કાવ્ય:ગુડફ્રાઈડે

ગુડ ફ્રાઈડે

હે ઈશુ...તમે લોક કલ્યાણ કાંજે
સ્વ બલિદાન આપી,નિસ્વાર્થ પ્રેમની પરિભાષા આપી,
આ દિવસનું મહત્વ ભગવાન ઈશુ એ ભોગવેલ 
યાતના અને એમને આપેલા વચનોને યાદ કરી,
જીવનમાં ઉતારવાનું છે,ખ્રિસ્તી ભાઈ બહેનો 
આ દિવસે મન પર સંયમ રાખી ઉપવાસ કરે,
ભગવાન ઈશુનું નામ જપી દોષ પાપથી મુક્ત થાય,
આ દિવસે ભગવાન ઇશુના પ્યારા ભક્તો માનસિક
શારિરીક શુદ્ધિ કરે,ખ્રિસ્તી ભાઈઓના શોક દિવસે 
અમે સહભાગી અમે સૌ સહભાગી થાશુ,જે ભગવાને
સંસાર ને દુઃખમાંથી મુક્તિ અપાવવા ખુદના પ્રાણ આપ્યા,
એ ધર્માત્મા ભગવાન ઈશુ ને મારા સત સત નમન...
આ દિવસે પ્રેમ અને ક્ષમાને મહત્વ અપાય છે,
હે મારા પ્રિય ખ્રિસ્તી ભાઈ બહેનો,અજાણતાથી
થયેલા અપરાધ દોષોને ક્ષમા કરી પ્રેમ એકતાના તાંતણે
બંધાઈ જઇએ,શુક્રવારના દિવસે ભગવાન ઈશુને ક્રોસ
ઉપર ચઢાવવામાં આવ્યા,ભગવાન ઈશુએ આપેલા 
બલિદાનને "ગૂડ ફ્રાઈડે"કહેવાય,આ તે કેવો કપરો દિવસ,
જે દિવસે આ ઈશુ ભગવાન ને ક્રોસ ઉપર ચડાવ્યા,
ખ્રિસ્તી સંપ્રદાયની સાથે ધરતીમાતા પણ આ સંતને અપાતી નિર્દયી બલિથી રડી હશે,શનિવારની રાત કબ્રમાં વિતાવી, ઈશુ માનવદેહનો ત્યાગ કરી,
ખ્રિસ્તી સંપ્રદાયના ભગવાન થયાં,
કોટી કોટી વંદન પ્રભુ ઇશુને ધન્ય છે 
એમની ત્યાગ ભાવના.
શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Post a Comment

Popular Posts