વાર્તા:પ્રશ્ચાતાપના અંગારા...

પશ્ચાતાપના અગ્નિના અંગારા....

            નાયરા બહુ સમજુ અને શાણી છોકરી હતી.તેની એક આદત હતી તે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેતી.આ આદત મમ્મી પપ્પાને અજુગતી લાગી.રિતેષભાઈના ત્યાં બહુ માનતા પછી આ સંતાનની કિલકારી થઈ,તેનું નામ નાયરા રાખ્યું,પણ સાચું નામ તો કોને આવડે સૌ એને આડોશ પાડોશવાળા તેને પ્રેમથી 'નૈયા..ડી...'કહીને બોલાવતા,પણ દિકરી નાયરાના જન્મથી દાદા દાદી ખુશ નોહતા તેઓ નિરાલીબહેનને સાસુ સસરા દ્વારા વારંવાર જાણી જોઈને મેણું મારવામાં આવતું કે"આટલી રાહ જોઈ છતાંય તારે ત્યાં આવ્યું એક બેટી,એના કરતાં તુ વાંઝણી રહી હોત તો સારું હતું."આ સાંભળી નિરાલીબહેન છાનુમાનુ રડી લેતા,પણ પતિ અને દિકરીને આ વાતનો અહેસાસ સુદ્ધાંય ન થવા દેતા,તેમને  નાયરાનો ઉછેર બહુ સારી રીતે કર્યો હતો.રિતેષભાઈ પોતાની દિકરી નાયરાને જરાય ઓછું નોહતા આવવા દેતાં,નાયરાની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી.નિરાલીબહેનના સસરા હરગોવનભાઈનું સમાજમાં બહૂ ઉચ્ચ સ્થાન હતુ,પણ તે છોકરીઓની બાબતમાં બહુ જુનવાણી હતાં, એમાં એમના ધર્મપત્ની ઝેબરબહેનનો પોતાના પતિને પુરોસાથ સહકાર હતો.એટલે તો શું જોઈએ બીજું!!!
પણ એમનું રિતેષભાઈ આગળ કંઈ જ ન ચાલતું.એટલે બંન્ને પોતાનો બધો જ  ગુસ્સો નિરાલીબહેન ઉપર ઉતારતા નાનકડી નાયરા આ બધું જોઈ રાખતી,તેને હંમેશાં પોતાના મમ્મીને હંમેશાં રડતા જ જોઈ હતી,

             નાયરા હવે ધીરે ધીરે સમજણી થતી ગઈ.
               નાયરા મમ્મીને આમ રડતાં જોઈ,
નાયરાની પણ પોતાના આંસુ ન રોકી શકી પણ તે પોતાના આંસુ છુપાવી હિંમત આપતાં કહે "મમ્મી હું તારો દિકરો બનીને રહે તુ હવે પછી નહીં રડે અગર જો તુ રડી તો તને મારી સોગંદ છે...ચાલ હવે તુ રડવાનું બંધ કર મમ્મી હિંમત રાખ...નહીં તો હું પણ રોઈ પડીશ તને આમ જોઈ.મમ્મી તુ રડ નહીં મારા માટે એકવાર હસ..."

                 નાનકડી નાયરાને પ્રેમથી ગળે લગાડી નિરાલીબહેન રડતાં હતા ત્યારે તેમની લાડકી દિકરી નાયરા તેમની માં બની તેમને શાંત પાડતી.નાયરાને પ્રેમની નિરાલી બહેન કહે," હવેથી હું નહીં રડુ મારી માં તું દાદા દાદી જોડે ઝગડો ન કરતી.વધુમાં કહે તારા જેવી દિકરી પામી કોઈ માં રડતી હશે!!...આતો દિકરી હરખના આંસુ છે,"નાયરા નિર્દોષતા પુર્વક કહે "હવે  રડવાનું બંધ ને...મમ્મા!!!કે છાનુમાનુ ચાલું... નિરાલીબહેન તેમની દિકરી પ્રેમથી હાથ ફેરવતા કહે હવે...બિલકુલ નહીં રડુ બસ..."નિરાલીબહેન અને નાયરા હસી મજાકથી આખું ઘર માંથે લઈ લેતા,ને દાદા દાદી મનમાં ને મનમાં બળતરા કરતાં.

                   નાયરા તેના મમ્મી પપ્પાની લાડકી હતી.નાયરા ઓછાબોલી છોકરી હતી,અને જલ્દી કોઈ સાથે ક્લોઝ થવું પસંદ ન કરતી માટે તેના મિત્રો પણ નહીંવત્ હતા.નાયરાને ભણવા સિવાય બીજા કશાય માં કોઈ લક્ષ્ય નો હતું,નાયરા પરીક્ષાની તૈયારી કરી રહી હતી,
રિતેષભાઈ અને નિરાલીબહેન તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સપનાં સજાવી રહ્યા હતા.પણ દાદા દાદી આ વાત ન જીરવી શક્યા,નિરાલીબહેન અને રિતેષભાઈની ચાલી રહેલી વાતમાં હરગોવનભાઈ પોતાનો મત રજુ કરતાં કહે


               "અલ્યા રિતેષિયા...છોડીને છોકરાના કપડાં પહેરાવવાથી,થોથા વાંચવાથી,અથવા તો નાયરા દિકરા કહી બોલાવવાથી તારી છોડી છોકરો નહીં બની જાય.છોડીઓ ને બહૂ હવા નો અપાય નહીં તો આપણે સમાજમાં મોઢું ઉચું રાખ્યા જેવું નો રહે,છોડીઓના બાપને બહૂ ગુમાન નો હારો....છોડી જેટલી મર્યાદા માં રહે એટલી જ હારી લાગે... આ શું તુ ને વહૂ ક્યારનાય મંડાઈ પડ્યા છો.તારી છોડી જો ભણી ગણીને આગળ વધી પણ ગઈ તો તને શું ફાયદો થવાનો તારે આજ નહીં તો કાલ સાસરે જ વળાવવાની છે ને...ત્યારે તને દિકરાનુ મહત્વ સમજાશે,ત્યારે તને સમજાશે કે અમે તને સાચું કહેતાં હતાં તને પરાયા ધન માટે આટલો મોહ શું... અમન તો એ નહીં હમજાતુ"આ કહી હરગોવન ભાઈ અને ઝેબરબહેન પોતાની હલકી માનસિકતાનો પરિચય આપી રહ્યા હતાં.

                 
                  પણ પોતાની વ્હાલસોયી દિકરી વિશે મમ્મી પપ્પા ના મોંઢે આવા વચનો સાંભળી રિતેષભાઈ પોતાની જાતને ન સંભાળી શકયા,તેમનાથી કહ્યા વગર નો રહેવાયું પણ નિરાલીબહેન તેમને ઇશારાથી ગુસ્સે ન થવાની સલાહ આપતાં હતાં,તે નિરાલીબહેન માટે આજે રિતેષભાઈના ગુસ્સાને શાંત કરવો હવે મુશ્કેલ નહીં પણ નામ મુમકીન હતો,રિતેષભાઈ ગુસ્સામાં કહે,

                   "બસ...સ....નિરાલી હવે બહું થયું આ કેટલા દિવસથી ચાલ્યું આવે છે મને કહે,તુ કેવી માં છો,આપણી દિકરી માટે આ લોકો ઝેર ઓકે છે ને તું આમ મૂંગા જીવની માફક સાંભળી રહી છો,મને તારા પાસે આ ઉમ્મીદનો હતી,જોવો મમ્મી પપ્પા તમને અહીં જેટલું શાંતિથી રહેશો અને અમને રહેવા દેશો તો અમને અને તમને બંન્ને ને રહેવાની મજા આવશે નહીં તો નાના મોટાની મર્યાદા નહીં રહે,એટલું યાદ રાખજો...મને એકવાત કહો તમને શું વાંધો છે અહીં તમને મારી દિકરી નાયરા ક્યાં નડે છે,તમે કહો એમ કરીએ છીએ છતાંય...તમે મારી દિકરી સાથે અજુકતુ વર્તન કરો,ક્યારે તો નિરાલીને પણ વારંવાર તમે મેણા મારો છો,તમે કયાં જમાનામાં જીવી રહ્યા છો,જમાનો બદલાઈ ગયો પણ તમારા જેવી માન્યતાવાળા લોકો ખબર નહીં ક્યારે બદલાશે..."

                         હરગોવનભાઇ અને ઝેબરબહેન આ સાંભળી છોભીલા જ પડી ગયાં,તેમની પાસે દિકરાને પોતાની સફાઈ આપવા માટે કોઈ શબ્દો હતાં નહીં,છતાંય તેઓ બેશરમીપુર્વક કહે,

                  "....દિકરા અમારી વાત તો સાંભળ અમે તારા ભલા માટે કહીએ છીએ,જ્યારે આ છોકરી જ્યારે ભાગી તારી મરજી વિરુદ્ધ ભાગીને નાક કપાવશે ત્યારે તને તારા આ માં બાપ વ્હાલા લાગશે..."

                     " બસ...સ...મમ્મી પપ્પા હવે એક શબ્દ નહીં,સાંભળવો મારે વધુમાં ઉમેરતા કહે નાયરા તારો સામાન....ભર તારે હોસ્ટેલમાં જવાનું છે....નાયરાની આંખો આંસુથી ભરાઈ ગઈ.નાયરા નિર્દોષતાપૂર્વક કહે" પપ્પા મારો શું વાંક છે???પપ્પા મારે કેમ હોસ્ટેલમાં જવાનું રિતેષભાઈ નાયરા સાથે અકડાઈને કહે "નાયરા તને કહ્યું મેં ને તુ સામાન ભર....મારે તારી કોઈ જ ખોટી દલીલ નથી સાંભળવી મારે...રોજ રોજ થતાં કજિયા કંકાસથી હું કંટાળી ગયો છું,દિકરા તું મને સમજે એટલી આશા રાખું છું"

                 નાયરા તેના પપ્પાની વાતની અમાન્યા રાખતા કહે"હા પપ્પા તમે આટલું કહો તો હું જાવ છું. તમે તમારો અને મમ્મીનો ખ્યાલ રાખજો."

                   વડીલોની અમાન્યા રાખવી તે અને કંઈ વસ્તુ વગર ચલાવી લેવું,તે સંસ્કાર એના માં બાપે આપ્યાં હતાં.
એટલે નાયરા હોસ્ટેલમાં બહુ સારી રીતે સેટ થઈ ગઈ હતી.

              નાયરા ભણવામાં બહુ અવ્વલ હતી,તેનું સપનું હતું કે તે ડોક્ટર બની ગરીબોની સેવા કરે.નાયરાના મમ્મી પપ્પા તેને પૂરેપૂરો સહકાર આપતાં.નાયરા બહુ મજબૂત અને દ્રઢમનોબળ,દ્રઢ નિશ્ચિયી છોકરી હતી.છોકરી હતી.એ એમ કંઇ હારી બેસી જાય એવી છોકરી નોહતી.
સમય ધીરે ધીરે વિતતો ગયો.નાયરાને હોસ્ટેલમાં મુકી આવ્યા પછી એક દિવસ એવો નોહતો ગયો કે રિતેષભાઈ તેમની વ્હાલસોયી દિકરી નાયરાને યાદ કરી ન રડ્યા હોય.

             એક દિવસ રિતેષભાઈને આમ જાગતા જોઈ, નિરાલીબહેને પ્રેમથી પુછ્યું,"એ....રિતેષ શું થઈ ગયું છે તમને,નથી સરખી રીતે તમે જમતાં કે નથી વાત કરતાં કોઈ સાથે...આમ ને આમ તમારી તબિયત બગડી જશે,તો દિકરી નાયરાને પણ દુઃખ લાગશે...."


             રિતેષભાઈ નિ:સાસો નાંખતા કહે,"નિરાલી દુશ્મન પણ ન કરે એવું કામ મારા મમ્મી પપ્પાએ કર્યું છે,મારી દિકરી સાથે કરેલા અજુકતા વર્તનથી હું ખુબ પછતાઈ રહ્યો છું હું એની માફી માંગીશ તો જ મારા દિલને ટાઢક થાશે,નહીં તો પછતાવા રુપી અગ્નિ મને નહીં શાંતિ લેવા દે...એ....નિરાલી આપણી દિકરી નાયરા મારાથી રિસાઈ તો નહીં હોય ને!!!એને એના ગુનેગાર પિતાને માફ તો કર્યા હશે ને...!!મારી લાડલી ઢીંગલી કેવી હાલતમાં હશે."
                     
             નિરાલીબહેન તેમના હતાશામાં સરી પડેલા પતિને હિંમત આપતાં કહે "હા...કેમ નહીં આપણી નાયરા બહુ ડાહી અને સંસ્કારી છે,એને ભણવા સિવાય બીજા કશાય માં લક્ષ્ય નહીં હોય,પણ મને એક ચિંતા છે નાયરાના મિત્રો બન્યા હશે કે નહીં...."

           રિતેષભાઈ ભયભીત અવાજે પુછે"નાયરાના મમ્મી શું મતલબ છે તમારો મારી દિકરી માં શું કંઈ ખોટ છે તે એના મિત્રો નહીં હોય કોઈ!!!"નિરાલી બહેન પોતાની વાત ને વાળી લેતા કહે"અરે હું કહી શું રહી છું ને તમે સમજી શું રહ્યા છો !!! તે પોતાની વાતનુ તાત્પર્ય રજૂ કરતાં કહે

          "આપણી દિકરી ઓછાબોલી છે અને એટલી જલ્દી કોઈ સાથે ક્લોઝ પણ નથી થાતી તો શું એને કોઈ મદદ તો કરતું હશે ને,કેમકે આપણી દિકરી એ કદી હોસ્ટેલમાં નથી રહી!!!"

            "હા નિરાલી તે સાચી વાત કરી આમ પણ આપણી દિકરી બીજાને મદદ કરે એવી છે એને તો કોઈની મદદની જરૂર જ પડતી નહીં ને!!!મને મારી દિકરી નાયરા ઉપર ખુબ ગર્વ છે.આટલું કહી રિતેષભાઈની આંખો આંસુથી ભરાઈ જાય છે,મારા આ ફેસલાથી આપણી લાડલી ખુશ તો હશે...ને....નાયરાની મમ્મી???તેનો કોઈ ફોન નહીં કંઈ જ નહીં...."

          "અરે....નાયરાના પપ્પા તમે તો બહુ વિચારો છો હવે સુઈ જાવ કાલે નોકરી નથી જવાનું કે શું....!!!નાયરાના મમ્મી આપણી નાયરા અહીં રહોત તો એના મગજમાં ગહેરી અસર પડોત,કેમકે એના દાદા દાદી એને કદી આગળ આવવા જ ન દેત,એ છોકરીની જાત એટલે પારકુ ધન,ઓછી બુદ્ધિ પુરુષ કરતાં ઉતરતી જેવા ગંદકીભર્યા વિશેષણો વાપરી આપણી નાયરાને પાગલ કરી નાંખત માટે મારે એના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લેવો પડ્યો.આટલું કહી રિતેષભાઈ ઢીલા પડી ગયા.

            નિરાલીબહેન રિતેષભાઈ ને પ્રેમથી વારતા કહે "અરે....નાયરા પપ્પા તમે સુઈ જાવ...નહીં તો આપણી નાયરા એડકી ખાઈ ખાઈને મરી જશે બિચારી..."

            રિતેષભાઈ અને નિરાલીબહેન નાયરા જેવી છોકરી પામી પોતાની જાતને ખુબ ભાગ્યશાળી સમજતાં હતાં, 

             એવામાં રિતેષભાઈના મોબાઈલફોનની રીંગ ઝણકી,નાયરાનો ફોન જોઈ બંન્નેના હરખ ઉલ્લાસનો પાર નો'રહ્યો,ફોન સ્પીકર ઉપર હતો.

             નિરાલીબહેન તેમની દિકરી નાયરાને કહે જો નાયરા સારું કર્યું તારો ફોન આવી ગયો નહીં તો તારા પપ્પા આખું ઘર માંથે લોત...નાયરા ગમગીન અવાજે કહે"કેમ મમ્મા...શું થયું પપ્પાને તે ઠીક તો છેને....મમ્મી જે હોય તે સાચું કહે મારો જીવ બહુ ગભરાય છે...મમ્મી શું થયું..."

            દિકરી નાયરાના ફોનથી રિતેષભાઈના આવાજમાં ગજબની શક્તિ ન આવી ગઈ હોય તેવું લાગતું હતું તેઓ પ્રસન્ન ચિત્તે કહે "દિકરા હું ઠીક છું તું તારું ધ્યાન રાખજે ને ખાસ કરીને ખાવા પીવાનું.ચાલ મુકુ તારે પરીક્ષા છે,ઘરે તો તારા દાદા દાદીના કારણે તું વાંચી નહીં શકી હોય,પણ દિકરા ખુબ મહેનત કરજે...બેસ્ટ ઓફ લક...."

          પણ દાદા દાદીના પેટમાં પાણીએ નો'હલ્યુ..
            
         પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થઈ નાયરાએ રિતેષભાઈ અને નિરાલી બહેનનું માથું ગર્વથી ઊંચુ કરી નાંખ્યુ.નાયરા તેના માતા પિતાના સાથ સહકાર અને સખ્ત પરિશ્રમથીના દમ ઉપર  તે વિખ્યાત ડોક્ટર બની...ગરીબોની સેવા કરતી નાયરા જોઈ રિતેષભાઈ અને નિરાલીબહેન ફુલે નોહતા સમાતા

          પણ બીજીબાજુ હરગોવન ભાઈ અને ઝેબરબહેન ને પાસે કહેવા જેવું કંઈ જ નોહતુ રહ્યું તેમની હાલત કંઈ એવી થઈ ગઈ કે કૂવો જગ્યાએ આપે તો બે જણા પડી કૂવામાં રહેલી ખાલી જગ્યા પૂરી દઈએ,પણ ઘીન્ન વિચાર સરણી વાળાને કૂવો પણ જગ્યા આપતાં સો વાર વિચાર કરશે....


          હરગોવનભાઈ અને ઝેબરબહેન આખોય સમાજ ફિટકાર વર્ષાવી રહ્યો હતો.હરગોવનભાઈ અને ઝેબરબહેન પછ્તાવાની આગમાં તેઓ જીવ્યા ત્યાં સુધી બળતા રહ્યા..


                      શૈમી ઓઝા "લફ્ઝ"



Comments

Popular Posts