માઈક્રોફિક્શન:ઉફ્ફ આ રિવાજો બની ગયાં જેલની દિવાલ

સલોની 12 પાસ કરી એમ.બી.એ.કોલેજમાં ગઈ,કોલેજમાં રહેલી ઝાકમઝોળે તેને એવી રીતે આજી નાંખી,કે તે અભ્યાસ છોડી ફેશનની પળોજણમાં અટવાઈ ગઈ.આમ પણ કોલેજ લાઈફને ગ્લેમરસ લાઈફ પાર્ટ 2 તરીકે પણ ઓળખાય છે.એ પણ છે,આ સમય વારંવાર ક્યાં પણ લોકોના ટીકા ટીપ્પણી એવા તે વડીલોના મગજમાં ઘર કરી જાય છે,એ પ્રેમથી કહેવાતી વાત પણ બાળકોને અકડાવી મુકે છે,આમને આમ નાની વાત    ક્યારે આંદોલનનું સ્વરૂપ ધરી દે છે,એ ખબર નથી રહેતી,આવી મનોદશા સલોનીની હતી.
સલોનીનુ બદલાતુ વર્તન પરિવાર માટે ચિંતાનું કારણ બની ગયેલું.

સલોની હવે ભણવા કરતાં પોતાની જાતને સુંદર કેવી રીતે લગાડી શકાય એમાં રચી રહેતી,ઈન્ટ્રાગ્રામ રિલ્સ,સ્નેપ વિડીયો તેનું પેશન બની ગયેલું,એમ.બી.એ.નુ રિઝલ્ટ તેની વારંવાર આવતી એટીકેટી તેને ચિંતામાં મુકી રહ્યા હતા,પણ ઘરમાં વડીલો દ્વારા અપાતો ઠપકો તેને ચિંતામાં વધુ ડુબાવી રહ્યો હતો.

સલોનીની પણ ઈચ્છા હતી આઝાદ પંછી બની ઉડવાની પરંતુ સલોની પણ પરિવારના મેણા ટોણા અને સમાજના રિવાજોરુપી કેદમાં પુરાયેલી દયામણી જીવ હતી.

મોડી રાત સુધી પાર્ટી કરવી,દારુ ડ્રક્સનું સેવન કરવું,
આતો તેની આદત બની ગયેલી,આમાંથી સલોનીને જેટલી બહાર નિકાળવામા આવે એટલી વધુ ઉતરતી જાતી હતી આ ચિંતાનુ કારણ બની ગયેલી.અને ઉપરથી આ સમાજના રિવાજો જેલની દિવાલ પ્રતિત થતા હતા.

શૈમી ઓઝા "લફઝ"


Comments