આત્મકથા: બરફગોલાએ કહી મનની વાત સાંભળીએ એના શબ્દોમાં...
આત્મકથા:
બરફગોલાએ કહી મનની વાત....
ઉનાળો આવે ને ગરમ પવન ફૂકાય,શરીરમાં ઠંડકની જરૂર પડે ત્યારે સૌ મને હોશે હોશે યાદ કરે છે, મારા ચાહકો તો આમ ઘણાય છે જો ગણવા બેઠો તો હું બરફમાંથી શરબત બનતા કોઈ તાકાત રોકી શકે.રાત્રે બાર વાગ્યા હોય કે ચાર મારું ઉત્પતિસ્થાનમાં મારા સર્જકો સતત મારા સર્જનના કામમાં પરોવાયેલા હોય એમને વેકેશન ન હોય,
મારા કઠણ શરીરને છીણી છીણી કૂણો કરવામાં આવે,પછી મને એકઠો મારા શરીરને છીણીને એક ડીશમાં ભરવામાં આવે છે અથવા તો મનપસંદ આકારમાં ઢાળવા માટે અલગ અલગ મોડમાં ઢાળી મારા ઉપર સૌની નજર ન હટે તે માટે રંગીન તુટીફ્રુટી ભેળવવામાં આવે છે.જેનાથી હું સુંદર લાગું હું વિખરાઈ ન જાવ તે માટે આઈસ્ક્રીમ સ્ટીકરુપી પગ આપવામાં આવે છે.
જેનાથી એકજુથ ટકી રહું વિખરાયા વગર.
ગ્રાહક ભગવાન કહેવાય વેપારીઓ માટે તો તેમની પસંદના રંગથી મને સજાવવામાં આવે,મારા સર્જનકર્તાઓ એટલાથી કંઈ થાકે,મારા ઉપર કોઈવાર ડાર્ક ચોકલેટનું,તો કોઈવાર મિલ્ક ચોકલેટ,તો કોઈવાર વાઈટ ચોકોચીપ અથવા ચોકલેટ છીણની સાથે રોસ્ટેડ અથવા બીન રોસ્ટેડ ડ્રાયફ્રુટ,ચેરી તો મારી સુંદરતા પર ચાર ચાંદ લગાવે.કોઈવાર સંચળ મસાલો એડ કરી મને ખાટો ખારો કરવામાં આવે.ટોપરાની છીણ ,ચોકલેટ સ્ટીક ,ચોકલેટ ચોપ,ચોકલેટ સિરપ,ગુલકંદ, પાનમસાલા ફ્લેવર ઉમેરી મને દેખાવની સાથે સ્વાદમાં પણ લઝીઝ બનાવવામાં આવે શું વાત કરું આહા...હા...મારા ચાહકો મને માણતા માણતા બે પ્રશંસાના ફૂલ વેર્યા વગર ન રહે.
આઈસ્ક્રીમ ઉપરથી મુકવામાં આવે,જેથી હું દેખાવની સાથે સ્વાદમાં પણ સ્વાદોનો પણ રીતે રાજા લાગું.
મારા સર્જકો વચ્ચે તો એવી સ્પર્ધા હોય કે જાણે મારા નામ પર જાણે વોસ્કાર ન જીતવાનો હોય!
મારી ઉપર ઉપર એવા તે પ્રયોગ કરી ગ્રાહકોને આકર્ષવામાં આવે કે તમે વાત જ જવા દો.કોઈ મીઠાઈ મેડ નાખી મને મીઠો બનાવે કોઈ ફ્લેવરવાઈઝ ફ્રુટના ટૂકડા ઉમેરે.ચોકલેટ છીણ ઉમેરે તો કોઈ માવા મલાઈથી મને સ્વાદિષ્ટ બનાવે,કોઈ સ્કુપ વડે આઈસ્ક્રીમના પીસ લે તો કોઈ કેકનો પીસ કોપરાનું છીણ તૂટીફ્રુટી ઉપરથી એપ્લાય કરી રબડી રેડે જેમ્સ ગોળી,ચોકલેટ સેવ વડે,મુકી મને સ્વાદમાં સ્વાદનોય રાજા બનાવે,
મારા ચાહકો ટેસ્ટમાં કેવો પસંદ કરે એ એમની ઉપર જાય.
નાના બાળકોથી લઈ ઘરડાંઓ પણ મને હોશે હોશે ખાય.
મારા ચાહકો મને માણવા માટે દૂર દૂરથી આવે,એ જોકે સુંદરતાની સાથે સ્વાદનુ શ્રેય તો મને મારુ નિર્માણ કરતાં મારા સર્જક ન જાય તો કંઈ શંકા હોય.એ લોકો રોજમારી ઉપર નવા નવા પ્રયોગ જો કરતા હોય છે.
અમુક જગ્યાએ જ મને માણવો પસંદ કરે ચાહકો મારા ઘર અને મારા સર્જનકર્તાઓએ મારા સ્વાદ અને સુંદરતાને નિખારી એવું તે લોકોનું ધ્યાન ખેચ્યુ ,કે વાત જ ન પુછો,મારુ એ ઘર રાજકોટ અનેઅમદાવાદ,મોરબી
,ભરૂચ,પોરબંદર,અંકલેશ્વર રાજકોટ,અમદાવાદ,સુરત,જ્યાં મારા સર્જકની મહેનત થકી મારા સ્વાદ અને સુંદરતાથી એવી પ્રસિદ્ધિ મેળવી ગ્રાહકોનો રાફડો ફાટી નિકળે અને આ બને તે સ્વાભાવિક છે,મારા સર્જનકર્તાઓ મારામાં નવી નવી વિવિધતા લાવતા હોય છે, કહેવાય છે ને "બીના મહેનત કુછ ભી નહીં....
"એમની મારા પાછળ કેટલી મહેનતને રોકેલી મૂડીનો કમાલ છે.
ઘણીવાર મારા સર્જકો લોકોને આકર્ષવા માટે મારું નવું નવું
નામકરણ કરતાં હોય છે. બ્લેકફોરેસ્ટ ગોલા,રજવાડી ગોલા,સ્ટીકગોલા,રામ ઔર શ્યામગોલા,રાજગોલા,બાદશાહીગોલા,ડીશગોલા,
બાહુબલીગોળો,આહા...મારા વખાણ મારા મોઢે કરુ એ સારુ ન લાગે....મારા એક ગાડા દિવાના છે,જેઓ અમદાવાદથી રાજકોટ ગયેલા,મને મનભરીને માણ્યો,હું ગરમીના કારણે પિગળતો ગયો છતાંય મારા અતિ ચાહકે મને ધીરે ધીરે માણ્યો જેથી હું જલ્દી ખત્મ ન થઈ જાવ મારો સ્વાદ ઓછો શું થઈ ગયો મારા ચાહકે ઉપર કલર છાંટાવી મને ફરી સ્વાદિષ્ટ બનાવ્યો. મારા ચાહકોનુ પ્રેમ જ મને લોકોના મુખે અમરત્વ અપાવે,કેટલો ઘેલાપો મારા ચાહકનો મારા માટે...એક એક બાઈટમા મને માણી સ્વર્ગનો અહેસાસ કરતાં રહ્યા.કોઈકે તો મારી ઉપર આખુ પુરાણ લખ્યું એનું નામ આપ્યું "ગોલાપુરાણ"મારા સર્જકને સરાહના મળી એ સાંભળી મારા હૈયે પ્રસન્નતા સમાયે ન સમાતી.
જેની બે લીટી અહીં રજુ કરુ છું.
"બરફથી ગોળો બનવાની કંઈ સફર હતી,
તને ઘૂટે ઘૂટે ને બટકે બટકે માણતી રહી,મને આજે તારા પ્રેમ સામે બધું સુખ ફિક્કુ લાગે,તારી ચાહતમા. હુ પોતાની સુઝબઝ ખોઈ બેઠી,બધી જગ્યાએ તને જોવુ,ને હૈયે ટાઢક ટાઢક વર્તાતી.શરીરની ગરમીની છૂટ્ટી કરનાર પાશુપતાસ્ત્ર છે,તુ તને સર્જનકનાર દુનિયાનો ગજબ માણસ હોઈ શકે,દુનિયાનો અમીર વ્યક્તિ જ હોઈ શકે,
મારું ચાલે તો તને માણતી જ રહુ વિરામ લીધા વગર બસ,શું કરું પ્રિય ગોળા હાથમાં પૈસાનો અભાવ મને આ કરતા રોકે,
તારું નિર્માણ કહી આપે વ્હાલા ગોલા...તારી ચાહત માં હું પૈસા વેરતી જ રહું વેરતી જ રહું મન નથી ભરાતું મારું....તારા સ્વાદે,ને બટકે બટકે મને સ્વર્ગની અનુભુતિ થાય,તને માણ્યા વગર હું છું અધુરી,આવતા ઉનાળે રાજકોટની બજારે તારા આ ઉદભવસ્થાને ફરી મળીશ, ગોલા
"તારી પાગલ ચાહક દિપા"
એ મારા ચાહકનો મારા પ્રત્યેનો પ્રેમ છે...
આ તો ખરેખર મારા સર્જનકર્તાની મહેનત બાકી કાબિલેદાદ છે.
કોઈવાર તો મારુ વજન કિંમત એટલી વધી જાય કે મારા ચાહકોના મોઢે અધધધ....થઈ જાય...પણ શું કરું મારી કિંમત તેમાં વપરાતી વસ્તુ અને તેના જથ્થાથી અંકાતી હોય છે.મારા સર્જકો એમનાં ગ્રાહકો આગળ મને ખત્મ કરવા માટે શટ્ટા લગાવે,જે મને આટલી મિનિટમાં ખત્મ કરે એને આટલું એને 1100નું તો કોઈવાર કોઈ યાદગાર ભેટ ઇનામ આવી શરતો રાખી મારા સર્જકો મારું માન વધારી ગ્રાહકોને પ્રોત્સાહન આપતા હોય છે જેથી તેમની દુકાને માનવમેળો બરકરાર રહે કોઈવાર બીજા દુકાનદારને નીચો દેખાડવા માટે મને અન્ય કરતાં સસ્તા ભાવમાં વહેચી મારી કિંમત બે કોડીની કરતાં પણ સર્જકને જોયા છે.પણ જીવન છે ચાલ્યા કરે દરેકનો સમય છે.તેમ મારો પણ ચોક્કસ સમય છે આ...
વાત કરીએ ઉનાળામાં તો અચાનક હું મારા ફેન ફોલોઅર્સને સાંભળુ આમ તો મને કોઈ જ ન યાદ કરે.મને હોશે હોશે માણે છે,મારી સાથે સ્ટોરી અપલોડ કરે છે, મારો પ્રચાર પ્રસાર કરે છે,પરંતુ ચોમાસું અને શિયાળો આવે એટલે જાણે મારું અસ્તિત્વ છે,માંથી હતો થઈ જાય.
આવો છે મારો ચાહકવર્ગ....પણ આનીય મજા કંઈ અલગ છે...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment