ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ.....


મુક્ત મને થયેલી વાતો...
જીવન વળાંક ભાગ:15

હાય....મારી અંગત સખી ભાવુડી.....આપણે રોજ નવી નવી વાતો સાથે મળતા હોઈએ જ છીએ,પણ આજ આપણે જોઈએ છીએ કે માણસ સાથે વિશ્વાસઘાત થાય કે સંબંધોના નામ પર છેતરાય તો તેના કૂણા માનસ પર શું અસર પડે છે,કહેવાયછે કે એક હારેલો બીજા હારેલાની મનોવ્યથા સારી રીતે સમજી શકે.એ બાબતે મારી વ્હાલી તારુ શું કહેવુ છે.

મારી ભાવુ તું ચિંતા ન કર તારી પર હું કોઈની નજર નહીં પડવા દઉ તું તો મારી અંગત સહેલી છે.જેને હું બધાંયથી છુપાવી રાખું છું.
 હું આશા રાખું છું કે તું મજા મા જ હશે...

ચાલ આજે આપણે સંબંધોની ભરમાળમા લપેટાઈ ગયેલા માણસની વ્યથાની વાત કરીએ ઘણીવાર "સંબંધોના કોયડા"એવા અઘરા પડે છે જેનો જવાબ લાવતાં લાવતાં મૃત્યુ આવે છે.છતાંય જવાબ નથી મળતાં.જીવનનો દરેક પડાવ કંઈને કંઈ શીખવી જાય છે,તેમ આ બોજારુપ સંબંધો પણ શીખવી જાય છે.આપણે જેને અનહદ ચાહતા હોઈએ એજ આપણને દુનિયાદારી શીખવી જાય છે,આપણે મુરખના હજમ સતત એજ વિચારોમાં  ખોવાઈ રહેતા હોઈએ છીએ કે,મારી સાથે આવુ કેમ બન્યું 
બીજા કોઈ સાથે કેમ ન બન્યું,પણ એ ઘટના મને ઘણું બધું શીખવી ગઈ,હું હવે એવું તો શું કરુ કે આવી દ્રીધા ફરી ન આવે આવું વિચારનાર વર્ગ કેટલો.

કોઈને મરવાની બદ્દુવા આપવી વ્યક્તિસામે સામે સરસ સરસ વાતો કરવી પીઠ પાછળ ઘા કરી આત્મસંતોષ કોઈને તફલીફમા જોઈ મનોરંજન તેમાં મનોરંજન શોધવું આ કેવી રાક્ષસી માન્યતાને કેવી કેટગરીમા મુકીશું મને જણાવો તો શીખવા મળશે...કોઈને તફલીફમા રડતાં જોઈ આનંદની અનુભુતિ કરે એવા લોકોને બિચારાને તો પાગલખાનુ પણ સ્થાન નથી આપતું એ સમાજમાં સતત પોતાનીજાતને અસુરક્ષિત મહેસુસ કરે છે,એવા વ્યક્તિને પ્રેમ હુંફ આપી બહાર લાવી શકાય,એમની જોડે વાર્તાલાપ કરી તેમના મનમાં કચરારુપે ચોટી રહેલી 
ગેરસમજને શાંતિપુર્વક દૂર કરી શકાય કોઈ સંપુર્ણ નથી હોતું દરેકમાં અવગુણ અને ગુણ હોય જ છે.કોઈના અવગુણ પર હસવાનો આપણને કોઈ અધિકાર નથી.દુનિયામાં દરેક સમસ્યાઓનુ સમાધાન હોય જ છે.
 
વાક્યો મેં બહુ સાંભળ્યા છે પરિસ્થિતિમાં સામે હારી પોતાની જાતને ખતમ કરતાં પણ જોયા છે,બની શકે હું પણ આ લિસ્ટમાં આવી જાત...જો મને યોગ્ય માર્ગ ન મળ્યો હોત તો.સમય સમયે ચેતી રહેવું સારું.

       આપણે એ સમયે ધીરજથી કામ લેવાનું હોય છે.આપણને જો નિષ્ફળતા મળે તો આપણે જ દોષી છીએ,આપણામાં શું બદલાવ લાવવો એના પ્રયત્નમા લાગી જવું.સતત આત્મચિંતન કરતાં રહેવું.કાતો સંબંધોમાં વિશ્વાસઘાત થાય તો આપણે   હજુ કોઈને કોષવાની જગ્યાએ આપણે ક્યાં ખોટા હતા,એ સમજવું આપણાથી જાણે અજાણે એવું તો વર્તન થયું જ હશે કે સામેવાળી વ્યક્તિને ઠેસ પહોંચી હશે,એમ સમજી સતત મનમાં ને મનમાં ઈશ્વરની માફી માગતા રહેવું,કોઈને દોષ આપવો એ બહુ ઘીન્ન માનસિકતા છે જેમાંથી બહાર આવવાની જરૂર છે જ આ માનસિકતા જાણે અજાણે આપણને જ નડતરરૂપ થતી હોય છે.

     આપણે વાત કરીએ એક નવી સંવેદનાની જે માનસપટને હચમચાવી રાખે છે....તે સંવેદના વિરહ છે,જો ત્રણ અક્ષરનો શબ્દ જો આટલું દર્દ આપી શકતો હોય તો જ્યારે જીવનમાં પ્રિય વ્યક્તિ તમને ભેટમાં આપી જાય તો આની કલ્પના કરવી પણ મનને ઝંઝોળી દે છે.પ્રિયજનથી વિરહ થાય છે.ત્યારે દરેક લોકોના માનસ સરખા નથી હોતા લાગણીશીલ માણસ હોયતો એના મગજ પર આ વિરહ મગજ પર અતિશય હાવી થઈ જાય છે.ત્યારે માણસ તૂટી જાયછે,કાતો આ સમયને જે જીવી લે છે તો એ ફિલોસોફર બને છે.પણ મોટેભાગે કાઉન્સિલીગમાં આવા જ કેસ આવતાં હોય છે,આજે બસ આટલું...
      
મારી વ્હાલી ભાવુ આપણે હવે પછી મળીએ નવા ભાગમાં વિરહની ગહેરી ચર્ચા સાથે...ટાટા....બાય...બાય....ઓલવેઝ મીસ યુ.....😍😍

નવા અનુભવ અને દિલની લાગણીઓને સમજવા તુ તત્પર રહીશ એવી આશા...

Comments

Post a Comment

Popular Posts