વાર્તા:શું કોઈને પ્રેમ કરવો ગુનો છે!

કોરી આંખે ભીના સપનાં"
     
         "જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ"

(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.

તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)

શિર્ષક: પ્રેમમાં હોવું એ ગુનો છે!

                મૃણાલી આજે ખુબ ખુશ હતી તેને આમ ઉછળ કુદ કરી રહેલી મૃણાલીને જોઈ માતા અરૂણાબહેને હૈયે હરખ ન સમાયો.દિકરી આટલી ખુશ કદી નોહતી જોઈ,પણ તેની ખુશીનું કારણ જાણવા ઈચ્છુક અરૂણાબહેન દિકરીને પુછે કે,"અરે...અરે...મૃણાલી બેટા આજે શું વાત છે,આજે તો કાઈ ચાંદ ધરતી પર આવ્યો છે કે શું!બેટા તારી ખુશીનું રહસ્ય અમને તો જણાવ, મૃણાલી ખુશીથી ઝૂમતા કહે છે" મમ્મા...આઇ એમ વેરી વેરી હેપ્પી...એ...હે...મમ્મા આજે હું બહુ ખુશ છું..."

                 અરૂણાબહેન મનોમન દિકરીની નજર ઉતારતાં કહે છે મારીને કોઈની ખરાબ નજર ન લાગી જાય, મારી લાડકી...કેટલી સુંદર લાગે છે!મારી નાનકડી પરી આજે યુવાન થઈ ગઈ,એની મને ખબર જ ન રહી,પણ જે હોય તે કેટલા દિવસ પછી મારી ગુડિયા રાનીને આજે ખુશ જોઈ."
વિધવા માં એ એકલાં હાથે ઉછેરીને મોટી કરી.તેમને મૃણાલીમાં તેમના મૃતક પતિની ઝાંખી દેખાતી હતી.તેમને દિકરી માટે થઈ બીજા લગ્નનો વિચાર સુદ્ધાં નોહતો કર્યો.

              મૃણાલી અરૂણાબહેનને ઢંઢોળી કહે" મમ્મા આઈ એમ ઈન લવ,મમ્મા મને મારો ડ્રીમ બોય મળી ગયો.આ સાભળી અરૂણાબહેન અવાક થઈ ગયા તેમને કંઈ સમજ ન આવ્યું કે ખુશ થવું કે દુઃખી, તે પરિસ્થિતિ તેમના સમજ બહાર થઈ ગઈ,તેમને હિંમત કરી પુછી લીધું કે બેટા કોણ એ રાજકુમાર? 

                  મૃણાલી મમ્મીને પ્રેમથી ભેટતા કહે, "અરે...મારી પ્યારી મૈયા મળાવીશ...મળાવીશ...એ...તારા માટે સરપ્રાઈઝ છે, ધીરજ રાખ... ધીરજ રાખ...પણ એને મળીને તુ અવાક થઈ જઈશ."
                    અરૂણાબહેન ગભરાઈ ગયાં,તેમનાં હૈયાની ઉત્સુકતા વધતી ગઈ,તેમને ડરતાં પુછ્યું કે "મૃણાલી કોણ છે...?તે યુવાન જીવનનો આવો અગત્યનો નિર્ણય તું આમ સહજતાથી કેવી રીતે લઈ શકે દિકરા! મને કહે એ કોણ છે,દિકરા તું ચડતી જવાની એ ખોટો નિર્ણય લઈને ન બેસી જતી ,નહીં તો આપણે ક્યાંય મોઢું દેખાડવાના લાયક નહીં રહીએ,તારા મૃત પપ્પાને હું શું જવાબ આપીશ?હું શું કહું તને સમજાય છે ને?"

                     મૃણાલીનો ઉત્સાહ દુઃખ ના ઢગલામાં પરિણમે છે મૃતક પપ્પાની યાદ તેને રડાવી દે છે,પણ તે મમ્મીને હિંમત આપીને કહે છે કે "મમ્મા આર્યન બહૂ સારા અને સરળ છે,સાથે સાથે તારા જેવા પ્રેમાળ પણ તે તેમનામાં મને પપ્પાની છબી દેખાઈ, મેં પપ્પાને જોયા નોહતા કે કેવા હતાં પણ એ પુરૂષમાં મને પપ્પા મારા મૃત પપ્પા દેખાયા,એટલે તો મને એ ગમી ગયાં.

              અરૂણાબહેન કહે કે "બેટા જેટલું પીળું હોય એને સોનું તો ન માની લેવાય ને તેમ છતાં મને મળાવજે તારા આર્યનને હું મળી લઈશ."

              મૃણાલીની ખુશી સાતમા આસમાને હોય છે,"એ...મમ્મા તું બહુ સારી...તુ મળે આર્યનને.મમ્મા તું જ કહે શું પ્રેમ કરવો અક્ષ્મય અપરાધ છે!નથી તો પછી તુ આમ ડરી કેમ ગઈ મમ્મા... મને કહે.... મમ્મા મને કહે.તું આર્યન ને મળે એટલે તારી બધી જ શંકાનુ સમાધાન થઈ જશે "

              હરખઘેલી બની ગયેલી મૃણાલી સુદ બુદ્ધ ખોઈ બેસે છે.મૃણાલી આર્યનને પોતાની મમ્મીથી મળાવે છે.આર્યન અરૂણાબહેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે, આર્યન અરૂણાબહેન આર્યનને મળતાં જ અર્ધબેહોશ થઈ જાય છે,મમ્મી ના આવા વર્તનનું કારણ આજ સુધી મૃણાલી જાણી શકી નથી.
                 
              મૃણાલના મનમાં સતત એક સવાલ રમ્યા કરે છે શું કોઈના પ્રેમમાં હોવું એ ગુનો છે!
                          
             વધુમાં હવે આગળ....
         
                અરૂણાબહેનની મનોદશા કાપો તો 'લોહી ના નિકળે તેવી' થઈ ગઈ.આર્યનને જોઈ તેમને એવો ભાસ થતો હતો કે તેની સાથેનો સંબંધ જાણે લોહીનો ન હોય, દિકરીની આ પસંદ પર ખુશ થઉ કે દુઃખી તેમને આ ગેડ બેસતી નોહતી.

           "મમ્મા... મમ્મા...હું તને કહેતી હતી ને તું આર્યન ને મળે એટલે તું પણ શાનભાન ભુલી બેસે, મારી એ વાત સાચી ને...મમ્મી...એ કહે કેવા લાગ્યા મારા ભાવી પતિ તારા હોશ ઉડી ગયાં...ને" એમ કહેતાં જ મૃણાલી બમણાં હરખમાં આવી ગઈ.

             અરૂણાબહેન અચકાતા કહે છે, હા...હા... દિકરા...

                  મૃણાલી ઉછળકુદ કરતાં બોલી મમ્મી કેવા લાગ્યા તને મમ્મી એ... મારા આર્યન બહુ સારા છે.મમ્મી તુ જવાબ તો આપ કેવા લાગ્યા મારા આર્યન.
        
          અરૂણાબહેન દિકરી મૃણાલીને ભયભીત અવાજમાં કહે "બેટા તું અહીંથી જ પાછી વળી જા બેટા જો આ રાહ માં આગળ વધીશ તો પાછા ફરવામાં મુશ્કેલી થશે...

          મૃણાલી રડતાં રડતાં કહે "મમ્મા પાછું થયું તુ જવાબ તો આપ આર્યનને મળ્યાં પછી તને આમ એકાએક શું થઈ ગયું,તને જોઈને એમ લાગે છે કે જાણે તને કોઈ સાપ સુંઘી ન ગયો! કે ને મમ્મા શું થયું આર યુ ઓકે?

                અરૂણાબહેન આ સાભળી ગુસ્સામાં ભાન ભુલી તેઓ તાડુકી ઉઠે છે , "તારા લગ્ન આર્યન સાથે નહીં થાય તારે આર્યનને ભૂલવો જ પડશે?" અરૂણાબહેનનો આ નિર્ણય સાભળી મૃણાલી એકદમ ડઘાઈ જાય છે
                મૃણાલીથી નાદાનીભર્યા અવાજમાં પુછાઈ જાય છે,..."મમ્મી...આમ એકાએક શું થઈ ગયું મને કહે તો ખરા...શું મારા આર્યનથી કોઈ ભુલ થઈ ગઈ,પણ આમ એકાએક તને શું થઈ ગયું!"
                અરૂણાબહેનની લાચારી તેમને દિકરીના પ્રશ્નનો પ્રત્યુત્તર ન આપવા માટે મજબુર કરતી હતી;તેમ છતાં તે હિંમત ભેગી કરીને કહે છે" કે મૃણાલી દરેક વસ્તુમાં હઠ ન હોય દિકરા મોટા વડીલોની વાત માનવાની રાખ,તારા લગ્ન આર્યન સાથે નહીં થાય.તુ તારા આર્યનને સદા માટે ભુલી જા  તને એકવાર કહ્યું ને મારી વાત માન.તને આર્યનથી પણ ચડિયાતો છોકરો શોધી આપીશ.પણ તું આને ભુલી જા."
              
                  મૃણાલીની આર્યન સાથે લગ્ન કરવાની જીદ અરૂણાબહેન ના દિલને ઠેસ પહોંચાડે છે,તેમનાથી વ્હાલસોયી દિકરી પર હાથ ઉપાડી જાય છે.

                 અરૂણાબહેનનુ આવુ વર્તન મૃણાલીને ખૂચે પણ મૃણાલી તેનાં અરૂણાબહેનને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે "મમ્મી લગ્ન કરીશ તો આર્યન સાથે નહીં તો બીજે હું ક્યાંય નહીં કરુ,મને એ નથી સમજાતું કે આર્યનમાં શું ખોટ  છે?"
                 "મમ્મી આર્યનને મળ્યા પછી તારો રવૈયો કેમ બદલાઈ ગયો?મૃણાલી વધુમાં ઉમેરતા કહે કે" મમ્મી મને એ નથી સમજાતું કે તું આર્યન સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે?"

                અરૂણાબહેન રડતાં રડતાં કહે છે કે દિકરી મૃણાલી તુ જીદ કરે જ છે તો સાંભળી લે,આર્યનને તુ ભૂલ થાય એટલું તારા માટે સારું છે.એ તારો ભાઈ થાય."

                મૃણાલી આ સાંભળી અર્ધબેહોશ થઈ ગઈ,મૃણાલીની ખુશી શીશાની માફક વેરવિખેર ગઈ,જાણે અજાણે તેને મમ્મી ને પૂછી જ લીધું કે આર્યન...મારો...ભાઈ... મમ્મી...કેવી રીતે... મમ્મી... મને જણાવ શું રહસ્ય છે? મમ્મા તને મારા સમ છે... મમ્મા પ્લીઝ બતાવ મને....આ રહસ્ય શું છે?

                અરૂણાબહેન ગંભીર સ્વરે દલીલ રજુ કરતાં કહે છે" આ આર્યનનો ચહેરો વિરલને મળતો આવે છે મને આ વહેમ હતું, પણ જ્યારે આર્યન જ્યારે મને પગે લાગ્યો ત્યારે તેના ખિસ્સામાં ફોટો પડ્યો હતો , જમીન પર પડેલો ફોટો જોઈને હું અવાક થઈ ગઈ,આ જોઈ હું મારી સુદબુધ ખોઈ બેઠી દિકરા મને એમાં વિરલનો ચહેરો દેખાયો.

              આ સાંભળી મૃણાલી આભી બનીને ઉભી રહી.પરંતુ મૃણાલીથી કુતુહલવશ પુછાઈ ગયું,કોણ વિરલ અંકલ મને કહેને મમ્મી...તું ઓળખે છે,આર્યનના પપ્પાને  

              આ સાંભળી અરૂણાબહેન દિકરી સમક્ષ પોતાની જાતને ગુનેગાર અનુભવે છે,તેઓ પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે.

              મૃણાલી તેની માતા અરૂણાબહેનને ઢંઢોળતા કહે છે,મમ્મી ક્યાં ખોવાઈ ગઈ,તે મને જવાબ ન આપ્યો કે કોણ વિરલ અંકલ? મને જણાવ મમ્મા.

              અરૂણાબહેન દિકરી સમક્ષ શર્મભર્યા અવાજે કહે છે," દિકરા વિરલ મારો ભુતકાળ હતો,બેટા તારા જેમ પણ કોઈના પ્રેમમાં હતી,એ બીજા કોઈ નહીં આર્યનના પપ્પા વિરલ હતા,જેમની પાછળ કોલેજની યુવતીઓ દિવાની હતી.આ લિસ્ટમાં હું પણ સામેલ હતી,આ વાતની ગંધ તારા નાનાને આવી ગઈ,પણ તારા નાનાને આ મંજૂર નોહતુ,હું વિરલ સાથે પ્રેમમાં આગળ વધુએ પહેલા તારા નાનાએ મારા લગ્ન જબરજસ્તીથી અશ્વિન જોડે કરી નાંખ્યા.આ લગ્નથી પણ હું જરાય ખુશ નોહતી પણ તારા નાના નાની ની આબરુ ખાતર મેં આ કડવા ઘૂંટ પી લીધાં,પછી એમને સદા માટે ભુલી જીદંગીમાં આગળ વધી હું પણ તારા આર્યનને જોઈ એમની છબી તાજી થઈ બેટા.

             મમ્મીનો ભૂતકાળ સાંભળી મૃણાલી ખિન્નતાની લાગણી અનુભવે છે,મૃણાલી આર્યનને પ્રેમ કરવા બદલ પોતાને ગુનેગાર માને છે તેનો પ્રથમ પ્રેમ આર્યન હવે તેના માટે દુઃખનું કારણ બનીને રહી જાય છે.તે પોતાની મમ્મી અરૂણાબહેનને આમ દુઃખી નથી જોઈ શકતી,અને આર્યન ને પણ નથી ભુલી શકતી, તેનું મન તેના પ્રેમીને ભાઈ માનવા તૈયાર થતું નથી,તે આર્યનને પોતાનું સર્ચસ્વ માની બેસે છે,માટે તેનું દિલ બીજા પુરૂષને અપનાવવા તૈયાર થતુ નથી,તેને કોઈ રસ્તો ન સુજતા તે આત્મહત્યા કરી જીદંગી નો અંત આણે છે.

          શૈમી ઓઝા"લફ્જ"
   
                    

Comments

Popular Posts