અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટો કોલેજ ભાગ;19 સાહિત્યની ટ્રેન....
જીવનની ટ્રેનમાં જીવન સફર....એક શરૂઆત...
21વર્ષની ઉંમરે શરૂઆત નોટમાં લખી કરીને પછી ટાઈપિંગ પર સ્ટેશનમાં આવ્યું.ટાઈપિંગથી ગાડી ઉપડી.ધીરે ધીરે સોશિયલ મિડિયા આવ્યું,મારા આ કામની નોંધ લેખકો સુધી પહોંચી મને તેમની સાથે ગ્રુપમાં સ્થાન આપ્યું તો કેટલાકે દિલમા.આમને આમ સફર કપાતી ગઈ દરેક સફરે કંઈક નવો ખજાનો મેં લુટ્યો છે તો કોઈવાર સુવર્ણ તક મારે જતી પણ કરવી પડી છે,આ સાહિત્યરુપી ટ્રેને મને નવા નવા સ્ટેશનમાં પહોંચાડી છે.સોશિયલ મિડિયામાં વડીલોના આશીર્વાદથી મળતા સમર્થને મને ઝીરોમાંથી એક સ્થાને પહોંચાડી છે.આમને આમ પછી સાહિત્યની ટ્રેન પ્રતિલીપીમાં પહોંચી.ત્યાં પણ વડીલોના સાથ સહકારે મને ઘણી સરાહી છે,ફરતા ફરતા પ્લે સ્ટોરરુપી ખાણ ખોદી અલગ અલગ રાહથી મંજીલ પર પહોંચી રહી છું,આમ ને આમ નવા નવા સ્ટેશનો આવતાં રહ્યા છે ને નવા મિત્રો મળતા રહ્યા છે.મારી સાહિત્યની ટ્રેનનું સ્ટેશન માતૃભારતી મળ્યું ત્યાં મને ટુંક સમયમાં ચાર મહિનામાં 15,000વાચકો મળ્યા આ મારા સાહિત્યની યાત્રા સ્ટેશન છે.પછી ધીરે ધીરે સ્ટોરીમીરર આવ્યું તેમાં પણ ઘણો સાથ સહકાર મને મળેલો.મારી આ સફર ન્યૂઝપેપર સુધી પહોંચી મારી સૌ પ્રથમ કવિતા "દિલ સે ખુબસુરત"માં આવેલી ચારવર્ષ પહેલાં મને હજી પણ યાદ આ સોનાનો સમય.
સાહિત્યરુપી ટ્રેન સફર તો આમ જ ચાલતી રહેશે ને નવો નવો બોધપાઠ ને યશ ને અમરત્વરુપી ભેટ આપતી રહેશે તો કેટલાક માણસોના વ્યક્તિત્વનો ચિતાર આપશે,
મારી ન્યૂઝપેપરનુ સ્ટેશન આવ્યું ચાર વર્ષથી આ સ્થળે છું,મને વાંચકોનો પ્રેમ મળ્યો છે,તો એપથી અપાર પ્રમાણપત્રરુપી ભેટ પણ.આમને આમ સાહિત્યની ટ્રેન ચાલતી જાય છે અને નવા અનુભવો કરાવતી જાય છે.વિદેશોના ન્યૂઝ પેપર'સમાં મારી રચના સ્થાન પામી છે,આ આપ સૌનો સાથ સહકાર અને ઈશ્વરના આશીર્વાદનું પરિણામ છે...
આમને આમ આ સફર શોપિજન પર આવી ટાઈમના અભાવે નથી મુકી શકાતું...ગ્રુપમાં બધાં જ લેખકો વડીલોને મળી એમની પાસે હું શીખી રહી છું,નવું નવું જ્ઞાન મને મળતું રહે છે...હવે બ્લોગર અને વર્ડપ્રેસમાં પણ મારી સાહિત્ય ટ્રેને સ્ટેન્ડ પકડ્યું છે...આમને આમ સફર ચાલતી રહે જીવનમાં નવો બોધપાઠ આપતી રહે...ટ્રેનની સફર એવી તે મજાની ચાલે છે કે પરીક્ષા આપતા આપતા પેપર શું છે,એની પણ હિન્ટ મળતી જાય છે...
આમ સાહિત્યની ટ્રેન સફરમાં નવા નવા વળાંક લેતી જાય છે કંઈક શીખવતી જાય છે...આમને આમ આ સાહિત્ય સફર કાપતા કાપતા પાંચ વર્ષ વિત્યા છે.હજી આજીવન સફર કાપતાં કાપતાં વિતશે...જીવનમાં મહેનતનું ફળ એટલું જલ્દી મળે તો પચે નહીં બાપુ...સફર કરતાં કરતાં અનુભવ,ને શીખવા મળે જીવનના પાઠ.સાહિત્યની ટ્રેન નવા નવા વ્યક્તિઓના ભિતરના ચહેરા બતાવતી જાય છે.કોઈ કડવી તો કોઈ મીઠી યાદ જીવનરુપી ડાયરીમાં છપાવતી જાય છે.આમ સાહિત્યની સફર મંઝિલ સુધી મને ઘસેડતી જાય છે....
સફળતા હજી કોષો દુર છે,આ સફર તમે જેટલી કાપો એટલો તમારો નવો શિક્ષક અનુભવ તમને વિનામુલ્યે ટ્યૂશન આપવા તત્પર હોય છે...
આ સફરે મને લોકોના દિલમાં માન અને સ્થાન અપાયુ છે માટે હું વડીલો અને સાહિત્ય જગતની ઋણી છું અને આજીવન રહીશ...🙏😊
હર હર મહાદેવ,
જય પાર્વતી મૈયા,
જય સંતોષી દીદી માં...
શૈમી ઓઝા "લફઝ"
Comments
Post a Comment