ડાયરી:અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ:18
અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ....
કેટલીક મુક્ત મને થયેલી વાતો;18
વ્હાલી ભાવુ,ને વ્હાલા ગીત...જીવન એક પરીક્ષા છે,તો ભણવાની પરીક્ષાનો ખોફ શું કામ,જીવનના બિઝિ સિડ્યુલમાં પણ પોતાના માટે સમય નિકાળવો બહુ મુશ્કેલ છે."રાત મારા નામે,તો પીછે હટ શા માટે" તમારા સાથે ડિયર એક વાત જણાવતા મને ખુબ ખુશી થાય છે,ઓડિશન શબ્દ જે મારા માટે તદન હતો.તે માટે મહેનત પણ એટલી જ કરેલી.પહેલું ઓડિશન બહુ સફળ રહ્યું,પછી મેગારાઉન્ડ માટે તૈયારીમાં લાગેલી.અભ્યાસ ની પરીક્ષા અને પ્રતિભાની પરીક્ષા બે પાર કરવી બહુ મુશ્કેલ છે,મેગારાઉન્ડની તૈયારી કરી શિવ શક્તિનુ નામ લઈ ઓડિયન્સ આપેલું અંદાજે પરંતુ ખબર નોહતી કે સિલેક્શન થશે તેવું પણ બેસ્ટ આપવા પ્રયત્ન કર્યો.પછી પરિણામ ઈશ્વર પર છોડી દેવું યોગ્ય સમજ્યું.પછી હું કોલેજ એક્ઝામમાં લાગી ગયેલી.પરિક્ષા પણ ક્ષેમકુશળ ગયેલી.ચાર પાંચ દિવસ પછી યુનિવર્સિટીની પરીક્ષા પણ શરૂ થયેલી પાંચ દિવસ પછી મેઈન પરીક્ષા આ સમય બહુ પડકાર જનક હતો.પરીક્ષા ની તૈયારી કરી રહી હતી યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થયેલી.પરીક્ષામાં તૈયારી છતાંય ટાઈમ મેનેજમેન્ટ કરવો બહુ મુશ્કેલ પડી જાય છે,પણ ચેલેન્જ સાથે રમવું મને ગમે છે.અને પણ પાછું શોખથી.આમ ને આમ દિવસો વિતતા જાય છે. ઓડિશન આપે પંદર દિવસ થઈ ગયેલા.અચાનક આવેલા પરિણામે મને વિચારતી કરી નાંખી,મારુ સિલેક્શન મેગારાઉન્ડમાં થયેલું મને રિયાલિટી શો માં જવાનું આમંત્રણ મળ્યુ,ખુશી પણ એવી જ હતી.મારી મહેનત હતી આમાં એ તો ગૌણ ગણી શકાય પરંતુ ઈશ્વરના આશીર્વાદ પણ હતાં,પા શિવને મૈયા પાર્વતીના.
દિલ્હી જવા માટે કોલ લેટર આવેલો.પરંતુ દુવિધા એ હતી કે સાથે કોણ આવે ત્યા સેફ્ટીનો પ્રશ્ન હતો.પૈસાનો પણ પ્રશ્ન હતો.એટલે આ ઓફર સ્કીપ કરવી પડે એમ છે, અફસોસ તો ઘણો છે મનથી.પણ પોતાની જાતને બીજી સુવર્ણ તક માટે તૈયાર કરી રહી છું આ મારા બેસ્ટ મિત્ર ગીતનો સાથ સહકારથી શક્ય બન્યુ છે.
હું ગ્રુપસ્પર્ધામાં પોતાની રચના આપતી જ હોવ છું,મને સર્ટિફિકેટ ઘણાં મળ્યા છે ઘણાની મેં પ્રિન્ટ કરાવી છે તો ઘણા એમ ને એમ ફેસબુક અને વોટ્સએપ આઈડીમાં એક યાદ બની એમ ને એમ બરકરાર રાખ્યા છે.
બે દિવસ પછી જે ચમત્કાર થયો એ જોઈ મારી ખુશી સમાઈ નોહતી સમાયી.મેં કલર વર્ડમાં મારી રચના આપી હતી,ત્રણ મહીના પહેલાં તો એકાએક ચમત્કાર શું થયો મને તો એ ન સમજાયું હિન્દી ન ગુજરાતી નહીં પરંતુ બેંગાલી રચના સ્પર્ધામાં હું સાતમા રેન્ક પર વિનર અપ થઈ.ભાષા એ આખરે ભાષા એ ચાહે મારી માતૃભાષા હોય કે મા સમાન માસી બંગાળી ભાષા કેમ ન હોય બે.સર્ટિફિકેટ આવ્યા મારે જેને આપ સમક્ષ મુકતા આનંદ નથી સમાતો,કેમ કે તમારા સૌના આશીર્વાદ થી તો આ શક્ય બન્યું છે.નહીં તો હું જીરો છું.તમે સૌએ મને જે પ્રેમ આપ્યો છે એની હું ખુબ આભારી છું મારી સફળતામાં આપ સોને ફાળે જાય છે.આગળ પણ મને આમ જ મોટીવેટ કરતાં રહેજો એવી અભિલાષા સાથે સૌ મિત્રોને ફરી મળીશુ નવી યાદગાર સફર સાથે "અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ"માં સૌની સુખાકારી માટે પ્રાર્થના.... અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ વાંચવાનુ ભુલશો નહીં.
Very nice
ReplyDeleteઆભાર મિત્ર🙏
Deleteવાહ ખૂબ સરસ અનુભવ ની વાતો કહી આપે !👍
ReplyDeleteપરેશ અંતાણી રાજકોટ એ કાલાવડ રોડ રાજકોટ.
Deleteડાયરી માં ના સંઘર્ષ ગાથા વાચવી ગમી.
Very nice my dear,best of luck
Deleteહંમેશા ખુશ રહે,મારી દીકરી
Deleteઆભાર મિત્ર🙏🙏🙏આભાર વડીલ તમારા આશીર્વાદ નું પરિણામ છે.
ReplyDeleteVery very good
ReplyDeleteBest
ReplyDeleteAabhar
ReplyDeleteખૂબ સુંદર રચના
ReplyDelete