ડાયરી:અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

મુક્ત મને થયેલી વાતો


જીવન વળાંક ભાગ;14

માય ડિયર ભાવુ કેમ છે,મારી સુખદુઃખની સખી
કાલની અધુરી વાત પુરી કરીએ સંબંધો હતો ને મુખ્ય વિષય.
        સંબંધો દિલથી બનતા હોય છે,જબરજસ્તીથી બંધાયેલા સંબંધોનો અંજામ પણ ખરાબ આવે છે.સંબંધોને બગાડવા અને સુધારવા આપણા હાથમાં હોય છે.આપણે આપણી નીતિ સાફ રાખવી કુદરતરુપિ સી.સી.ટી.વી. આપણું લાઈવ પ્રસારણ નિહાળી રહ્યો છે,એમ સમજી વર્તવું.મોહ માયાનું તો શું છે તમે જેટલા ઉતરો એટલા વધુ ગરકાતા જાવ છો.

       કાચિંડાની જેમ માણસોને પણ રંગ બદલતાં જોયા છે.પળે પળે વર્તન બદલાતુ રહે પહેલાં આપણી સાથે દોસ્તી કરવાનું નાટક કરે ને પાછળથી ખંજર ભોકે ત્યારે સમજવું કે તમારી પ્રગતિ હવે નજીક છે,દરેક સંબંધોમા થયેલા છળથી મને એકવાત જરૂર શીખવા મળી કે કોઈ આપણું નથી હોતું આપણે જાતે પોતાના બનીને રહેવું પડે છે.જો આપણે જ પોતાની જાતના મિત્ર નહીં બનીએ તો પછી બીજાનું તો શું કહેવું.


અમુક સંબંધ તો એવા હોય કે આપણી આગળ કંઈ બીજું બોલે આપણી પાછળ કંઈ બીજું આવી સંબંધોરુપિ રચાયેલી માયાજાળને શું કહીશું આપ સૌ મને જણાવશો.


અમુક અહંકારપ્રકૃતિના સિકંજામા હોયતો પોતાની જાતને દુનિયામાં શ્રેષ્ઠ માને,પણ સાવ કોરી સ્લેટ હોય.પણ પાગલની કેટેગરીમાં મુકવામાં આવેલા માણસો પોતાનીજાત સાથે જ સતત સ્પર્ધા કરતાં રહે ને પોતાના કામને બેસ્ટ કરવા પ્રયત્નશીલ હોય,જ્યારે કહેવામાં આવે ત્યારે જ પોતે આગળ આવે પણ અધુરપથી છલોછલ વ્યક્તિત્વ દરેક જગ્યાએ પોતાની અધુરપ ખુલ્લી કરી મૂકે.પણ તોય કહેવાય છે કે "ચમડી તુટે પણ દમડી ન છુટે"


       

ડિયર તું બહુ નસીબદાર છો.કે તું ડિયર ડાયરી છો નહીં તો તારા માટે પણ આ ઘાવ પચાવવો મુશ્કેલ પડી જાત મારી વ્હાલી....પણ તું મારી એવી સખી છે કે તને હું મારી સાથે રાખી શકું છું,તને હરવા ફરવા પણ તને કોઈ સાથે મળાવી શકતી નથી.પણ જીવનના ચડાવ ઉતરાવને પણ ઈશ્વરની દેણ માન્યા છે.ઈશ્વરે નક્કી કર્યું એમાં કોઈને દોષ આપવો એ સમસ્યાનો હલ નથી.સમસ્યાઓનો હલ આપણી પાસે જ હોય છે, મોહમાયાથી પોતાની જાતને જેમ બને તેમ બહાર નિકાળીએ તો સારુ છે નહીં હાથમાં પીડા,દુઃખ સિવાય કંઈ જ નથી આવતું.દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો,કોઈને ખરાબ ચિતરીને આપણે પોતાનો જ સમય વેડફતા હોઇએ છીએ,


      

        આપણે જાણે અજાણે આડકતરી રીતે પોતાની જાતને જ આપણે દંડીએ એના કરતાં પોતાની પ્રગતિ તરફ કદમ ભરવા એ વધુ હિતાવહ છે.પોતાની જાતને સતત પ્રવૃત્તિમય રાખો,પોતાના ઉચ્ચ સપનાંને આકાર આપવા પોતાના ઉપર આવેલા પડકારો ઝીલતા રહો.એક દિવસ ઇશ્વર પણ મનમાં થશે કે આ મારું. સંતાન ખરુ કે જે સતત પોતાના જીવનમાં આવી રહેલા પડકારો બહુ સરળતાથી પાર પાડે છે.ઈશ્વર પણ એવાનો જ સાથ આપે છે જેના ઈરાદા મજબુત,સખત પરિશ્રમ,નીતી સારી હોય દિલસાફને હાથ ચોખ્ખો હોય.
     

દુનિયાને એકબાજુ રાખો,દુનિયાને ક્યાં કોઈ હયા હોય છે,તે તો કોઈપણ વિશે ચગાવવા અને તોડવામાં માને છે.પણ દુનિયાથી પાગલનો એવોર્ડ મેળવેલા લોકો પોતાની જાતને સાબિત કરી સખ્ત પરિશ્રમને વધુ મહત્વ આપે છે.નિષ્ફળતાથી કંઈ શીખે છે તો સફળતા ઈશ્વરની દેણ માની પોતાની જાતને ચેતન રાખવામાં માને છે.
       

દુનિયા માટે કેટલી સરળ વાત છે કોઈપણને પાગલ ચિતરી દેવો તે.પણ પાગલ માણસ જ પોતાની પહેચાન બનાવી જાયછે,અને દુનિયાના ડાહ્યા ચોવટ કરવામાં જ રહી જાય છે.પોતે કંઈ કરી ન શકે પણ બીજાની પ્રગતિ જોઈ સતત નફરતની અગ્નિમાં પોતાના જાત બાળ્યા જ કરે.પણ જ્યારે અમને ખબર પડે કે આપણે ખોટા હતા....ત્યારે બહુ મોડું થઈ ગયું હોય.


     આવું હું જાતે જ અનુભવોથી સમજી શકી છું હુ મારા "અનુભવોના સ્ક્રીનશોર્ટ" દિલમાં હજી સળવળતા રાખ્યા છે.


આ સળવળતા સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજને શબ્દોરુપી પાંખો આપી છે.

હવે મળીએ વ્હાલી નવા અનુભવ સાથે...😘😘બાય...બાય....

Comments

Popular Posts