વાર્તા:હીરાની સાચી પરખ...

             
     
         "જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ"

(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.

તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)  
   હીરાની સાચી પરખ...

           માયાબહેન અને મનીષભાઈને બે સંતાનો હતા.મુક્તા અને આદિત્ય.મુક્તા હોશિયાર,સુંદર,
સુશીલ,બધીજ પ્રવૃત્તિઓમાં અવ્વલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ઓમાં તેની ગણના થતી હતી.મુક્તાના પરિવારની આર્થિક મધ્યમ હોવાથી તે પિતાને સહાય કરવા માટે નોકરી કરતી હતી.પણ આદિત્ય એનાથી તદ્દન વિરુદ્ધ લાપરવાહ,
ભણવામાં ઠોઠ,દેખાવમાં સામાન્ય,અને રખડુ હતો. ઘરમાં તે સૌને માનીતો હતો,કારણકે તે બાધા માનતાઓ પછી આવ્યો હતો.


                     મુક્તા એક એજ્યુકેટેડ યુવતી હતી,તે બાળપણથી સ્વતંત્ર વિચારો ધરાવતી હતી.તેના વિચારો સામાન્ય છોકરીઓ કરતાં ઉચ્ચ હતા.તે અન્યાય,શોષણ અને જુલ્મો સામે અવાજ ઉઠાવવામાં સ્વજનો વિરુદ્ધ પણ ઉભા રહેવું પડે તો એ જરાય પણ હિચકિચાટ વગર ઉભી રહેતી,સ્ત્રીઓના હકની વાત આવે તો તે આ વાતમાં પ્રથમ અગ્રેસર રહેતી.તે માનતી હતી કે" સ્ત્રીઓએ જાતે જ પોતાની રાહ બનાવવી પડશે કોઈ તેમને મદદે નહીં આવે,સ્ત્રીએ શું કરવું એ એને નકકી કરવાનું છે.તેના ભવિષ્યની ડોર બીજાએ હાથમાં લેવાની કોઈ જ જરૂર નથી.તેની આમ મોઢે મોઢ કહી દેવાની આદતથી આખાય કુટુંબમાં બદનામ હતી.કેટલાક કુટુંબીજનોએ તો તેનું નામ "કડવી"રાખેલું,મુક્તા સાથે કોઈ સંબંધ રાખવુય પસંદ નો કરતુ.મુક્તા પોતાના જનકલ્યાણ અને સ્ત્રીઓના હક માટે કાર્ય કરતી સંસ્થામાં અધ્યક્ષ તરીકે કામ કરતી હોવાથી  મુક્તા લોકો માટે આદર્શ ગણાતી હતી.પણ માયાબહેન તેમના આદિત્યને લઈ ચિંતિત હતાં.

              
                  એક દિવસ મુક્તા પોતાના કામની થકાવટથી તે મોડા સુધી સુઈ રહી.,તેને ખબર જ ન રહી કે સવારના આઠ વાગી ગયાં હતાં પણ મુક્તાની આંખ હજી ખુલી નોહતી,મોડા સુધી પથારીમાં સુતી મુક્તાને જોઈ માયાબહેનની રહેવાયું નહીં,આ જોઈ માયાબહેન મોટા અવાજે બરાડ્યા"અલી મુક્તા... ક્યાં છો!...કેટલી વાર જલ્દી કર આમ તો જો...આટલા મોડા સુધી સુવાય... સુરજ માથે ચડી ગયો...જો આમ...આ છોકરી પારકા ઘરે જઈ શું દાદાર મારશે...મને તો આ છોકરીની ખુબ ચિંતા થાય છે."મુક્તા મમ્મીને આમ બરાડતા જોઈ તેનાથી કહ્યા વગર ન રહેવાયું,"મમ્મી શું થયું સવાર સવારમાં શું આમ મુનિ મહારાજની જેમ પ્રવચનોની વર્ષા કરે ઠીક તો છે,ને તારા આ પ્રવચનોથી હું હવે કંટાળી ગઈ છું,હું કામની થકાવટના મોડા સુધી સુઇ શું રહી તે તો આખુ ઘર માથે લઈ લીધું,અને ભાઈને જો ભાઈ મોડા સુધી સૂવે તો એને તો કાઈ કહેવામાં નથી આવતું.અને મને પ્રવચન આપવામાં આવે આવું કેમ?" 
               
                "એ...ચુપ...એક શબ્દ હવે નહીં.આગળ નહતુ સ્ત્રીઓના હક માટે કાર્ય કરતી સંસ્થામાં શું જોડાઈ તને તો ગુમાન આવી ગયો,પણ આ ઘરમાં તો અમે ઘડેલા જ નિયમો ચાલશે..."
         
                  માયાબહેને તેમની દિકરી મુક્તાને અધવચ્ચે અટકાવતા,"એ તો દિકરો છે તારે એના વાદ ન લેવાય તારે...તુ મોટી છે થોડુ જતું કરતાં શીખ નહીં તો પારકા ઘરે બહુ વખો પડશે."

                 મમ્મીના મોંઢે આવા વાક્યો સાંભળી મુક્તાને લાગી આવ્યું,"તે વિચારી રહી હતી કે ધરતી ફાટે તો અંદર સમાઈ જાવ"પરંતુ મમ્મી મોંઢે સાંભળવામાં આવેલા શબ્દો "તુ પારકી છે,તુ તારે પારકે ઘેર જવાનું "તેને આ વાક્ય શૂળની માફક ભોંકાતા હતા, આ વાક્યો જ્યારે આદિત્ય અને મુક્તા વચ્ચે નાનો અમથો ઝગડો તો પણ માયાબહેન ના મૂખે આ વચનો નિકળી પડતાં,આ વાત સહન કરવાની આદત પડી ગઈ હતી,પણ હવે નહીં તેને મનોમન નક્કી કર્યું જો  આમ વારંવાર મને મેણાટોણા મારતી રહી છે,પણ સમય આવે તો તેનો ઉત્તર જરૂર આપશે.દિવસ એનો પ્રત્યુત્તર જરૂર આપશે.મુક્તાનો ગુસ્સો પણ ક્ષણિક જ હતો.પણ આજે તો સહનશક્તિ બહાર થઈ ગયું.આ વાતે હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યુ.માયાબહેન અને મુક્તા વચ્ચે આવો વિવાદ દરરોજ થાતો પણ પાડોશીઓની દ્વારા થાતી દરમિયાનગીરીથી શાંત પણ થઈ જાતો,એમાં દરવખતે મુક્તાને જ દોષી ઠેરાવવામાં આવતી.આ વાત મુક્તાને અકડાવી મુકતી,માયાબહેનના ચાલતા વિવાદમાં આદિત્ય બળતાં ઘી હોમવાનુ કાર્ય કરી રહ્યો હતો,આ સાંભળી આદિત્યે નાકનું ટેરવું ચડાવી મુક્તાને ખીજવતા કહે" લે...જોઈ લે તારી ઔકાત,તું કદી આ ઘરમાં મારી જગ્યા નહીં લઈ શકે,એટલે સપનાં જોવાના બંધ કર."દિકરા આદિત્યની વાત સાંભળી માયાબહેનનું હૈયુ ગદ્દ ગદ્દ ફુલી જાતી.માયાબહેન ઉત્સાહભર્યા અવાજે બોલી ઉઠતાં."આમ જો...મુક્તા...આને કહેવાય ડાહ્યો દિકરો...જુગ જુગ જીવ મારા લાલ... બિલકુલ તું તો મારા ઉપર ગયો છે, એ...છોકરી શીખ... કાંઈ..."આદિત્ય આંખ વડે ઈશારો કરતાં કહે જા અહીંથી...સાંભળ્યુ મમ્મીએ શું કહ્યું તને,મને લાગે છે કે તને સંભળાયુ નથી...આઉટ...
"પણ જે હોય તે મોઢામોઢ કહી દેવા વાળી મુક્તાથી આજે બોલાઈ ગયું"કે મમ્મી એતો સમય જ બતાવશે.અત્યારથી તારું આમ જજમેન્ટ આપવું યોગ્ય નથી."

              મનિષભાઈ ગંભીર અવાજે માયાબહેનને સમજતા કહે"દિકરાને પણ થોડો સમજાય...આ મુક્તા સાથે ખોટું કરી રહી છો,માયા આ...અનર્થ રોકાઈ જા અને તારા આ લાડલાને પણ રોક... નહીં તો પેટભરી પછતાવાનો વારો આવશે."

                માયાબહેન પતિની વાતને ટાળતા કહે"તમે સાવ એવા ને એવા રહ્યા,આ ઝગડાની શરૂઆત તમારી લાડકી મુક્તા એજ કરી હતી,અને મારો દિકરો તો મને સાથ આપે તો એમાં ખોટું શું છે,અને આમ પણ તમને કાઈ ખબર ન પડે તો ઝંઝવાત માં ન પડો તો સારું છે,હે...ભગવાન મારો આદિત્ય તો લાખોમાં એક છે,મારો દિકરો તો બીજા દિકરાઓથી અલગ છે,જોજો ને તમે..."
             
                મનિષભાઈ નિ:સાશો નાખતા કહે"હૈ પ્રભુ આને સમજણ આપો,સાચા ખોટાની નહીં તો અનર્થ થઈ જાશે..."

                 મુક્તાને આદિત્ય તેના ભાઈ કરતાં પ્રતિસ્પર્ધી વધુ લાગી રહ્યો હતો.ઉદાસ બેઠેલી મુક્તાને મનિષભાઈ હિંમત આપતાં કહે, "દિકરા એક દિવસ તારી મમ્મી ની અક્કલ જરૂર ઠેકાણે આવશે કે કોણ યોગ્ય છે અને કોણ નહીં,તું આમ હિંમત ન હાર સૌ સારા વાનાં થઈ જશે રડ નહીં ચાલ થોડું હસીને બતાવ...આ...હા...ગુડ ગર્લ..."
ચાલ દિકરા સાંજે મળીએ હું ઓફીસ જાવ છું બાય...જય શ્રી કૃષ્ણ"આટલું કહી મનીષભાઈ ઓફીસે જાવા માટે રવાના થાય છે.

                 માયાબહેન મુક્તા માટે રુઢિચુસ્ત અને જુનવાણી વિચારોથી ઘેરાયેલા હતાં,હવે માયાબહેને ઘરમાં એવો નિયમ ઘડ્યો કે મુક્તા સલવાર કમીશમાં રહે,પુરુષ મિત્રો જોડે વાર્તાલાભ ટાળે,અને જો કામ પોતાના શહેરમાં કામ પુરૂ કરવું નહીં તો બહાર ગામ હોય તો કામ ટાળવું.પણ આ નિયમો માત્રને માત્ર જ મુક્તા માટે હતાં,આદિત્યને બધી જ છૂટ હતી.

                 મુક્તા બધું સમજી ગઈ હતી,કે મમ્મી માત્રને માત્ર મારા કામને આડે રહી છે, પણ કહેવાય છે ને કે સમય સમયને માન,તેને ચુપ રહેવાનું જ નક્કી કર્યું.પણ મનીષભાઈ હંમેશા પોતાની દિકરીને આગળ આવવા માટે તક પુરી પાડતાં, તેઓ મુક્તા જેવી હોશિયાર, ડાહી,સુંદર આગળ પડતું વ્યક્તિત્વ,જ્યારે સ્ત્રીઓમાં આદર્શ અને પ્રતિભાશાળી છોકરીના પિતા હોવાનો મનીષભાઈ પારાવાર ગર્વ અનુભવતા હતાં.તેઓ મનમાં ભગવાનનો આભાર માની કહેતા હતાં કે"હે પ્રભુ તારે મને જો વરદાન આપવું હોય તો મુક્તા મારા ઘરે દિકરી બની આવે,એનાથી વિશેષ મારે બીજું કાંઈ ન જુએ."મુક્તા પણ આવા પિતાને પામી ધન્યતાની લાગણી અનુભવી રહી હતી.

                   

                  ધીરે ધીરે મુક્તા યુવાનીના ઉંબરે પહોંચી હતી.
મનિષભાઈ તેમની દિકરીને લઈ ખુબ ચિંતિત હતા.મુક્તાની નોકરી અને જન કલ્યાણ અને સ્ત્રીઓના હક માટે કામ કરતી સંસ્થાનું નામ સાભળી છોકરાઓના પિતા તો અંજાઈ ગયાં,કરોડોપતિ દિકરાઓના પિતાઓ મુક્તા સાથે લગ્ન કરવા માટે તરવરતા હતા.પણ બહુ શોધખોળ બાદ તેમને તેમની પસંદગી માન ચતુર્વેદી ઉપર ઉતારી.મનિષભાઈ લાડકી વ્હાલસોયી મુક્તાને પુછ્યું કે "દિકરા તને માનવ ગમ્યો જે હોય તે સાચેસાચું કહેજે,નહીં તો હું રાહ જોવા તૈયાર છું તારા માટે...મનિષભાઈની ચાલતી વાતમાં માયાબહેન ટાપસી પુરતાં બોલ્યાં"લો...તમારુ તો ખરું છે,આમા દિકરીને શું પુછવાનું હોય,આપણી પસંદગીએ તો એની પસંદગી.આપણે તો આદિત્યનું જ વિચારવાનું હોય."

             માયાબહેન અને મનિષભાઈ વચ્ચેના આ વિવાદમાં મુક્તા વચ્ચે પડી તેને મમ્મી પપ્પાને વિનંતીપુર્વક કહ્યું "પપ્પા મમ્મી તમે આ વાત પર વિવાદ ન કરો, મને આમ પણ માન પસંદ છે.અને પપ્પા હું મારી મરજીથી જ હા પાડી રહી છું.પપ્પા તમે ઈચ્છો તો છોકરાવાળાને બોલાવી શકો છો."

            માન બહુ સમજદાર અને ડાહ્યો દિકરો હતો,ભણેલ ગણેલ હેન્ડસમ યુવાન હતો તે પોતાના પિતાના બિઝનેસમાં જોડાઈ ગયો.તે તેમના શહેરના મોટા બિઝનેસમેન કૌશલભાઈ ચતુર્વેદીનો એકનો એક પુત્ર હતો,ખાધેપીધે સુખી ઘર હતું.અનુકુળ સમયે મુલાકાત ગોઠવાઈ,માન અને મુક્તાને વાત કરવા ટેરિસ ઉપર મોકલવામાં આવ્યા માનને મુક્તા પહેલી નજરે જ ગમી ગઈ હતી.

           ગોળધાણા પણ વેચાઈ ગયાં,થોડા જ દિવસોમાં  બંન્નેપક્ષોએ મુહુર્ત જોવડાવી માન અને મુક્તાના ઘડીયા લગ્ન લીધા.મનિષભાઈ અને માયાબહેને ભારે હૈયે પોતાની દિકરીને વિદાય કરી .

              મુક્તા એ માનને લગ્નની પહેલી રાત્રે જ કહી દીધેલ"કે હું નોકરી કરીશ,આ મુકામે પહોંચવા મેં રાત દિવસ મહેનત કરી છે.માટે મહેરબાની કરી તમે મને નોકરી છોડવાનું ન કહેતા."

               માન પ્રેમથી મુક્તાનો હાથ પોતાના હાથમાં લઈ કહે"જો મુક્તા અમારા પરિવારની કોઈ વહૂ નોકરી નથી કરતી પણ જો તારે કરવી હોય તો કરી શકે છે,મેં તારામાં પત્ની નહીં પણ એક મિત્રને જોઈ છે,તારા વખાણ તો મેં બહુ સાંભળ્યા છે,પણ આજે એ પણ નક્કી થયું કે હકીકતમાં એટલી પ્રતિભાશાળી યુવતી છો,આજથી તું પોતાને ક્યારેય એકલી ન સમજતી હું પણ તારી સાથે છું."

              મુક્તાનો હવે નવો જન્મ થયો.તે હવે દિકરીમાંથી વહુ જો બની હતી.ઘરની જવાબદારી અને સાથે સાથે નોકરી તેની ખરી કસોટી હવે હતી.

               રાત વિતી ગઈ,સવાર પડી મુક્તા વહેલા પાંચ વાગે ઉઠી ઘરના કામે લાગી ગઈ, ત્યાં જ સુમિત્રાબહેન આવ્યા" દિકરી રૂક એક મિનિટ અમારે ત્યાં વહુ લગ્નની શરૂઆતના દિવસોમાં કામ ન કરે,આમ પણ તુ તારી નોકરી પર જવા તૈયાર થઈ જા તારે મોડું થતું હશે.

              આ સાંભળી મુક્તાને કુતૂહલ થયું,સુમિત્રા બહેન મુક્તાના ના ખભે હાથ રાખી કહે "દિકરા આમ કુતુહલથી ન જો મને આજથી તું મારી પણ દિકરી જ છે.માને બધી જ વાત કરી છે,તને શું લાગ્યું કે હું તારી રસોઈનો ટેસ્ટ લઈશ,અને ઘરકામની તારી કુશળતાનુ મુલ્યાંકન કરીશ.વધુમાં સુમિત્રાબહેન કહે કે "મને ભગવાને દિકરી તો નથી આપી પણ તારા આવવાથી મારી એ પણ ખોટ પુરી થઈ છે,માટે આભાર ઈશ્વરનો.

                  મુક્તાને તો સુમિત્રા બહેનની મમતામયી મા દેખાતી હતી,તે માના પ્રેમ માટે તરસી રહી હતી તે પ્રેમ સાસુમાએ આપી માં ની ખોટ પુરી કરી હતી.તે નોકરીની સાથે સુમિત્રાબહેનની પણ સેવા કરતી હતી,કૌશલભાઈ અને સુમિત્રા બહેન મુક્તા જેવી વહુ પામી ધન્ય થઈ ગયા હતા.મનિષભાઈની ચિંતા આજે દુર થઇ ગઇ હતી.કારણકે તેમની લાડલી મુક્તાને તેમના કરતાં પણ વધુ ખુશ રાખે તેવો જમાઈ મળ્યો હતો.

                  કહેવાય છેને કે વિધાતાને પણ માણસની ખુશી જોઈ ઈર્ષા આવે છે. આદિત્ય હવે જુગારના રવાડે ચડી ગયો.તે દારૂ પી પિતાના પૈસા ઉડાડે,કમાવવાની વાત તો દુર પોતાની માં ને છેતરી પૈસા લઈ દારૂ અને જુગારમાં વાપરી દેતો.મનિષભાઈને જે પરિણામની આ શંકા હતી એ જ થયું.મનિષભાઈ ઓફીસનાં કામે ગયાં હોવાથી આ તકનો લાભ લઈ આદિત્યે માયાબહેનને વાતમાં ફોસલાઈ પ્રોપર્ટીની ફાઈલ પર સહી કરાવી પોતાના નામે કરાવ્યું.

                દિકરાના પ્રેમમાં અંધ બનેલા માયાબહેન પેપરમાં વગર વાંચે સહી કરી,મનિષભાઈ પોતાનું કામ પતાવી ઘરે આવ્યા,જ્યારે પોલીસને જોઈ જીવ અધ્ધર થઈ ગયો.ઘરનો દરવાજો ખટખટાવતા પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું"આ મનિષભાઈ ઓઝાનુ ઘર છે?"પોલીસ તપાસ માટે આવી હતી સાથે વકીલ પણ હતાં.મનિષભાઈ ઘરની બહાર   આવી કહે" સર કાઇ કામ હતું હું જ છું મનિષભાઈ ઓઝા તમારા પત્ની એ આ ઘર તમારા દિકરાના નામે પોતાની મરજીથી કરેલ છે,અને સાથે સાથે એ બાંહેધરી પણ આપેલ છે કે અમે હવે આ ઘર છોડી રહ્યા છીએ."

               આ સાંભળી માયાબહેનને આઘાતમાં દાંત બંધાઈ ગયાં,તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,તેઓ વિચારી પણ નોહતા શકતા કે તેમનો દિકરો આદિત્ય આવું કરી શકે, પણ કહેવાય છે કે "જેવું વાવો એવું લણો"એ ઉક્તિ માયાબહેન પર સાચી પડી હતી.

               મનિષભાઈ તેમની પત્ની માયાબહેને કહે તેમના શબ્દોમાં ગુસ્સો છુપાયેલો હોય છે,"ઓ...માયાવતી જી હવે પુત્રપ્રેમની પટ્ટી આંખ પરથી ખોલી તમારા આ સુપુત્રના પરાક્રમ જોવો,આપણે હવે ઘરડા ઘડપણે ઘર છોડી ઠોકરો ખાવાની છે,શું આ દિવસ જોવા માટે તમે આપણે દિકરો અવતરે માટે પથ્થર એટલા દેવ કર્યા!તમારા આ મહોદય આદિત્ય મહારાજનું ચાલે તો આપણને પણ વેચી મારે,આ સાંભળી માયાબહેનને તેમની મુક્તા સાથે કરેલા વર્તન નો ભારાવાર પછ્તાવો થયો,પણ "રાંડ્યા પછી આવેલુ ડહાપણ શા કામનું.એવું માયાબહેન સાથે થયું.


                 માયાબહેન અંતરની વેદના ઠાલવતા કહે "તમે કહેતા હતાં પણ મેં તમારી એક ન સાંભળી આ એનું પરિણામ છે મુક્તાના પપ્પા આટલું કહી માયા બહેન રડી પડ્યા,હું મારી દિકરી મુક્તાની ગુનેગાર છું,હું જે દિકરાને આટલું પ્રોત્સાહન આપી રહી હતી એને જ મને છેતરી!હું ન તો દિકરાને સારા સંસ્કાર આપી શકી,હું સારી માં પણ ન બની શકી,પણ આજે હું પેટભરી પછતાઈ રહી છું,મારી દિકરી મુક્તા મને માફ કરે તો મારા પાપનો ભાર ઓછો થાય.મનિષભાઈ માયાબહેનની વાતમાં હુકારો ભરતા કહે તુ પહેલી વાર તું મારી વાતમાં સંમત થઈ છે."

                  માન મંદિરે દર્શન કરવા આવે છે,ત્યાં તેને મંદિરના ઓટલે કોઈ ભીખારી જોડુ જોવા મળે છે મોઢું કપડાથી બાધેલુ મુશ્કેલી આવે છે, પણ તે અવાજ પરથી ઓળખી તે પોતાના ઘરે લઈ જાય છે.મુક્તા તેના મમ્મી પપ્પાને આમ લઘરવઘર હાલતે જોઈ ગભરાઈ જાય છે,પણ પુરેપુરો ઘટનાક્રમ સાંભળવાથી પગનીચેથી જમીન સરકી જાય છે.મુક્તા અવાજમાં ગુસ્સો ભીંસીને કહે,"આજે તો મને આદિત્યને ભાઈ માનતાય લાજ આવે,મિલકત મેળવવા માટે ભાઈ આટલી હદે જાય મને તો એ નથી સમજાતું.મુક્તા તેના હિંમત હારેલા મમ્મી પપ્પાને આશ્વાસન આપતાં કહે"મમ્મી પપ્પા તમે અમારી સાથે રહો સમાજની ચિંતા છોડી અમારા જોડે રહો,સુમિત્રા બહેન અને કૌશલભાઈ પણ મુક્તા અને માનની વાતમાં હુકારો ભરતાં કહે છોકરાંઓ આટલું વિનવે તો વેવાઈ વેવાણ રહી જાવને આ સાંભળી માયાબહેનની આંખો આંસુથી ભરાઈ ગઈ તેઓ માયાબહેનની આંખમાં અપરાધના આંસુ છલકાઈ રહ્યા હતાં માં દિકરીનુ આ મિલન જોઈ સૌની આંખ ભરાઈ આવી..

                           શૈમી ઓઝા "લફ્જ"



          

                    



   

     


                 

                     
                             
                

Comments

Popular Posts