ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ: 21

અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ ભાગ;21એક યાદગાર પળ નામી લોકો સાથે સામે પોતાની જાતને પ્રસ્તુત કર્યાનો અવિસ્મરણીય અનુભવ....

હાય મારી વ્હાલી ભાવુ કેમ છે,ડિયર ગીત તુ પણ મજામાં હશે એવી આશા રાખું છું...

તને જણાવતા આનંદ સમાતો નથી,હું હંમેશા તારી સાથે મારી સુખ દુઃખ શેર કરતાં હું હળવાશ અનુભવુ છું...

વાત કરવી છે,મારા 20જૂન 2020ના દિવસે યોજાયેલ કાર્યક્રમ જે મારા જીવનનું એક સ્ટેન્ડ છે.

સોમવાર એટલે કે મારા પુજ્ય પિતા શિવજીનો વાર...આ દિવસની મને હંમેશા રાહ હોય છે,અને હંમેશા રહેશે....🙂

3:00 વાગે હું મહેસાણાથી અમદાવાદ જવા નિકળી મારે સાંજે પાંચ વાગે પ્રોગ્રામમાં જવાનું અને સાડા પાંચે પહોંચવુ મારા માટે એક ચેલેન્જ હતી...પહોંચી શકીશ કે કેમ.એ ચિંતા હતી.
     હું જેમ તેમ કરી પહોંચી,તે સ્થળ હતું "નોવેલ કેફે.હું 5;00 વાગે હું અમદાવાદ ઈન્કમ ટેક્સે પહોંચી.ઈન્કમ ટેક્સથી નોવેલ કેફે પહોંચવાનુ હતું.
આ મારા માટે નવો વળાંક હતો,હું 5;15 નોવેલ કેફે પહોંચી.ત્યાં મને બહુ સારો આવકાર મળ્યો.થોડીવારમાં પ્રોગ્રામ શરૂ થયો,સૌ કવિમિત્રો આવેલા તેમાં પ્રોફેસર,એન્જીનીયર વધુ હતા.સૌની રચના અને પઠન પણ ગજબ હતું.સૌને.જોઈ મને લાગ્યું કે હું પોતાની જાતને પ્રસ્તુત કરી શકીશ કે કેમ...પણ મનમાં ઉત્સાહ હતો કે ન કરવું જ છે....એટલે મેં તૈયારી શરૂ કરી.પ્રતિભાદીદીની સ્પીચ બહુ સરસ હતી.

આપણે ત્યાં એક કહેવત છે,"જ્યાં આવકાર મળે ત્યાં જવું પણ જ્યાં અપમાન થાય ત્યાં સોનાની નગરી હોય ત્યાં ઊભુ પણ ન રહેવું."

    "નોવેલ કેફે"નુ નામ પણ ગજબ છે જે દિલને સ્પર્શી જાય એવું.આ કેફે તમને લાઈબ્રેરીની ઝલક દેખાડે,તો બાળકોનુ રમવાનું સ્થળ બની જાય અને કેમ નહીં પ્રતિભાદીદીના પરિશ્રમનું તો આ ફળ છે.જેમને કોરોનાકાળની કટોકટીમાં આ સાહસ કર્યું હતું.તેઓ ધન્યવાદને પાત્ર છે.ફૂડ મેનુ પણ એટલો જ સરસ ડિઝાઇન કર્યો છે.જેમાં નાના બાળકોથી 
લઈ વડીલોની પણ પસંદગી ને ધ્યાનમાં રાખીને મેનુ તૈયાર કર્યો છે.મારે ફાસ્ટ હતો એટલે નાસ્તાનો ટેસ્ટ નથી કરી શકી પણ મારા જીવનમાં પ્રાથમિકતા મેં મારી ફરજને પહેલાં આપી છે, જે પપ્પાએ મને જીરોમાંથી એક સ્થાન અપાવ્યું તેમની સામે આ ટેસ્ટ કંઈ જ નથી..

    એ માટે પ્રતિભાબહેન પાર્થ શર્મા સરનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે,કે મારા જેવી નવોદિતને આવા દિગ્ગજો સામે પોતાની જાતને પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો.મારી બાજૂ એક વડીલ હતાં તેમનું નામ દેવાંગ શાહ તેઓ પબ્લીસર છે જાણી મને ઘણો આનંદ થયો મને તેમનો પણ સ્વાભાવ ખૂબ ગમ્યો,મને કેવી રીતે પ્રસ્તુતી કરવી તે સમજ આપી હતી એ વડીલનો જેટલો આભાર માનું એટલો ઓછો છે...નોવેલ કેફેમાં 
વધુમાં ઉપર સ્વાસ્થ્યની સુખાકારીની વ્યવસ્થા છે,એ જોઈ તો જીમ જ્યાં આપણે પોતાની હેલ્થની કેર કરી શકીએ છીએ.વેઈટ મેન્ટેઈન કરી શકીએ...ત્યાં તુષાર શુક્લ,અધીર અમદાવાદી,
લઘરવઘર અમદાવાદી 
સાહિત્યજગત બહોળી પ્રસિદ્ધિ મેળવેલ છે.

તુષાર સર આકાશવાણી,કવિતા, કટાક્ષ લેખન સાથે જોડાયેલા છે.
તહા મન્સૂરી જેઓ આદિલ મન્સુરીના ભત્રીજા છે  તેમનુ ગઝલ અને છંદબધ્ધ સાહિત્યમાં મોટું નામ રહેલું છે,ત્યાં પાર્થભાઈ શર્મા સરનો સ્વાભાવ મને ગમ્યો,ઓપનમાઈકના કાર્યક્રમમાં મને શીખવા ઘણું  મળ્યું.પોતાની જાતને કેવી રીતે રજુ કરવી કેવી રીતે પોતાના કાવ્યને ન્યાય આપવો એ પણ સમયને ધ્યાનમાં રાખી,બોલવાની છટા કેવી રાખવી જેનાથી ઓડિયન્સને મજા આવે,આ બધી જ બાબત મને શીખવા મળી.સૌથી છેલ્લો મારો ટર્ન હતો.બધાં ને 10 મિનિટ ફાળવેલી  મારા કાવ્ય મોટા હોવાથી એક્ઝેટ 10મિનિટમાં પુરુ થયું મારે...મને એ વાતનું પારાવાર દુઃખ છે એ કે મારી સાથે આવેલા એકબહેનને મારા કારણે પઠનમાં લાભ ન મળી શક્યો...હું એમની દિલગીર છું...તુષાર સરના આશીર્વાદ લીધા મેં તો મને દિકરી કહી સંબોધી એ મારા માટે બહુ યાદગાર પળ છે.

છેલ્લે તુષાર શુક્લા  સર,તહામન્સુરી,અધીર અમદાવાદી અને મને મારા ગ્રુપના એક બહેન મળ્યા, જેમને મળી મને ખુબ આનંદ થયો,સૌ સાથે ફોટો પડાવ્યો જે મારા માટે આનંદનો સમય હતો,પ્રતિભાદીદીને જરાય અતિગર્વ નથી પોતાની સફળતાનો આ બાબત મને બહુ નોંધપાત્ર લાગી.અને મને તેમની આ વિનમ્રતા ગમી.
શિવાનીદીદીનો નેચર બહુ મસ્ત છે.સૌ મિત્રો જોડે ફોટો પડાવી એક કદીય ન ભુંસાય તેવી યાદ સાથે હું ત્યાંથી નિકળી.

     અધીર અમદાવાદી જે ગધેડાનો ફોટો રાખે છે,પ્રોફાઈલમાં જે સૌનુ ધ્યાન દોરે છે.સૌ મિત્રોને ટાટા બાય બાય કહી ફરી મળીશુ એવી આશા દિલમાં જીવંત રાખી હું ચાંદખેડા જવા નિકળી.
     
 ગુલબાય ટેકરા અમદાવાદ આ મારી જાણીતી જગ્યા હતી.તેની સાથે મારી કેટલીક યાદો જોડાયેલી હતી,અમદાવાદમાં અભ્યાસ કરતી હતી ત્યારના સંસ્મરણો દિલમાં કાયમ હતા,પરંતુ રાત્રીનો સમય હતો.મનમાં ભય હતો, તે એરિયાના લોકો થોડા મન મનમાં ભય પેદા કરે એવા લાગ્યા પણ એક વડીલ મને એલ.ડી.મુકવા આવ્યા ને મને જ્યાં સુધી ચાંદખેડાની બી.આર.ટી. એસ.ન મળી ત્યાં સુધી તેઓ ઉભા રહ્યા.માસીના ઘરે પહોંચવાનુ હતુ 
રાત્રીનો સમય હતો એટલે થોડો ભય પણ હતો,પણ કહેવાય છે ને કે જીવનમાં આગળ વધવા માટે હિંમત રાખવી પડે છે,જેની ઉપર પિતાશ્રી શિવ અને મૈયા શ્રી પાર્વતીનો હાથ હોય એનો કોણ વાળ વાંકો કરી શકે?
એટલે હિંમત રાખી રાતના ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી.પિતા શિવજી અને મૈયાના દર્શન કર્યા પછી માસી મને ઘરે લેવા આવ્યા 10;30 સબંધીના ઘરે પહોંચી ગઈ.ફ્રેશ થઈ બેન અને માસી જોડે સમય વિતાવવાની મજા આવી.બીજા દિવસે આ રંગીન ફોનમાં અને મનના સ્મૃતિપટમાં સ્મરણોને કેદ કરી ઘરે મહેસાણા આવી...


વધુમાં હવે આગળ...ફરી મળીશું ભાવુ અને ગીત નવી વાત સાથે....



Comments

Popular Posts