કાવ્ય:બાળપણ...

બાળપણ....
ઈશ્વર મને એક વરદાન આપી દો તો સારુ છે,
મારા પુણ્યની નોંધ કરી
વિતેલો સમય પરત કરો તો સારુ છે...

એજ કાલીઘેલી ભાષા
એજ નાના નાના લિસ્સા હાથ પગ પરત આપો તો સારું છે...

રમતગમત નાની નાની વાત પર ચાલી રહેલી કિટ્ટી બુચ્ચી,વાતવાતમાં થતી અંચાઈ માટે થતા ઝગડા ઝગડીના દ્રશ્યમાં મને ફરી પાત્ર આપો તો સારું છે...

યુવાનીનો સમય બહુ બોઝ આપે છે, મને એજ મજાનુ બાળપણ પરત આપો તો સારું છે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts