કાવ્ય:શિવરાત્રી...

શિવરાત્રી સ્પેશિયલ.....

    શિવ...શિવ...શિવ...મંગલકારી

જટાગંગધારી નિલકંઠ,ભાલે ચંદ્રધારી,
જગત પિતા શિવ...શિવ...શિવ... શિવ મંગલકારી.
દેવ ,દાનવ,માનવ,નાગ, યક્ષ,ગંધર્વ,કિન્નર
સૌના પ્યારા પિતા તમે ,કરે ત્રિશૂળ ધારણ કરી 
હિમાલયને શોભાયમાન કરતાં તમે
જગત પિતા શિવ...શિવ...શિવ...મંગલકારી.
ભક્ત વત્સલ પ્રેમીઓના પ્રેમસાગર તમે કહેવાતા પાપા,
હૈ ભ્રાતા ગણેશ,કાર્તિકેય ને અશોકસુંદરીના 
પુજ્ય પિતા શિવ...શિવ...શિવ...મંગલકારી.
કૈલાશપતિ પાર્વતી અર્ધાંગન,આપના દર્શન પાવનકારી
સોમવારે જે શ્રદ્ધાભાવે પુજન તમારું કરે,
એની નિરાશા ભાગી નાખતા,જીવન સુખમય કરતાં
જે દુઃખી દ્વાર આપના આવે તેના દુઃખ હણી લેતા તમે
એ હળાહળ પિનારા,આપના નામ છે હજાર,
પાપા ક્યા નામે હું યાદ કરું આપને,
શિવ... શિવ...શિવ...મંગલકારી.
મોરી અરજ સુનો ભોલેભંડારી,
પાપા આપની આ દિકરીનો હાથ ઝાલી રાખજો,
શિવ...શિવ...શિવ...મંગલકારી.
એ જગતપિતા,તમે સંહારક કહેવાતા,
વિષ્ણુજીને બ્રહ્માદાદુના ઈષ્ટદેવ કહેવાતા,
નંદી ઉપર બિરાજમાન થઈ 
ભક્તોની અરજ સુનવા ધરતીલોક આવજો
શિવ...શિવ...શિવ...મંગલકારી
શિવરાત્રીનો દિવસ તમારા પારણાં થાય,
ભાંગનો પ્રસાદ વેંચાતો,ભક્તોની ઉપર આપના
આશીર્વાદ વરસાવજો,કરમાં ડાક ડમરૂ ગળે 
સર્પ રૂદ્રાક્ષની માળા શોભે ત્રિનેત્રધારી
શિવ...શિવ...શિવ...મંગલકારી.
વરદાન આપતા સમયે તમે જાતપાત ન જોતાં,
શરણાગત ના પાપ ન જોઈ શરણે તમે રાખતા,
શિવ...શિવ...શિવ...મંગલકારી.
આપ સદા પાપા દયાળુ દાતા બની સૌને વરદાન દેતા,
તેવી દયા તમારી આ દિકરી ઉપર રાખજો પાપા,
ન ધરજો વિરભદ્ર કાલભૈરવ નામક રોદ્રરુપ,
અમે માનવ નથી સક્ષમ આપનો કોપ સહન કરવા,
સદાય ભક્તો પર આશિષ આપના રાખજો,
શિવ...શિવ...શિવ...મંગલકારી.
જે કોઈ ભક્ત કરૂણનાદે મૃત્યુજય જાપ કરતા,
એને મરણપથારીથી ઉભો કરી એને દેતા પાપા 
તમે દયાની શરણ કુંવારી કન્યાને તમે મનગમતો વર આપી
સુહાગણ સ્ત્રીઓનો ચુડી ચાંદલો અમર રાખી, 
નિરસ દામ્પત્ય જીવનમાં પાપા મૈયા તમે પ્રેમના રંગ
ભરતા,આપના આશીર્વાદ જે પ્રેમી યૂગલને મળે
એને દુનિયા ની કોઈ તાકાત ન તોડી શકે,
તમે બદનસીબના ભાગ્ય બદલી સુખ પ્રદાન કરજો ,
શિવ...શિવ...શિવ...મંગલકારી.
કાલના પણ પાપા તમે કાલ મહાકાલ નામે પુજાતા,
આપના ભક્તોથી ન કોઈ લે દુશ્મની મોડ,
આપના જાપ છે જીવનના સંકટોનો એક જ માત્ર તોડ
શિવ...શિવ...શિવ...મંગલકારી.
શિવ...શિવ...શિવ...મંગલકારી.
શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts