વાર્તા:ઋણાનુબંધ

ઋણાનુબંધ...

                નુપૂર નામ આટલું અનુપમ હતુ,ફોટામાં આટલી સુંદર અને લજામણી લાગતી સુંદર યુવતી વાસ્તવિકમાં કેટલી સુંદર હશે તેનું ઘડતર કરવામાં કુદરતે કેટલો સમત લીધો હશે,તે વિચારો યુવાનો ખોવાયેલા રહેતા,નુપૂર પાંડે જેનું નામ સાંભળતા જ સૌ કોઇ ભાન ભુલી જાય,આ સરસ વ્યક્તિત્વ ધરાવતી તેની યુવતી કોલેજના યુવાનોની ધડકન હતી.નૂપુર કોઈ યુવાન જોડે ભુલથી પણ જો દોસ્તી કરે તો બીજા યુવાનો તે યુવાનના દુશ્મન બનતા,નૂપુરની સાથે દોસ્તી કરવા માટે યુવાનો વચ્ચે ક્યારે કડવી અથવા તો મીઠી તકરાર થાતી,નુપૂર અને એની સહેલીઓ પોતાનો આનંદ શોધતી.એમ કાંઈ નુપૂર જેવી પરી કોઈના હાથમાં થોડી આવી જાય!યુવાનીના ઉંબરે પહોંચેલી નુપૂર સોહામણી જોબનવંતી લજામણી નાર લાગતી.જોત જોતાં નુપૂરની ઉંમર લગ્ન યોગ્ય થઈ ગઈ હતી,માતા પિતાને નુપૂરની ચિંતા થવા લાગી.

              નુપૂર એના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી,
અમીર બાપની દિકરી હોવા છતાં નુપૂરને કોઇ જ અભિમાન 
નોહતુ,નુપૂર સામાન્ય યુવતીઓ જેવું જીવન જીવતી હતી.

રવિવારનો દિવસ હતો,મમ્મી પપ્પા રાત્રે સુતી વખતે 
નુપૂરના ભવિષ્ય વિશે વિચારતા હતાં,મમ્મી સરલાબહેન કહે;
"અલ્યા નુપૂરના પપ્પા સાંભળો છો આપણી નુપૂર હવે યુવાન થઈ ગઈ શું વિચાર્યું એના વિશે?

"આ સાંભળી નિરંજનભાઈ કહે "વિચારવાનું શું હોય...!!!"
અલ્યા...તમે આવા ને આવા ક્યાં સુધી રહેશો,"એમ કહી મીઠો ઠપકો આપતાં પોતાની વાતનો ભાવાર્થ સમજાવતાં કહે;

"એમ કહું આપણી નુપૂર હવે દિવસે દિવસે યુવાન થતી જાય છે,તેના સંબંધ માટે સારું ઠેકાણું શોધવાની વાત કરું છું,અલ્યા.... હવે સમજ્યા કહું છું હું શું કહેવા માંગુ છું તે."

નિરંજનભાઈ વ્યંગ્ય હાસ્ય સાથે કહે,"ઓ...મહારાણી તમે કહોને અમે ના માનીયે,એવું બનતું હશે કાંઈ,તમારી આજ્ઞા માથા ઉપર...તમે કહો એમ જ થશે..."

સરલાબહેન હળવું શરમાતા કહે,શું તમે પણ...તમે કયારેય નહીં સુધરો..."
સરલાબહેન અને નિરંજનભાઈ બંન્ને હળવી મજાક કરતાં કરતાં પોતાના યુવાનીના દિવસોમાં ખોવાઈ ગયાં.પથારીમાં સુતા સુતા ક્યારે આંખ મિંચાઈ ગઈ એની બેઉને ખબર જ ન રહી.સવારનું એલાર્મ વાગ્યું,સરલાબહેન અને નિરંજન ભાઈ નાસ્તા માટે ડાઈનિંગ ટેબલ પર નાસ્તા માટે બેસે 
એ પહેલાં નિરંજનભાઈ અને સરલાબહેન તેમની લાડકી દિકરી નુપૂર ને ઉઠાવવા એના રૂમ આગળ ગયાં નુપૂરને ગહેરી ઊંઘ માં સૂતેલી જોઈ નિરંજનભાઈની આંખમાં આંસુ છલકાઈ આવ્યા,સરલાબહેને તેમને રડવાનું કારણ પુછ્યું તો નિરંજનભાઈ ઉદાસ અવાજે કહેવા લાગ્યા"
સમય બહુ જલ્દી વહી ગયો નહીં નુપૂરના મમ્મી...!!! કાલુઘેલુ બોલી ઘરમાં કિલકારી કરતી આપણી નુપૂર હવે યુવાન થઈ ગઈ,એની ખબર જ ન રહી,આપણી ઢીંગલી નુપૂર... આટલું બોલી નિરંજનભાઈ પોતાના દિલની લાગણીઓને ન રોકી શક્યા. સરલાબહેન પોતાના પતિને રડતા જોઈ પોતાના તે સંભાળી ન શક્યા.મમ્મી પપ્પાને આમ રડતાુ જોઈ નુપૂરથી ન રહેવાયું તેનાથી પુછાઈ ગયું "મમ્મી પપ્પા શું વાત છે એકાએક આમ રડવાનુ કારણ??
સરલાબહેન અને નિરંજનભાઈ કહે...કાંઈ ખાસ નહીં બેટા એમ જ"નુપૂર મમ્મી પપ્પાને રડવાનું કારણ જાણવા આગ્રહ કરે છે, પણ નિરંજન ભાઈ અને સરલાબહેન નાની બાળકીની જેમ એને ફેરવેલી વાતમાં ઉલઝાઈ નાંખે છે. 

         નુપૂરે પિતાને વિનંતી પુર્વક કહ્યું; "પપ્પા જોવો તમે જો મારા લગ્નનું વિચારીને રડતા હોય તો તમે હમણાં રહેવા દેજો,મારા માટે હમણાં લગ્ન નથી કરવા."
           
        સરલાબહેને અને નિરંજનભાઈ દિકરીની વાત સાંભળી એક મિનિટ માટે સત્બધ થઈ જાય છે,સરલાબહેન કહે છે બેટા નુપૂર તબિયત તો તારી ઠીક છે ને...કાઈ થયું તો નથી ને..."

        મમ્મા શું પણ હું બિમાર હોવ તો જ લગ્ન ની ના પાડુ મારે હમણાં નથી કરવા..."નુપૂર મમ્મીને શાંત પાડતા કહે દેખ મમ્મી સમાજ શું કહેશે આડોશ પાડોશ શું કહેશે એનાથી મને કોઈ જ મતલબ નથી.મમ્મી મારે પોલીસ ઓફિસર બનવું છે હું એની તૈયારી કરી રહી છું...."

નિરંજન ભાઈ કહે બેટા નુપૂર તુ આ શું બોલે છે....આપણે ત્યાં પૈસાની શુ કમી છે...તને મેં કોઈ વસ્તુ ની ખોટ વર્તાવવા દીધી કે શું તો તારા મનમાં આ વિચાર કેમ આવ્યો...???સરલાબહેન પોતાના પતિ વાતમાં હા...મી ભરતાં કહે....બેટા આ બધું લગ્ન પછી પણ થઈ શકે છે,અત્યારથી જોતાં રહીશું તો તને યોગ્ય પાત્ર મળશે,નહીં તો તને પછી જેવું જોઈએ એવું નહીં મળે..."બેટા નુપૂર તે કોઈ પસંદ કરી રાખ્યો છે એવું હોય,તો તુ અમને જણાવી શકે છે,અમે તે તપાસ કરી તારા ત્યાં લગ્ન કરાવીશું તુ ગભરાઈશ નહીં અમને કહે તારા મનમાં શું છે તે..કેમ કે અમારે પણ સમાજમાં જવાબ આપવાનો હોય..."

               ઓ....મમ્મી પપ્પા તમારા લગ્ન અને લગ્નની વાતો માં મોર્નિંગ વોક રહી ગયું....અરે...રે...આટલું કહી નુપૂર હાંફળી ફાંફળી થઈ પથારીમાંથી ઉભી થઈ ફ્રેશ થઈ હળવી હળવી કસરત કરી તે પાર્કમાં દોડવા જાય છે,બધાં યુવાનો ત્યાં નુપૂર પાછળ ભમરાની જેમ મંડરાતા રહે છે,નપૂરને આ જોઈ ઈનબેલેન્સિંગ ફિલ થાય છે,પણ તે પોતાના ધ્યેય સામે આ બધી વાતો નથી આવવા દેતી...મમ્મી પપ્પાએ દિકરીની ઈચ્છા શક્તિ સામે નમતું જોખ્યુ.

            આમ ને આમ એક વર્ષ વીતી ગયું,નુપૂર હવે પોલીસ દળમાં ભરતી થઈ ગઈ,નુપૂર એની મહેનત અને ઈમાનદારીથી પી.આઈ બની ગઈ.મમ્મી પપ્પા કહે નુપૂર હવે તારો શું વિચાર છે લગ્ન માટે તુ જોઈ તો લે છોકરાઓના મમ્મી પપ્પા અમને પુછ પુછ કરે છે અમારે એમને શું જવાબ આપવો.તું ખાલી જોવાનું રાખ લગ્ન હાલ નહીં કરીએ હવે ખુશ ને... હા...મમ્મી તુ કહે છે તો હું જોવું છું, માંગા આયેલા છોકરાઓમાંથી બહુ તપાસ કર્યા પછી નિર્ભય નામના યુવાન ઉપર પસંદગી ઉતારી નિર્ભય દેખાવમાં ગોરો 
હાઈટ છ ફીટ ખડતલ શરીર,વેલ સેટલ્ડ,મોભાદાર કુટુંબ 
ફિલ્મના એક્ટરથી તે દેખાવમાં જરાય ઉતરતો નહીં,નુપૂરને પહેલી નજરમાં જ ગમી ગયો.બંન્નેની વાતચીત પછી સગાઈની તારીખ નક્કી કરવામાં આવી.સગાઈ પછી ગોળધાણા વહેંચાઈ ગયા.લગ્નની તારીખ નક્કી કરવામાં આવી.સરલાબહેન અને નિરંજનભાઈ જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા  હતા તે દિવસ આવી જ ગયો,એ હતો દિકરી નુપૂરના લગ્નનો દિવસ.લગ્નની શરણાઈથી આખોય માહોલ ગૂંજી રહ્યો હતો.નુપૂરની વિદાય માટેની તૈયારી ચાલતી હતી આંખોમાં અશ્રુ હતા,સરલાબહેન હૈયું રડી રડીને બૈસી ગયેલું,નિરંજનભાઈ પોતાની વેદના દિલમાં દબાવીને નુપૂરના મમ્મીને આશ્વાસન આપતાં હતાં.નુપૂરની આંખોમાં અશ્રુઓ હતા,સાથે સાથે એ ચિંતા પણ હતી કે "પરિવાર કેવો હશે,મને મમ્મી પપ્પા જેવો ત્યાં પ્રેમ મળશે કે કેમ નિર્ભય મને વફાદાર રહેશે કે કેમ...વિદાયની રશ્મ પૂરી કરી નુપૂર સાસરે આવી,ત્યાં સાસુમાએ ભવ્ય સ્વાગત કર્યું,નુપૂરનો નવો જન્મ થયો.
બીજા દિવસે કુળદેવીના મંદિરમાં છેડાછેડી છોડવા જાવાનું થયું,નુપૂરના મગજમાં કાલની વિદાયનું દ્રશ્ય મંડરાયા કરતું હતું,અચાનક ચક્કર આવતાં હાથમાંથી પૂજાની થાળી સાથે નુપૂર નીચે પડી ગઈ,ત્યાં નુપૂરના ફૈઈજી કોઇ સામાજિક કારણોસર વર્ષોથી પીયરમાં રહેતા હતાં, ફૈઈજી મનોરમા બહેન બોલ્યાં આતો "ભાઈ...ભાભી...ભારે અપશુકન કહેવાય વહુ ખરાબ પગલાંની છે"નુપૂરના ફૈઈજીનું મનોરમા હતું પણ ગુણો બધાં તેમના નામથી વિપરીત હતાં.એમની વાણીમાં કડવાશ હતી.નુપૂરના સાસુ બોલ્યા બહેન "બસ કરો તમે...હજી મારી વહૂ બિચારી એ ઘરમાં પગ પણ મુક્યા નથી ને તમારી ખીટપીટ શરૂ થઈ ગઈ,

મનોરમા બહેન પોતાની કર્કશવાણીએ બોલ્યા"લ્યો કરો વાત... આજકાલ ભલાઈ નો તો જમાનો જ નથી રહ્યો...
મેં તો સાચું કહ્યું ને આપને આકરુ લાગી ગયું..."ભાઈ તમતારે થાવ હેરાન મારે શું..."નુપૂરના સસરા તેમની કર્કશ બહેનને વારતા કહે,તું ઘડીક ભર મૂંગી મર તો જ સારું છે,સામે વાળાનો તો વિચાર કર એનામાં પણ દિલ હોય છે, દુઃખ એમને પણ થાય છે,તું બધી જ જગ્યાએ આમ શું ચાલુ પડી જાય છે. નુપૂરને સાસુમા આશ્વાસન આપતાં કહે બેટા તુ લક્ષ્મી છો તું અમારા ઘરની રોનક છો,અમે તને દિકરી બનાવી લાવ્યાં છીએ,બેટા...મારા માટે તુ અને રિધ્ધિ બેઉ સરખા,દિકરા હિંમત રાખ સૌ સારા વાનાં થઈ જશે તું તારી ફૈઈજી ની વાતનું જરાય માઠું લગાડીશ નહીં એ પહેલેથી બોલવામાં આવા જ છે, પણ મનમાં કંઈ જ નહીં હોતું.સાસુમાની વાત સાંભળી નુપૂરમાં હિંમત આવી સાસુમા એ નુપૂરની પોતાની દિકરીની જેમ કાળજી લીધી, નુપૂરની તબિયતમાં દિવસે દિવસે સુધાર આવી રહ્યો હતો,
તેને સાસુમાની અંદર પોતાની માં ની ઝલક દેખાતી હતી.માં દિકરીના આ સંબંધની મંજૂરી વરૂણદેવ ઝરમર ઝરમર વરસાદ વરસાવી ને આપી રહ્યા હતાં."


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts