અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટો કોલેજ....20....

અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ....

કેટલીક મુક્ત મને થયેલી વાતો;19

હાય ભાવુ,...

હાય ગીત...

ઉમ્મીદ રાખું છું કે તમે મજા માં હશો,ઘણાં દિવસે મળીને આનંદ થાય છે.જીવનમાં થઈ ગયેલું સારું કામ દિલને કેટલી ઠંડક આપે છે.એક વાત શેર કરતાં બહુ આનંદની અનુભુતિ થાય છે ભાવુ 14 જુન 2022ના દિવસે કરેલું રક્તદાન જે મારા જીવનની ખુશીની પળ છે.હું ઘરે હોવ એટલે પાંચ કિલો મીટર ચાલવુ એ મારી રોજનીશી માં ફીટ થઈ જાય છે.

       રક્તદાન કરવા માટે તંદુરસ્ત શરીર નિરોગી સ્વાસ્થ્ય જરૂરી છે,ઉજાગરો ન હોવો,ટેટુ ન કરાયેલું હોવું જોઈએ,બધાં રિપોર્ટ મારા નેગેટીવ આવેલા.બ્લડ ડોનેટ કરવાથી શરીર વધે આ માન્યતા છે તદ્દન ખોટી.

કોઈનું જીવન બચે છે,એનાથી વધુ ખુશીની વાત બીજી કઇ હોઈ શકે.મેં બ્લડ ડોનેટ કર્યા પછી જે આનંદ હતો એને વ્યક્ત કરવાના કોઈ શબ્દો નોહતા.
આમ જ જીવન ચાલે જાય છે,ને નવા નવા ટર્નિંગ પોઈન્ટ આવતા જાય છે.
રક્તદાન...

દિલને મળતી ઠંડક....કોઈનુ જીવન બચે એનાથી વધારે ખુશી બીજી કઈ હોઈ શકે,એ માટે આપણી ભાગીદારી હોય તે કેટલી ઠંડક મળે,કોઈ દર્દીના પરિવારના આશીર્વાદ આપણને મળે તો આપણું જીવન સફળ થઈ જાય,તંદુરસ્ત શરીર તો ઈશ્વરે આપેલું વરદાન છે,આપણી તંદુરસ્તી બીજા સાથે વહેંચીએ તો દિલને કેટલી ઠંડક આપે આતો છે,એક બોટલ બ્લડ જે કોઈનું જીવન બચાવવા મદદરૂપ થઇ શકે એની કલ્પના જ મને ખુશી આપે છે,વડીલોના આશીર્વાદ તો મને હિંમત આપે છે,આવા કામ માટે, એક બોટલ લોહી કોઈને મોતના મુખેથી બહાર નિકાળે એનું નિમિત્ત આપણે બનીએ એનાથી વધુ ખુશીની વાત બીજી કઈ હોઇ શકે...એક બોટલ લોહીની કિંમત એને ખબર પડે જે જીવન મોત વચ્ચે ઝુરતુ હોય,જીવન એક એવી રાહ છે,એને મનમાં ગણગણીને ચાલવું કોઈને મદદરૂપ થવાની આ પહેલી સીડી છે....                  

શૈમી ઓઝા "લફ્ઝ"

વધુ માં હવે આગળ....


Comments

Popular Posts