લઘુકથા:મારી પહેલી કમાઈ
એક સમય હતો કે અભ્યાસમાં મારું મન નહોતું લાગતું,મનમાં બેચેની છવાયેલી હતી.ઉંમર. 20વર્ષની હતી.હું ઉમરના એક એવા પડાવમા આવેલી મને સારા ખોટાનુય ભાન નોહતુ,ફ્રી સમયે ચહેરા પર છવાયેલી માયુસી દૂર કરવા પોતાના નિજાનંદ માટે જ્વેલરી બનાવતી હતી પછીમને થયુંકે હું પહેરીપહેરીને પણ કેટલી પહેરે એટલે મને થયું કે નાનો એવો બિઝનેસ શરૂ કરું મેં જ્વેલરી બનાવી બનાવીને પાઈ પાઈ કરીને 4000/5000હજાર ભેગા કરેલા એ મારી પહેલી કમાણી હતી જેનો આનંદ આજપણ સમાયે સમાતો નથી.જાતમહેનતથી કમાવવુ બહુ અઘરુ હોય છે પણ જાત મહેનતથી કમાયેલો રુપિયો પણ દિલને જે સુકુન આપે છે,એનું શબ્દોમાં વર્ણન કરવું બહુ અઘરું છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
તમારૂ સાહિત્ય વાસવૂ હોય તો
ReplyDelete