વાર્તા:શું પ્રેમ આવો પણ હોઇ શકે
"જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ"
(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.
તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)
વાર્તા નં:29:શું પ્રેમ આવો પણ હોઈ શકે?
(સૃષ્ટિ રૈયાણીની બે રહેમી થયેલી હત્યા)
(એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીની કાળી કરતૂત)
(મારી વાર્તામાં પાત્રનું નામ બદલેલ છે.)
એક અનોખી નામની છોકરી ,તેની સુંદરતા અને વ્યક્તિત્વ પણ તેના નામ જેવું રમણીય અને અનુપમ.તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય જીવનમાં કાંઈ કરી બતાવવું,તેના મમ્મી પપ્પા પણ દિકરીને ખુબ પ્રોત્સાહીત કરતાં.લાડકોડમાં ઉછરેલી અનોખીને માતા પિતાએ કોઈ વસ્તુની કમી નોહતી આવવા દીધી.અનોખી તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી.અનોખી તે ભણવામાં પણ અવ્વલ હતી.
અનોખી વ્હાલભર્યા અવાજે પિતાને મનની વાત કરતાં કહે છે,"પપ્પા પપ્પા મારે ખુબ ભણવું છે,મારે હોસ્ટેલમાં ભણવું છે,મને તમે આગળ ભણવા હોસ્ટેલ મોકલશો?પપ્પા મારું સપનું છે.તમે કહો તો જ હું બહાર ભણવા જઈશ,નહીં તો તમે જેમ કહો એમ થશે."
માતા પિતા અનોખીને હોસ્ટેલમાં મુકતાં અચકાતા હતાં, પણ દિકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે દિલ ઉપર પથ્થર મુકવો પડ્યો.
બેટા અનોખી સાચવીને રહેજે,મને ખબર જ છે કે તું ભણવા સિવાય બીજા કશાયમાં ધ્યાન નહીં આપે,તેમ છતાંય બેટા તુ સાચવીને રહેજે.એક તો અજાણ્યા શહેરમાં જાય ને ત્યાં પણ કોઈ આપણું ઓળખીતુ નથી.બેટા અજાણ્યા માણસથી વાત કરવાનું ટાળજે,દિકરા...જેવી
"શિખામણો સાથે મમ્મી પપ્પા તેને હોસ્ટેલમાં મુકવા ગયા.
પણ જીવ તો તેમનો ત્યાં જ મંડરાતો હતો.
અનોખી ફોન કરી માતા-પિતાના ખબર અંતર પુછતી,આમને આમ એક વર્ષ વિતી ગયું,અનોખી રજાઓ પડે ત્યારે ઘરે આવતી,આખોય પરિવાર ભેગા મળી જમતાં ને ડાઈનીંગ ટેબલ ઉપર હસી મજાકની મહેફિલ જામતી.
આ આનંદમય વાતાવરણ અનોખી આવે ત્યારે હોતું,
અનોખીના હૉસ્ટેલ ગયા પછી એજ ખાલીપો અને સૂમસામ માહોલ ઘરમાં છવાઈ જાતો.
અનોખી પોતાના વૅકેશનની રજા પૂરી કરી હૉસ્ટેલ જવા માટે તૈયાર થઈ ગઈ.માતાનો અવાજ ઢીલો થઈ ગયેલો,માતાએ કહ્યું"અનોખી દિકરા કેવી છે હૉસ્ટેલ તને ફાવૈ તો છે નૈ?અને હા અજાણ્યા જોડે બને તેમ તુ વાત ટાળજે.
અનોખી તેની માતાને આલિંગનની વ્હાલભર્યા અવાજે આપતાં કહે;
"ઓહ...મમ્મા તું તો એવી રીતે રડી રહી છે,જાણે કે હું કાયમ માટે ચાલી જવાની હોવ તુ આમ મને મોકલીશ હૉસ્ટેલમાં !"
આ પરિવાર ઉપર સમયની ખરાબ દ્રષ્ટિ પડી ગઈ.એક દિવસની વાત છે.
અનોખી હૉસ્ટેલ ચાલી ગઈ.બહુ દિવસો વીતી ગયા.ન અનોખીનો ન કોઈ ફોન કે ન કોઈ સમાચાર આ જોઈ માતા પિતા વ્યાકુળ થઈ ગયાં,પણ તેઓ કરે તો શું કરે તેમને સમજ નહોતું આવતું.પણ તેમના મનમાં ન કરવાના નકારાત્મક વિચારો ઉપજવા લાગ્યા.
તેવામાં કોઈ અજાણ્યા નંબરનો ફોન આવ્યો,તમે અનોખીનાં માતા પિતા બોલો છો.અનોખીના માતા પિતા અવાજના અવાજમાં થોડી હિંમત આવી ગઈ,દિકરી વિશે જાણવાની ઉત્સુકતાએ તેમને અધીરા કરી નાંખ્યા હતા,પણ પિતાએ હિંમત કરી પુછ્યું "ભાઈ તમે કોણ બોલો??? મારી દિકરી અનોખીનો ફોન તમારી પાસે કેવી રીતે આવ્યો?તમે મારી દિકરીને કેવી રીતે જાણો કેમ છે મારી દિકરી અનોખી???કુશળ તો છે ને..."
અજાણ્યા ભાઈની વાત સાંભળી તેઓ વ્યાકુળ પિતા પોતાની દિકરીની કુશળતા માટે તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતાં,અનોખીની માતાના રડી રડી બુરા હાલ હતાં,અનોખીનાં પિતા તેમની વ્યાકુળ પત્નીને લાડકી દિકરી અનોખી કુશળતાનો દિલાસો આપી રહ્યા હતાં.પણ ભગવાને આ પિતાની પ્રાર્થના ન સ્વીકારી.
એક પિતાની વ્યાકુળતા અજાણ્યા નંબરથી ફોન કરનાર વ્યક્તિ પણ પિગળી ગયો,એ બીજું કોઈ નહીં પણ અનોખીની સાથે ભણતો આશુ હતો તે વિચારમાં પડી ગયો કે અનોખીની હત્યા સાંભળશે તો આ પિતાના શા હાલ થશે,પણ તેને દિલ ઉપર પથ્થર રાખી આ વાત કહેવા માટે હિંમત એકઠી કરી કહ્યું,"અંકલ સ્કુલ છુટવાનો સમય હતો,અનોખી પોતાની હૉસ્ટેલ જઈ રહી હતી,કોઈ આવારા અને અસામાજિક તત્વ એનો પીછો કરી રહી હતું,પહેલાં અનોખીએ ધ્યાન નો આપ્યું એટલે એની હિંમત અને કુ હરકતો પણ વધી ગઈ,એક દિવસ તો એને હદ તમામ હદ પાર કરી નાંખી,અમારું આખુ ગ્રુપ પ્રોજેક્ટની ચર્ચા કરી રહ્યું હતું,ત્યાં એક મજનુ ટાઈપ યુવાન આવ્યો,એનું આમ વીરુ હતું,તેનું સાવ લઘર વઘર વ્યક્તિત્વ,તે એક પળનો પણ વિચાર કર્યા વગર અનોખીને પર્સનલ વાત કરવાના બહાને પોતાની પાસે બોલાવી, અનોખી નિર્દોષ ભાવે એની પાસે ગઈ,પણ એ વીરુના ઈરાદા અમને કાંઈ ઠીક ન લાગ્યા.
અનોખી અને વીરુની પર્સનલ વાત અમે સાંભળી નો શક્યા,અનોખીની ચીખ સાંભળી અમે ગયા,પણ તે વીરુ મને પોતાનો પ્રતિસ્પર્ધી સમજી તે ચાલી ગયો,તે મને ઈશારાથી ધમકી આપતો ગયો કે "હું તને જોઈ લઈશ",અનોખી હચમચી ગયેલી,એની હાલત ન કહી શકાય ન સહી શકાય એવી હતી.અમને ત્યાં જોઈ અનોખીને વધુ ફોર્સ ન કરી શક્યો,પણ વીરુ આસાનીથી હાર માને તેવો નો હતો
આ સાંભળી અનોખીના પિતા સમસમી ગયાં,તેઓ કલ્પના પણ નોહતા કરી શકતાં કે તેમની ખિલખિલાટ હસતી દિકરીના હાસ્ય પાછળ ખોફનાક ધમકીથી ડરેલો ચહેરો પણ હોઈ શકે?
અનોખી શાંત છોકરી હતી,તે વીરુને જેમ બને તેમ ટાળતી હતી,પણ વીરુની હિંમત વધી ગઈ અંકલ એક દિવસ હું કોઈ કારણોસર સ્કુલથી ઘરે ગયેલો,અનોખી અને અમારા ગ્રુપની છોકરીઓ એકલી હતી,આ તકનો લાભ લઈ વીરુ અનોખી પાસે પહોંચી ગયો,તે અનોખીને પ્રપોઝ કરવા લાગ્યો,અનોખી તેને સમજાવતા કહે"જોવો તમે જે હોવ તે મને આવા બધાંમાં રસ નથી આજ પછી મારો પીછો ન કરતાં;"અનોખી તરફથી થયેલો અસ્વીકાર વીરુને અપમાન લાગ્યું તેને અમારી મિત્ર અને આપની દિકરી અનોખી જેવી શાંત છોકરી છરી વડે ચોત્રીસ ઘાવ ઝિંકી મોતને ઘાટ ઉતારી,વીરુના મોઢે એક જ વાક્ય તુ મારી ન થઈ શકી તો જો મેં તને કોઈનીય ન થવા દીધી. અમારા ગ્રુપની છોકરીના રુદન અને ચીસોએ વસ્તી ભેગી કરી કોઈ લોકો ફોટા પાડે તો કોઈ પીડાથી કડસતી અનોખીનો વિડીયો બનાવે પણ તેને કોઈએ હોસ્પિટલ લઈ જવાની તકલીફ ન લીધી,આજે અંકલ પરિણામ જોઈ શકો છો,કે અનોખી આપણા વચ્ચે ન રહી."આટલું કહી આશુ રડી પડ્યો.
આ સાંભળી અનોખીની માતાના મગજ ઉપર ગહેરી અસર પડતાં દિલનો દ્હોરો પડી ગયો.
તેના પિતાના આઘાત લાગ્યો,પણ તેમને પોતાની જાતને જેમતેમ કરી સંભાળી લીધી,કારણકે પત્નીની તબિયત અને પરિવારને પણ સંભાળવાનો હતો.તેમને પોતાની મૃત દિકરીને ન્યાય પણ તો અપાવવાનો હતો,એ પિતાએ હિંમત ન હારી,તેમને સરકાર સમક્ષ પોતાની વાત રજુ કરતાં કહે" અસામાજિક તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરો,તેમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે,આજે મારી દિકરી છે તો કાલ કોઈ બીજી હશે,અનોખીના મિત્રો, શિક્ષકો,સૌ અનોખીને ન્યાય મળે એ માટે માતા પિતાની હિંમત બની રહ્યા છે.
મારો મેસેજ સમાજના આવારા તત્વોને
"ઓયે...પાગલો અપને ધકીયાનુસી જજબાતો કો પ્યાર કા નામ દેકર પ્યાર શબ્દ કો બદનામ મત કિયા કરો,કિસી કો પ્યાર કરો તો દિલ સે કરો પર અપના પ્યાર એસે કિસી પે થોપા મત કરો,એ ક્યાં પાગલપન હૈ જો આંખ કો ભા જાયે વો સબ હમારા,વો ન મિલા કો કાટ દો,જીના ઉસકા હરામ કર દો,કિસિકી જીંદગી લેને કા હક સિર્ફ ઔર સિર્ફ ભગવાન યા અલ્લાહ તાલ્લા કા હૈ,આપ હૈ ક્યાં જો કે કાનુન અપને હાથ મેં લે રહે હો,આપકો કોઈ હક નહીં બનતા કિસીકે ઉપર દબાવ ડાલકર અપની બાત મનવાને કા,આપ હોતે કોન હૈ,કિસિકે ઉપર દબાવ ડાલને વાલે હમ સબ એક સમાન યહી સમજકર જીંદગી ગુજાર દિયા કરો,એ સબ પ્યાર કે નામ પર કિસિકો ઈમોશનલી બ્લેકમેઇલ યા તો પ્યાર કે નામ પે ખુન કરના બંધ કરો,વરના બહુત પછતાઓગે,તબ બહુત દેર હો ગઈ હોગી."
શૈમી ઓઝા "લફ્ઝ"
Right dear 👌👌🙏🙏🙏
ReplyDeleteHeart touching story yr😭😭👌👌
ReplyDelete