કાવ્ય:હોળી
હોળી
ફાગણ સુદ પૂનમ આવી આવી,
ગામ ના છેડે હોલિકા દહનની જોરશોરથી તૈયારી
પરંતુ બોલિવૂડ ને રાજકારણમાં
ધર્મ,જાતપાત,ઉચ્ચનીચના સડાથી ફેલાઈ રહલી
ખેલાઈ રહેલી હોળી નું શું?
હોલિકા દહનનો મહિમા અનેરો
આ પ્રથા છે સતયુગ સમયની
હિરણ્યકશિપુ નામનો થઈ ગયો એક દાનવ,
વિષ્ણુ ભગવાનને તુચ્છ માની કરવા લાગ્યો દમન
જાતને પોતાની માની ભગવાન જન પાસે પૂજા કરાવતો,
જો કોઈ પુજા કરવા માટે કરે ઇન્કાર
એને ઉતારે તે મોતને ઘાટ,
પૃથ્વી ઉપર દાનવોનું અધિપત્ય સ્થપાયું
દાનવોના અત્યાચારની,ત્રાહી ત્રાહી પુકારી
તીનો લોક વિષ્ણુ ભગવાનના શરણે આવ્યું
ભગવાને એક રસ્તો નિકાળ્યો,
હિરણ્યકશિપુની નારના ગર્ભમાં રહેલ,
સંતાનમાં તેજ પૂંજ નાંખ્યો,
તેજ સાથે બાળક ધરતી ઉપર આવ્યો,
એના પુત્રનું નામ પ્રહલાદ,પ્રહલાદ રહ્યા વિષ્ણુ ભક્ત
આ વાત હિરણ્યકશિપુને જરાય પચી નહીં,તેને
પુત્રને યમધામ પહોંચાડવાના તે બહુ ઉધામા કરી વળ્યો
પરંતુ આવ્યું ના કાઈ હાથ કહેવાય છે કે,
જેના ઉપર શ્રી હરીનો હાથ હોય,એને કેવી રીતે કોઈ ભરખી શકે,હિરણ્યકશિપુ હાથ જોડતો ગયો હોલિકા પાસ,
ભાઈ ને ચિંતિત જોઈ હોલિકા રાણીથી પુછાઈ ગયું,
ભ્રાતા શાને છો ઉદાસ,પોતાની પરેશાની બહેનને જણાવી,
પ્રહલાદને યમધામ પહોંચાડવા કરી બહેનને અરજ,
ભાઈ તમારો દુશ્મન પૂત્ર યમધામ ચિંધાશે તમે હવે રહો ભયમુક્ત,તમે કહો એ દિવસ હું આપના નગરે આવી જાવ,
મને અગ્નિ દેવનું વરદાન છે,અગ્નિ મને બાળી ન શકે,તમે એવું સમજી લો કે આપનું કામ થઈ ગયું,ફાગણ સુદ પૂનમે
આ ખેલ નિકળ્યો,પ્રહલાદને ખોળે બેસાડી હોલિકા અગ્નિ માં લપેટાઈ ગઈ,પ્રહલાદને વિષ્ણુ પ્રભુની ભક્તિ એ ઉગાર્યો,ફાગણ સુદ પુનમનો દિવસ હોળી તરીકે ઓળખાયો,જેની પ્રદક્ષિણા કરવાથી તાવ તરીયો ભાગે છે,
નકારાત્મક શક્તિનું દમન થાય છે,આ પર્વે સૌ ગામવાસી ધાણી ખજૂરની આહૂતિ હોલિકા માતાને આપે છે,
ખજૂર ધાણીના પ્રસાદથી સ્વાસ્થ્ય સુખાકારી મળે છે,
ફાગણ સુદ પુનમના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવાથી,ભક્ત વૈકુંઠ ધામના હકદાર બને છે,
બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય!!!
શૈમી ઓઝા "સત્યા"
Comments
Post a Comment