સપનાંઓનો ભાગ્યાસ્ત....

સપનાંઓનો ભાગ્યાસ્ત...

              
                  મિલીની યુવાની સાથે એનું રુપ સોળેકલાએ ખિલ્યુ હતું.મિલી ભણવામાં હોશિયાર અને સ્વભાવે શાંત ન કોઈની જોડે માથાકૂટ કે ન કોઈ ઝંઝટ એને તો બસ કામથી કામ.કોલેજમાં મિલી ટોપર હતી,એટલે તેનું મિત્રવર્તુળ પણ ઝાઝુ હતું,મિલીના સપનાં આસમાને ઉડાન ભરવાના હતાં.પણ વિધાતાને આ મંજૂર ન હતું.


                  મિલીનો રોજિંદો ક્રમ હતો કે મિલી સવારે ઉઠી અરીસા સામે સ્માઈલ કરે,ત્યારે તો અરીસો પણ આટલી સુંદર યુવતીને જોઈ શરમાતો હતો.

                   ત્યારે સુલક્ષણાબહેન અકળાતા બોલી ઉઠે,
"આ છોકરી અડધું બૈરુ થઈ પણ બુદ્ધિ ન આવી,અલી એ થોડી શરમા...શરમા.... નથી શોભતી આમ લટકા ઝટકા કરતાં,હૈ ભગવાન....તમે આ છોકરીમાં બુદ્ધિ મૂકી છે કે તમારાથી ભુલાઈ ગયું??"

                   ત્યારે મિલી પ્રેમથી કહે અરે...મમ્મી શું તુ પણ,એ...મારી મમ્મી...થોડી શાંતિ રાખ આમ શું સવારે સવારે તારી કથા ચાલુ થઈ જાય છે.મિલીનો દિવસ મમ્મી જોડે રઝઝકથી શરૂ થતો.પછી સાંજે માં દિકરી અલક મલકની વાતોમાં ખોવાઈ જાતાં,આ જોઈ સૌ પરિવારના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ જાતાં,પણ આતો રોજનું હોવાથી સૌ ટેવાઈ ગયેલાં.

                   મિલી હવે ભણી ગણીને નોકરી લાગી ગઈ,સારો પગાર, દેખાવડી ,સંસ્કારી મિલી માટે સારા ઘરનાં છોકરાઓના માંગા આવવા લાગ્યા,મિલીની ઓફિસમાં પણ અનેક યુવકો કેટલાય મિલીને પ્રપોઝ કરવા માટે તરવળતા પણ મિલી એમ કંઈ કોઈના હાથમાં એવી નોહતી.

               એક દિવસ મિલીની ઓફિસમાં કામ કરતો કેતન મિલી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ રજુ કરે છે,પણ મિલી તેને વિનંતી કરતાં કહે"જોવો દોસ્ત તમારી લાગણીની હું કદર કરું છું પણ તમારો પ્રેમ પ્રસ્તાવ હું નહીં સ્વીકારી શકું,શક્ય હોય તો માફ કરજો"

          કેતન મિલીને તેનો પ્રેમ પ્રસ્તાવ ન સ્વીકારવાનું કારણ પૂછે,ત્યારે મિલી કહે જોવો દોસ્ત આપણે ક્યારે એક થઈ શકવાના નથી.તો આમ સમય બગાડવો યોગ્ય નથી,એના કરતાં તમે કરિયરમાં ધ્યાન આપો અને મને પણ આપવા દો,એમાં જ આપણી ભલાઈ છે."

           કેતન કહે પણ મિલી મારી વાત તો સાંભળ આપણે  જીવનભર સાથે નથી વિતાવી શકવાના તારી વાત સાચી મેં માની લીધું,પણ આપણે દોસ્ત બનીને તો રહી શકીએ ને!

            મિલી પહેલેથી જ કેતનને ચેતવણી આપતાં કહી દે છે કે "ખાલી દોસ્તી જ,એનાથી આગળ કશું નહીં અને જો એનાથી જો  આપણે આગળ વધ્યા તો મારી કરિયર ચોપટ થઈ જશે કેમકે મારા ઘરમાં પ્રેમલગ્ન માન્ય નથી."

             
                 કેતને મિલીને આશ્વાસન આપતાં કહ્યું "મિલી તું કહીશ એમ જ થશે,મારા તરફથી તને કોઈ જ ફરિયાદનો મોકો નહીં મળે.નિખીલ અને મિલી ઓફિસનો લંચ બ્રેક પતાવી પોતપોતાના કામે લાગી જાય છે.આમને આમ સમય વિતતો ગયો.મિલી અને કેતનની દોસ્તીને બે વર્ષ થઈ ગયાં.

                 કોઇ ઈર્ષાળુ સ્ટાર્ફમિત્રો દ્વારા મિલી અને કેતનની દોસ્તીના સંબંધને ખોટા અર્થમાં લઈને વાત ચગાવવામા આવી મિલીના મમ્મી સુલક્ષણાબહેન અને આલેખભાઈએ મિલીની ઓફિસ અને નોકરી છોડાવી દીધી.મિલી વિનંતી કરી રહી હતી,

                  "મમ્મી પપ્પા હું અને કેતન સારા મિત્રો છીએ,એનાથી આગળ કશું જ નથી,એવું હોય તો તમે અમારા બોસને પૂછી શકો છો.મમ્મી પપ્પા તમે વિશ્વાસ કરો મારી અને કેતનની મિત્રતા કોઈ જ એવી આછકલાઈ નથી"

                     આલેખભાઈએ કંઈ જ વિચાર્યા વગર અને મિલીની વાત સાંભળ્યા વગર એક તમાચો ઝીંકી દીધો,મિલીના મમ્મી પપ્પા કંઈ જ સાંભળવાના મૂડમા નોહતા,આલેખભાઈ તાડૂકી બોલ્યા"તું મારી નજરોથી દુર થઈ જા.તારું મોઢું નથી જોવું કુલ્ટા...અમે આપેલી આઝાદીનો દૂર ઉપયોગ કરી પોતાની જાતને નિર્દોષ કહે છે,તું થોડી તો શરમ કર,તારો નાનોભાઈ સમર તારી પાસે થી શું શીખશે...એ સમરના મમ્મી આને અહીંથી લઈ જાવ નહીં તો મારાથી આજે કંઈક ખોટું થઈ જશે."મિલીની આઝાદી ઉપર બંધનો લાગી ગયાં,મિલી પોતાની નિર્દોષતાનો સબૂત આપી રહી હતી પણ બધું વ્યર્થ...
મિલી જોડે પરિવારના તમામ સભ્યોએ વાતચીત ઓછી કરી નાંખી.મિલી પણ હવે મનોમન કેતનને ચાહવા લાગી હતી,તેને કેતનના સાથ સહકારની જરૂર હતી પણ હવે ખુબ મોડું થઈ ગયું.આલેખભાઈએ મિલીનો ફોન એના પપ્પાએ જપ્ત કરી લીધો હતો.

                     મિલી અને કેતનના સંબંધોની જાણ આખાય  સમાજમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ,સારા ઘરના છોકરાઓના કુટુંબીજનો હવે પોતાના દિકરાઓના સગપણ મિલી સાથે કરતાં અચકાતા હતાં,સમાજમાં બદનામીના ડરે આલેખભાઈએ મિલીના લગ્ન રાતોરાત તેનાથી બમણી ઉંમરના પુરુષ અશોક સાથે નક્કી કરી દીધા.અશોકના પત્ની  કેન્સરના કારણે મૃત્યુ પામી હતી,એનાં બાળકોને માંની કમી પૂરી કરવા માટે મિલી જોડે લગ્ન કરવા તૈયાર થયેલા.
આલેખભાઈ અને સુલક્ષણાબહેનના આનંદનો કોઈ પાર જ ન રહ્યો,પણ મિલીએ પોતાના કંઈ જ વાંક વગર જ
પોતાના સપનાં અને અરમાનો લગ્નની વેદીમાં હોમી દીધા હતાં.
        
(મિલીએ પરિવારના દબાવમાં આવી જીવન સાથે સમાધાન કરવુ જોઈએ અને કરવું જોઈએ તો કેમ!)

મને પ્રતિભાવો મેઈલ મોકલી શકો છો.

                      શૈમી ઓઝા "લફ્ઝ"




                  

Comments

Popular Posts