં જીના ચાહતી..."
દિકરીની વાત સાંભળી લિયાકત મકરાણી સાહેબ એકદમ હેબતાઈ જાય છે"બેટા સોનુ કહા પર હૈ,તુ પહેલે મૈરી બાત સુન કમ મેં ફિરસે ઝાલોર જાઉંગા મેં ફિરસે સમજાઉગા પર તુ એસા વેસા કદમ મત ઉઠા તેરા ઈતના અચ્છા નામ હૈ અપને નામ કી તો ઇજ્જત કર.તુઝે કુરાનેશરીફ કા વાસ્તા કહા હૈ,બેટા તું મૈ તેરે ભાઈ કો ભૈજ રહા હું,
તુજે મૈરી કસમ હૈ તુ અપને અમ્મી અબ્બુ કા તો લિયાઝ કર."
આયેશા પોતાના નિર્ણય પર અડગ હોય છે. અબ્બુ મૈં રિવરફ્રન્ટ પર હું મેં બચ ગઈ તો લે જાના મર ગઈ તો દફન કર દેના.અબ ઝાલોર જાને કા કોઈ ફાયદા ન હૈ,બહુત દૈર હો ગઈ મુઝે માફ કર દેના અમ્મી અબ્બુ મૈરા આપકો આખરી સલામ હૈ...મૈં જીતના જીયી અચ્છા જીયી,અલ્લાહને મુઝે જો હાલાત મેં રખા મેં ઉસમે ભી અપની ખુશી ઢુઢી પર ન મિલી મુઝે ખુશી ઈસ લિયે તો મૈ અલ્લાહ કે પાસ જા રહી હું...આટલું કહેતા જ આયેશા રિવરફ્રન્ટથી કુદી મોતને વ્હાલુ કરે છે."
"અલ્લાહ... મુઝે અપની પનાહો મેં મુઝે રખ લો,
મેને અપને જીવન મેં કોઈ ભી અચ્છા કામ જો કિયા હૈ,તો મુઝે ઈન્શાન સે મત મિલાના,અબ્બુ અમ્મી મેં બડી ખુશનસીબ હું કી મેં આપકી બેટી હું આરીફ મેં આપકો અપને બંધન સે આઝાદ કર રહી હું,મેં આરિફ કો આઝાદી તો દે રહી હું.મેં જીતના જીયી બહુત અચ્છા જીયી.
અબ્બુ આપ શાંતિ સે રહો સબકુછ ભુલા કર ક્યાં લડના અપનો સૈ મેં ઈતના હી જીને કી તકદીર લે આયી થી.
મુઝે અપની યાદો મેં સજાયે રખના,ઈન્શાન સે ખુદા અબ મુઝે ડર સા લગ રહા હૈ,મેરા આખરી સલામ કુબુલ કરના,
અમ્મી,અબ્બુ...
- આપકી લાડકી આયેશા..."
આયેશાના મૃત્યુબાદ તેની યાદ અને સપનાંઓ મનમાં વાગોળી મકરાણી સાહેબ ખુશ થઈ ગયાં પણ સાથે આઘાતમાં પણ સરી પડ્યાં,તેઓ લાડકી દિકરીના મૃત્યુ માટે પોતાની જાતને જવાબદાર ઠેરવે છે.પણ ગરીબી અને સમાજના ડરને કારણે તેઓ દિકરીના સપનાં પુરા કરી શક્યા નહીં.તેમને આ વાતનું દુઃખ અને વધુમાં આ લાચાર પિતા પોતાની દિકરીને આ રાક્ષસોના ચંગુલમાંથી ન નિકાળી શક્યા તેનો ભારાવાર પછતાવો સતાવતો હતો.તેઓ સરકાર શ્રી ને આ દહેજના લાલચી લોકો માટે કડક સજાની જોગવાઈ અને દહેજના ત્રાસથી પિડિત દિકરીઓને પુરતી સુરક્ષા પુરી પાડવા માટે અરજી કરી રહ્યા છે.
" મારી મમ્મી પપ્પાઓનૈ આખરી વિનંતી છે,દિકરી જો કારકિર્દી બનાવવા માગતી હોય તો લગ્ન માટે તેને દબાણ કરશો નહીં. સમાજે તો શ્રી રામ ,શ્રીકૃષ્ણ પાપા ભગવાન શિવ, મહાવીર સ્વામી, મહંમદ સાહેબ જેવા ભગવાન અને સંતોને નથી બક્સ્યા તો આપણી શું ઔકાત છે.સમાજ માણસોથી બને છે સમાજથી માણસો નથી બનતા મારી આ વાત સદાય ગાંઠે બાધી દેજો તાકી સમાજમાં બીજી આયેશા આવા વૈશી દાનવના ત્રાસથી પોતાનું અનમોલ જીવન ન ટુંકાવે.અને બીજી વાત જે કોઈ દહેજ ભીખમાં માંગે એને પોતાની દિકરી દેશો નહીં,તાકી તમારી દિકરી આમ આયેશાની જેમ પોતાની જીદંગી ન ટુંકાવે.કોઈવાર દિકરીને પણ સાંભળી લેવાનું રાખો.જેથી દહેજના લાલચીઓ તમારી દિકરીને ત્રાસ આપતાં સો વાર વિચાર કરે એ નાગરિકો તમે ધર્મના નામ ઉપર બહું લડ્યા કોઈક વાર દહેજ જેવી કુરિતિ માટે પણ એકજુથ બની લડો જેથી બીજી આયેશા સુરક્ષિત રહે"
ભગવાન આયેશાની આત્માને શાંતિ આપે
અસ્તુ....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment