ક્રાઈમ ડાયરી:બગલ મેં છૂરી મૂંહ મેં રામ....
ક્રાઈમ ડાયરી...
આર્ટિકલ:બગલ મેેં છૂરી મૂંહ મેં રામ....
હેલ્લો જીગ્ગી,ડિયર
મારે તને વાત કરવી છે,માનવતાની આ શબ્દ બહુ સાંભળવામાં આવે છે.તારામાં પણ વિધ્વાનો દ્વારા બહુ લખાયો હશે આપણે એની ચર્ચા વિચારણા કરીએ...
"માનવતા"શબ્દ બહુ મજાનો છે જેને સાંભળતા જ મનમાં ખ્યાલ દયા અને સહકાર ભાવનાનો ખ્યાલ આવે પણ માનવતા જેવા સંબંધોને આટલો હલકી ગુણવત્તામાં ઉતારે એવા લોકો નોય દુનિયામાં તોટો નથી.શબ્દને લોકોએ એટલો સસ્તો બનાવ્યો છે,કે છોડી દો વાત.કોઈનો જો એક્સીડન્ટ થાય તો આજકાલ માનવતાને સોશિયલ મિડીયાના પ્રદર્શનનું માધ્યમ બનાવી છે.કોઇ વિડિયો ઉતારી સોશિયલ મિડિયા પર વાઈરલ કરે પણ પોતે ઉભા ઉભા આદ્રશ્ય બેશર્મ બની જોયે રાખે....
આજકાલ માનવતાનો ખોટો દાવો કરી દાન ઉઘરાવવામાં આવે છે.પણ જરુરિયાતમંદને પહોંચતુ જ નથી,પ્રશ્ન એ થાય છે કે આ ઉઘરાણી કરેલુ દાન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે કે કેમ
આ ગંભીર સમસ્યા છે.માનવતા એ દિલથી ઉદભવે તો જ એ સાચી પણ જ્યારે લાગણી અને માનવતાને જાહેરજીવનમાં જાહેરાતનો એક હિસ્સો સમજી સોશિયલ મિડિયામાં વાઈરલ કરી દેવામાં આવે તો એની કોઈ કિંમત રહેતી નથી.આપણે એવી જ એક ઘટનાની વાત કરીએ તો માનવતાના શબ્દ ને કલંકિત કરે તેવી ઘટના બની છે.મધર ડે નજીક આવી રહ્યો છે,તેની ઉજવણીની તૈયારી પણ ચાલી રહી છે.માતાને ઈશ્વર સમકક્ષ માનવામાં આવે પણ અમુક અપવાદરુપ એવા પણ છે જેના કારણે આ સંબંધ કલંકિત થયો છે.
એક કૂમાતાની વાત કરવી છે,માનવતારુપી આવરણ લગાડી તે બાળકી દત્તક તો લાવ્યા પણ લાવ્યા.
13વર્ષની સગીરા ના સમજ હોય,એતો માન્યામાં આવે પણ આ પરોપકારીએ તો તમામ મર્યાદાને નેવે મૂકી.
પણ પછી શું ભલાભલાના પગ નીચેથી જમીન સરકી જાય,ખોળે લીધેલી બાળકીને અલગ અલગ વૈશ્યાલયોમાં નાંખી.
આ બાળકીના દર્દની દાસ્તાન તો હવે શરૂ થાય છે.આ સગીરાની ઉંમર અને માનસિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી 80લોકોએ બળાત્કાર કર્યો..
આ દિકરી માનસિક અને શારીરિક હાલત ખરાબ છે,એ છોકરી મોત સામે લડી રહી છે."આ માટે જવાબદાર "કોને ઠેરવી શકાય, કેમકે માનવતારુપિ કામળો ઓઢી ફરનાર તમને લાખોની માત્રામાં મળશે,ઘણીવાર ઘરડાઓ પાસે સાંભળવા મળે છે કે જમાનો ખરાબ છે,પણ સમય ક્યારેય ખરાબ હોતો જ નથી.માણસોના આચાર વિચાર,બદલાય છે.
કોઈની જવાબદારી ઉપાડવા જો અસક્ષમ હોવ તો ખોટી માનવતા દાખવવાનો ખોટો ડોળ શું કામ કરવો જોઈએ મને તો એ નથી સમજાતું.માનવતા જેવા પવિત્ર શબ્દને કાળો ધબ્બો લગાડનાર લોકોની કમી નથી.માનવતા જેવા પવિત્ર સંબંધો.
વાત આ દિકરીની છે,એક સ્ત્રી જ એક સ્ત્રી ના દર્દ ને વધુ સમજી શકે,એ વાતમાં કોઈ શંકા નથી.પણ એકસ્ત્રી જ્યારે માં બને છે, ત્યારે એને દેવતાની પદવી મળે છે,કૃષ્ણ ભગવાનના નામ પાછળ મોટેભાગે માં દેવકી કરતાં યશોદા માં ને વધુ મહ્ત્વ અપાય છે.રામ ભગવાન પણ કૌશલ્યા માં કરતાં માં કૈકેયીને વધુ મહત્વ આપે છે.રામાયણ માં રામને વનવાસ કૈકેયીએ આપ્યો હતો,એવું સાંભળવામાં આવે છે,પણ સંતાનને આમ વેચવાનો ઉલ્લેખ ધાર્મિકગ્રંથોમાં નથી થયેલો.વાત રહી 80વાર બળાત્કાર થવાની તો છોકરીની હાલત શું થઈ હશે તે વિચારીને પણ રડી જવાય છે,તો આ કૃત્ય કરનારને રાક્ષસથી પણ હલકી કક્ષામાં મુકી શકાય.
એક સગીરવયની તરૂણીને વૈશ્યાલયોમાં વહેંચી તેના બાલિશમનનો લાભ લઈ,તમે કોઈના બાળકને ઉજ્જવળ ભવિષ્ય ના આપી શકો તો કંઈ જ નહીં પણ આમ નર્કને પણ સારું કહેવડાવે તેવા વૈશ્યાલયમાં આમ કોઈની દિકરીને ખોળે લઈ વેચવી આતો બહુ હિન્ન કક્ષાનું કાર્ય છે.આવા પાપનું પાશ્ચિત નહીવત છે.માતૃત્વ નું અપમાન કહેવાય,પહેલાં ના સમયમાં યુધ્ધના પણ નિયમો હતા કે નિશસ્ત્ર પર વાર ન કરવો.ઘાયલ યોધ્ધા પર વાર ન કરવો.પણ પીડિત વ્યક્તિને વધુ હાની પહોંચાડવી એના માટે કઇ સજાની જોગવાઈ છે,એ આપ મને પ્રતિભાવમાં જણાવી શકશો..
સગીરવયની યુવતીઓને લલચાવી ફોસલાવી લાવવામાં આવે છે.ધાકધમકીથી અથવા તો
યાતના આપીને પણ આ ધંધામાં ધકેલી દેવામાં આવે છે.આ તો હેવાનિયતની પણ હદ કહેવાય,આવા પાપી નરાધમોને જો ફાંસીની સજા આપવામાં આવે તો ફાંસીની સજાનુ પણ અપમાન કહેવાય.
પાપાચાર,વ્યાભિચાર,
અધર્મના વધતાં જતાં પ્રભાવને જોતા વિચાર આવે છે કે આપણે શું એજ ધરતીના સંતાનો છીએ જ્યાં શ્રી રામ અને શ્રી કૃષ્ણનો જન્મ થયેલો!આપણો માનવસમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. એ હવે સમજશક્તિ બહાર છે.
આ સાંભળીને તો શરીર અને મનમાં કંપારી તો આવે સાથે સાથે દુઃખ પણ થાય છે કે માણસ જાનવરને પણ સભ્ય કહેવડાવતો જાય છે.
(ભગવાન એ છોકરીને મોત સામે લડી વિજેતા થવા સક્ષમ બનાવે.)
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment